ગામની વિદાય – પ્રહલાદ પારેખ
હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
તારી આ માટી, તારું પાણી, હે ગામ મારા !
તારી આ ઝાડવાંની છાયા,
એની લાગી છે મને માયા;
છોડવાં નો’તાં એને છોડવાં આજે :
જાણે હૈયાનાં ખેંચાયે છે ચામ…… મારા નાનપણાના ગામ….
ના રે કળાયા કદી, નેહના વેલા એવા,
ભોંયે આ તારી પથરાયા;
જાવા ઉપાડું મારા પાયને ત્યાં તો એમાં,
ડગલે ને પગલે એ અટવાયા.
ક્યારે બાંધી લીધો’તો મને આમ ?….. મારા નાનપણાના ગામ….
તારા ડુંગર ને તારા વોંકળા, હે ગામ મારા !
તારાં આંસુ ને તારાં હાસ;
હૈયાને મારા એવો બાંધી લીધો છે જાણે,
કોઈ અદીઠ એવી રાશ :
ખેંચી ઊભાં છે આજ એ તમામ !…… મારા નાનપણાના ગામ….
હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.



Bahu J Saras…..Lagani bharyu Hraday jyare lakhe tyare aavi Uttam Kruti j rachay…. Saher ma rahiye to pan Gaam e Gaam……
Haal ne Bheru Gamde Jayiye, e kavita agar Sakya Hoy to Please Upload kar jo Mrugesh Bhai
હે જી મારા નાનપણાના ગામ ! મારા બાળપણાના ધામ !
તને કરું રે પરણામ, તને કરું રે પરણામ.
અમારા દિલની વાત
oh!!!vatan na gamni yad aavi gai.
મારા ગામ મા મારા મિત્રો અત્યરે નથિ પન ગામ ને ભુલિ ગયા ચે,કાલે ફોન કર્યો કે ગામ ને યાદ કરો…..ઉજેડિયા મિત્ર્રત્રો રિન્કેશ્,કલ્પેશ્,જિગ્નેશ્
પોતાનું ગામ – વતન – જેની ધૂળમાં મોટા થયા હોઈએ એ હંમેશાં આદરપાત્ર હોય છે જ. તેની યાદ કોઈ પણ ઊંમરે હંમેશાં સતાવતી હોય છે. માણસ માત્રને જો પોતાનું વહાલું ગામ છોડવું પડતું હોય તો તે ” રોટલાને હાટું ” ! અને , કદાચ એટલે જ પોતાના વહાલા વતનનો વિયોગ માનવીને જિંદગીભર સાલે છે. વતન તને સલામ !
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}