આબુનું વર્ણન – દલપતરામ કવિ

ભલો દૂરથી દેખતાં દિલ આવ્યો,
ચઢી જેમ આકાશમાં મેહ આવ્યો;
દીસે કુંડનો દેવતા બીજ જેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.

તિથી પૂનમે શોભિયા સાંજ ટાણે,
બન્યા ઘંટ બે સૂર્ય ને સોમ જાણે;
દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.

કદી ઉપરે જૈ જુઓ આંખ ફાડી,
ઝૂકી ઝાડનાં ઝુંડની ઝાઝી ઝાડી;
મહા સ્વાદુ માગ્યો મળે મિષ્ટ મેવો.
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.

દિસે વાઘ ને વાંદરા સિંહ હર્ણાં,
ઝરે નિર્મળા નિરનાં નિત્ય ઝર્ણાં;
શીળો ને સુગંધી વહે વાયુ તેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.

તહાં તેર ગાઉતણે તો તળાવે,
પિવા ગામ અગીયારના લોક આવે;
જહાં જેઠ માસે ન દીસે પ્રસેવો,
દીઠો આજ આબુ ગિરિરાજ એવો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગામની વિદાય – પ્રહલાદ પારેખ
લોકમિલાપ સ્મરણિકા – સં. મહેન્દ્ર મેઘાણી Next »   

10 પ્રતિભાવો : આબુનું વર્ણન – દલપતરામ કવિ

 1. Abhishek says:

  અરે ઘરે જ મને તો આબુની યાત્રા થઈ ગઈ…સરસ…

 2. Amit Degada says:

  Ketlu Saral ane sachot Varnan! Aa kavita ma kavi ne aabu raj matr parvat nahi ek vyakti jevo dise chhe……Aabu Parvat Sadiyo thi Gujarat no Rakshak rahyo chhhe, Gujarat na Blood ma j Aabu prtye ek aneru Aakrshan hoy chhe.

 3. pragnaju says:

  તિથી પૂનમે શોભિયા સાંજ ટાણે,
  બન્યા ઘંટ બે સૂર્ય ને સોમ જાણે;
  દીપે દેવ હાથી કહે કોઈ કેવો,
  દીઠો આજ આબુ ગિરિરાજ એવો.
  કેવુ સરળ સુંદર વર્ણન

 4. sima shah says:

  કવિ દલપતરામની દરેક કવિતાઓ વાંચવી અને માણવી ગમે…………..
  આભાર
  સીમા

 5. ઊઁટ કહે ….શરણાઇવાળો….કરોળિયો….આ બધી
  કવિતા બાદ સુઁદર વર્ણનની મજા માણી.આભાર !

 6. Shailesh Patel says:

  ”jahan jeth mase parsevo n dise”wah!!

 7. GG HERMA -GANDHINAGAR says:

  હુઁ ભણતો ત્યારે આ કાવ્ય મારા ભણવામા આવતુ હતુ અને મને બહુજ ગમતુ હતુ દુરથી દેખાતા ડુગરનુ દ્રશ્ય કેવુ હોય તેની ક્લ્પના તે દિવસે કરતો હતો તે ઘણા વર્ષો બાદ આકાવ્ય વાઁચવા મળ્યુ આનદ થયો

 8. Kumi Pandya says:

  બહુ જ સરસ કવિતા – “હતો હું સુતો પારણે પુત્ર નાનો……મહા હેતવાળી દયાળી જ મા તું” કવિતાના ઢાળમા ગાઈ શકાય

 9. swami nijanand says:

  મળે માલ જેને લેવો હોય જેવો ….,
  પંક્તિઓ ખૂટે છે …

 10. આ કાવ્યમાં થોડી પંક્તિઓ ખૂટે છે,ખૂટતી પંક્તિઓ:. બન્યા બંગલા ને બન્યા ત્યાં બજારો. રૂડા રોજગારી કરે રોજગારો. .,…………………. રચ્યા છે રૂડા છંદ દલપતરામે. (ખાલી જગ્યાની પંક્તિ મને યાદ નથી આવતી.અમે ભણતા ત્યારે આ કવિતા આવતી હતી,ઘણા સમયથી આ કાવ્ય શોધતો હતો, આજે મળી ગયું, વાંચીને બાળપણ યાદ આવી ગયું. ધન્યવાદ..,….શક્ય હોય તો પૂરેપૂરું કાવ્ય મૂકવાની વિનંતી..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.