[ માનવી સાવ સામાન્ય સ્થિતિમાંથી ધારે એટલો આગળ વધી શકે છે. તદ્દન નિઃસહાય પરિસ્થિતિમાંથી પણ કેવી રીતે રસ્તો કાઢી શકાય તેની આ સત્યઘટના છે. જેને ધગશ છે તે પોતાનો માર્ગ કોઈ પણ રીતે શોધી લે છે, એમ આ કથાનક આપણને સંદેશો આપી જાય છે. ]
મહારાષ્ટ્રમાં એક અદ્દભુત સંસ્થા છે, તેનું નામ માધુકરી. ગરીબ વિદ્યાર્થીઓની ભણવાની સગવડ માટે ત્યાં માધુકરીની પ્રથા જૂના કાળથી ચાલતી આવી છે.
એક ગામડાનો છોકરો દસ વરસનો થયો. એના મનમાં થયું કે, આપણે ભણીએ તો જ આપણો ઉદ્ધાર થાય. બસ ! તેણે પોતાની મા પાસેથી બે-ચાર રોટલી, થોડી ચટણી, પૌંઆ અને ગોળ, એટલું લીધું અને ચાલ્યો શહેરમાં. કયું શહેર ? ગમે તે – પૂના, નાશિક, બેલગામ અથવા ઉમરાવતી. શહેરમાં જઈને બે-ચાર ઘેર તપાસ કરી કે રહેવાની જગા મળશે કે કેમ. જગા તો મફત જ જોઈએ. જગા ન મળી. છોકરો સીધો ગયો મંદિરમાં, અને એણે ત્યાં પોતાની પથારી પાથરી. બીજે દિવસે મળસકે ઊઠ્યો, નાહીધોઈ તિલક કરી નિશાળમાં કે શાસ્ત્રી પાસે ગયો.
‘ગુરુજી ! મારે ભણવું છે.’
ગુરુજી કહે : ‘ઠીક, બેસ ભણવા. તું ક્યાં રહે છે ?’
‘હું કાલે જ આવ્યો છું. મુરલીધરના મંદિરમાં ઊતર્યો છું.’
ગુરુજી પાસેથી પ્રથમ પાઠ લખી છોકરો દસ વાગ્યે પાછો આવ્યો. હાથપગ ધોઈને અબોટિયું પહેરી, હાથમાં ઝોળી લઈને બહાર નીકળ્યો. ઝોળી એટલે બે હાથ ચોરસ એક લૂગડું. એના બબ્બે છેડાની ગાંઠ વાળે છે ને વચ્ચે થાળી મૂકે છે. એક હાથમાં લોટો હોય. આટલું સાહિત્ય લઈને જે પોળમાં તે રહેતો હોય ત્યાં કોઈ ઘરના બારણા આગળ ઊભો રહીને છોકરો સ્પષ્ટ, શુદ્ધ અવાજે પોકારે છે : ‘ઓમ ભવતિ ભિક્ષાં દેહી’ મોટું પીતાંબર પહેરેલી એક સ્ત્રી ઘરમાંથી બહાર આવે છે અને પૂછે છે : ‘અરે મુલા, તૂ નવીન દિસતોસ. તુ કુઠલા ? ઈકડે કોણાકડે શિકતોસ ?’ પ્રશ્નોમાં તિરસ્કાર બિલકુલ નહીં. સહાનુભૂતિ પણ નહીં; તે તો છોકરાએ મેળવવી રહી. છોકરાએ ટૂંકામાં પણ નિખાલસ દિલથી જવાબ આપ્યા ત્યારે ‘કાકુ’ અંદર ગઈ અને એણે કડછી ભાત, રોટલાનો એક ટુકડો અને એકબે કડછી ખાટી દાળ, એટલું છોકરાને આણી આપ્યું. રોટલા ઉપર ઘીનાં એક-બે ટીપાં તો હોય જ. તમે કહેશો, કેટલી કંજૂસાઈ ! પણ આવા પાંચ-દસ છોકરા તો માધુકરી માટે આવવાના, અને કાકુ બધાંને થોડું થોડું આપ્યા વિના ન રહે.
આટલું લીધું અને ગયો તે છોકરો બીજાને ત્યાં. ત્યાં પણ ‘ઓમ ભવતિ ભિક્ષાં દેહિ !’ ત્યાં પણ એવા જ સવાલ અને જવાબ. ત્યાં પણ એટલો જ ભાત, એટલો જ રોટલો અને એટલું જ ઘી મળ્યું. ખાટી દાળને બદલે અહીં શાક મળ્યું. ત્રીજાને ત્યાં ગયો. ત્યાંની કાકુએ કહ્યું, ‘હજી રસોઈ તૈયાર થઈ નથી; પણ થોડો ગોળ આપું.’ છોકરો પાંચ-છ ઘર ફર્યો અને તેને બે ટંક પૂરતું ખાવાનું મળી ગયું. ઉતારે આવ્યો અને જે મળ્યું હતું એમાંથી કેટલાક રોટલાના કકડા, ગોળ અને શાક તેણે કેળના પાંદડા પર નોખાં મૂક્યાં. બાકીનું ખાઈ, થાળી ઊટકી એ જ થાળીમાં સાંજનું ખાવાનું મૂક્યું અને ઝોળી ખીંટી પર મૂકી દીધી. ફરી બપોરે ભણવા ગયો. ત્યાં નિશાળના કેટલાક છોકરાઓ સાથે મૈત્રી કરી. સાંજે બધા સાથે સારી પેઠે રમ્યો. એની રમવાની હોશિયારી જોઈ છોકરા ખુશખુશ થઈ ગયા. એને પૂછવા લાગ્યા, ‘તું કોણ ? ક્યાંનો ? હમણાં ક્યાં રહે છે ?’
