માણસ – અશોક બાજપેયી (અનુ. કિશોર શાહ)

જો બચી શકે, તો તે જ બચશે
આપણા બધામાંથી થોડોક અમથો માણસ.
જે રોફ સામે નથી કરગરતો,
પોતાનાં સંતાનોના માર્કસ વધારવા નથી જતો માસ્તરોના ઘેર,
જે રસ્તે પડેલા ઘાયલને બધાં કામ છોડી સહુથી
પહેલાં હોસ્પિટલે પહોંચાડવાની સંભાળ લે છે.
જે પોતાની હાજરીમાં થયેલા હુમલાની જુબાની આપતાં
નથી અચકાતો તે જ થોડોક અમથો માણસ.
જે વૃદ્ધો પાસે બેસતાં નથી કંટાળતો,
જે પોતાના ઘરને ગોદામ બનતાં બચાવે છે
આ દુનિયાને નરક બનાવી દેવા માટે બીજાને
નથી ભાંડતો તે જ થોડોક અમથો માણસ
જેને ખબર છે કે
વૃક્ષ પોતાની પાંદડીઓથી ગાય છે રાતદિવસ એક લીલું ગીત
આકાશ લખે છે નક્ષત્રોના ઝગમગાટમાં એક દિપ્ત વાક્ય
આંગણામાં વિખેરી જાય છે એક અજ્ઞાત વ્યાકરણ
તે જ થોડોક અમથો માણસ
જો બચી શકે તો તે જ બચશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “માણસ – અશોક બાજપેયી (અનુ. કિશોર શાહ)”

Copy Protected by Chetan's WP-Copyprotect.