સ્ત્રી – સુરેશ દલાલ
[‘મૌનનો ચહેરો’ પુસ્તકમાંથી સાભાર.]
ટ્રેનની રાહ જોતી
પ્લૅટફૉર્મ પર ઊભેલી એક સ્ત્રી
ટ્રેન આવી ન આવી ત્યાં તો
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે
પહોંચી સીધી ઑફિસમાં.
કોઈ મળે એટલે આપમેળે
હોઠ પર ગોઠવાઈ જાય સ્મિત
અને સ્મિતમાંથી પ્રકટી ઊઠે
ઍરકન્ડિશન્ડ ઑફિસમાં
ઠંડાગાર શબ્દો : ‘ગુડમૉર્નિંગ’.
સાંજે ફરી પાછું
એનું એ જ ચક્ર.
ટ્રેનની રાહ જોતી
પ્લૅટફૉર્મ પર ઊભેલી એ સ્ત્રી.
ટ્રેન આવી ન આવી ત્યાં તો
ચડી ગઈ ડબ્બામાં બિલ્લીની ઝડપે
પહોંચી સીધી ઘેર.
બાળકો તરફ જોયું ન જોયું
અને રસોડાની સોડમાં લપાઈ ગઈ.
સૌને જમાડ્યાં, જમી.
જિંદગી ઊગી અને આથમી
અને કોઈને પણ
‘ગુડ નાઈટ’ કહ્યા વિના
સૂઈ ગઈ.



din charya of working woman in very simple way
એકદમ મસ્ત કવિતા સુરેશ દલાલ દ્વારા.
Plainly life in Mumbai or other cities(?), no time for emotions or no time for self or family.
સુંદર લય બધ્ધ કાવ્યમા આદર્શ ઓફિસગર્લનું દર્શન
ત્યાર ચંદ્રકાન્ત બક્ષીનુ યાદઆવે “સ્ત્રીના ચાર પ્રકારના ભેદપ્રભેદ શાસ્ત્રોમાં વર્ણવામાં આવ્યા છેઃ’પદમિની’,’ચિત્રિણી’,’હસ્તિની’અને ‘શંખિણી’.આમાં એક નંબર બેસ્ટ છે અને ચાર નંબર વર્સ્ટ છે.પણ બીજો અને ત્રીજો નંબર મધ્યમ છે.આ ચારેય લક્ષણૉ કળિયુગમાં એક જ સ્ત્રીમાં મળી રહે છે.એને ઓફિસગર્લ કહેવામાં આવે છે.”
vaah…fact of life…
સાદી ને સરળ ભાષા મા આજની સ્ત્રી ની હાલત અને વ્યથા ને સુરેશભાઈ દલાલે ચિતાર આપી દિધો.
જનરલી હું કવિતા ની ચાહક નથી પણ સુરેશભાઈ ની કવિતા હતી અને એક શ્વાસે વાંચી ગઈ અને મન પ્રફુલિત્ત થઈ ગયુ.
સુંદર.
really all working women’s own story
કવિતામાં કામકાજી સ્ત્રીની સહજ દિનચર્યા વર્ણવી છે પણ છેલ્લી લીટીમાં લખાયેલું– અને કોઈને પણ
‘ગુડ નાઈટ’ કહ્યા વિના
સૂઈ ગઈ.—એ થોડું કટાક્ષમય લાગ્યું. ઑફિસમાં આપમેળે સ્મિત અને ગુડ મૉર્નિંગ ની સામે.
કવિશ્રીની વિદ્વત્તાથી પરિચિત છું માટે આતો ફક્ત મારો વિચાર લખું છું.
આ જ વસ્તુ પુરુષને માટે લખી હોય તો ,ફક્ત એક ફેર કરવો પડે.
પહોંચી સીધી ઘેર.
બાળકો તરફ જોયું ન જોયું
અને રસોડાની સોડમાં લપાઈ ગઈ.—-કવિશ્રીએ અહી સ્ત્રીની મજબૂરીની પરાકાષ્ઠા બતાવી છે.
ને બદલે
પહોંચી સીધા ઘેર
બાળકો તરફ જોયું ન જોયું
અને વારાફરતી ટીવી અને કૉમ્પ્યુટરમાં ગુંથાઈ ગયો.
Well said Doptiben.
very true…
Agree with you
Well said
perfect… 🙂
કાવ્યમાં કવિએ આજની નોકરીકરતી સ્ત્રીની દિવસ ભરની પ્રવૃતિનો ચિતાર આપ્યો છે. સ્ત્રી તરીકેનું જે પ્રકૃતિ દત્ત તત્વ આજે ગાયબ થયેલું કવિને લાગે છે. સુંદર રજૂઆત
Good
મોટા શહેરોમાં કામ કરતી વર્કિંગ વુમનની જીવન શૈલીનો સાચો ચિતાર.
સુરેશભાઈ કવિ હોય એટલે પૂછવાનુ જ શું !!
આભાર,
નયન
સન્સાર ચક્ર ચલાવવા બેવડી જવાબદારી અદા કરતા સ્ત્રીવર્ગને વાચા આપતી, શ્રીદલાલ સાહેબની વધુ એક સુન્દર રચના.
મારો એક પ્ર્શ્ ચે .કે સ્ત્રિ ના હોત તો ?
યોગેશભાઇ,કોર્સ બહાર ના પ્રશ્નો પુછવાની મનાઈ છે….
કેમ દવેસાહેબ, … જવાબ નથી આવડતો એટલે ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}
બાળકો તરફ.. લાઈન સેટ નથી થતી.
સ્ત્રી તો ચોવિસે કલાક બાળકો તરફ જોતી જ હોય છે, કામ ભલે ને ગમે તે કરતી હોય. કદાચ ગુડ નાઈટ ભુલી જાય તો સ્વપ્નમા બાળકોને ‘ગુડ નાઈટ’ કરી લે છે.
જમે નહી, પણ બાળકોને તો….
સ્ત્રી એટલે સ્ત્રી..!
નોકરી કરતી હોય તો શુ થયુ?