વાલમનો ઠપકો – શિવજી રૂખડા

[‘અખંડ આનંદ’માંથી સાભાર.]

આટલી વાલમ લગાડી વાર કાં ?
હર વખત કાઢી સમયની ધાર કાં ?

મેં તમારા પર ભરોસો કેટલો કીધો હતો,
એ દિલાસા પર સતત મેં શ્વાસ પણ લીધો હતો.

હર એક આ પળનો સતાવે ભાર કાં ?
આટલી વાલમ લગાડી વાર કાં ?

હું જણસ તારી હતો તેં એટલે તોળ્યો મને,
આ કટોરાઓ છલોછલ રાખવા ઘોળ્યો મને,

હર વખત આવો કર્યો વહેવાર કાં ?
આટલી વાલમ લગાડી વાર કાં ?

તું જ દરિયો, તું કિનારો તેં જ તો ભરતી કરી,
કાં બવંડરની તરફ આ નાવને તરતી કરી,

ના કરી થોડી ઘણી દરકાર કાં ?
આટલી વાલમ લગાડી વાર કાં ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

3 thoughts on “વાલમનો ઠપકો – શિવજી રૂખડા”

Copy Protected by Chetan's WP-Copyprotect.