મહારાષ્ટ્રમાં આવી માધુકરી માગી ખાવું અપમાન ભરેલું ગણાતું નથી. ગરીબાઈ એ કાંઈ પાપ નથી. આળસ પાપ છે. છોકરો કોઈ એક ઘર ઉપર આધાર રાખતો નથી, કેમ કે તેથી એને પરતંત્ર થવું પડે અને ઘરના લોકોની ખુશામત કરવી પડે; જમવાનો, ભણવાનો, નિશાળે જવાનો વખત ન સચવાય. માટે એ પાંચ-દસ ઘર ફરે છે. એને જાતજાતનું ખાવાનું મળે છે. બધા લોકો સાથે એને ઓળખાણ થાય છે; અને એથી વિશેષ તો એ કે જેટલાને ત્યાંથી એ ખાવાનું લઈ આવે છે તેટલાની એના પર દેખરેખ રહે છે. આ બધા લોકોની માયા મેળવવી અથવા મળતી માધુકરી ગુમાવવી, એ એના ચારિત્ર્ય અને ઉદ્યોગ પર અવલંબે છે.
ત્રીજે દિવસે રજા હતી. તે દહાડે આપણો છોકરો નવા કરેલા કેટલાક દોસ્તોને ઘેર ગયો. ત્યાં તેને જોઈતી જૂની ચોપડી મળી ગઈ. ‘અમરકોશ’ અથવા ‘ડિક્શનરી’ જેવી ચોપડી તો એને મળે જ નહીં. પણ કાંઈ ફિકર નહીં. બપોરે કે રાત્રે કોઈ છોકરાને ત્યાં જઈ ડિક્સનરીમાંથી એ શબ્દ ખોળી કાઢશે. છોકરાનું ભણતર ઠીક ચાલ્યું. પણ એને વ્યાકરણ કંઈ બરાબર આવડે નહીં. હવે શું કરવું ? પેલો દેશપાંડેનો ગણપત વ્યાકરણમાં હોશિયાર છે. એ રોજ અરધો કલાક આપશે, તો બે મહિનામાં હું તૈયાર થઈ જઈશ. છોકરો ગયો ગણપતને ત્યાં અને કહ્યું, ‘ગણપત, હું તારે ત્યાં રોજ દેવપૂજાને માટે ફૂલ અને તુલસી આણી આપીશ. મને તું વ્યાકરણ ભણાવીશ ?’ ગણપતે કહ્યું : ‘ખુશીથી.’ બે મહિનામાં છોકરાનું વ્યાકરણ પાકું થયું. એક દિવસ ગણપતના દાદાએ છોકરાને પૂછ્યું : ‘તને દેવપૂજા આવડે છે ?’ છોકરાએ કહ્યું : ‘ના જી, હું તો ફક્ત સંધ્યા અને રામરક્ષા ભણ્યો છું.’ ડોસાએ કહ્યું : ‘ત્યારે અમારા ગણપતને ‘પુરુષસૂક્ત’ ભણાવવા રામભટ્ટ શાસ્ત્રી આવે છે એની પાસે આવીને તું પણ ભણજે.’ ડોસો મનમાં કહે : ‘છોકરો ચાલાક લાગે છે, બે મહિનામાં વ્યાકરણ શીખી ગયો ! ગણપત સાથે વેદ ભણશે તો ગણપત પણ ખંતથી અભ્યાસ કરશે. સ્વાર્થ પણ થયો અને પરમાર્થ પણ થયો.’
ધીમે ધીમે છોકરાનું શરીર, એનું ભણતર, એનું ચારિત્ર્ય અને એની કીર્તિ વધતાં ગયાં. સ્વાભાવિક રીતે એના દશ-બાર વાલીની એના તરફની સહાનુભૂતિ પણ વધી. છોકરાનું ચારિત્ર્ય અને તેની હોશિયારી જોઈ ગણપતના દાદાએ તેને કહ્યું : ‘અલ્યા, તું મંદિરમાં રહે છે એના કરતાં અમારે ત્યાં આવીને રહે. અમારે ત્યાં જ તું જમ અને રોજ સવારની દેવપૂજા કર.’
છોકરો કહે : ‘તમારે ત્યાં તો આવીશ, પણ હું તો માધુકરી માગીને જ ખાઈશ. તમારે ત્યાં હું દેવપૂજા કરીશ, તેના બદલામાં તમે મને પહેરવાનાં કપડાં અને લાઈબ્રેરીના ચાર આના આપશો તો ઠીક થશે.’
ઘણાં વરસ આ રીતે ગયાં. હવે તે છોકરો પોતે શહેરના એક-બે છોકરાને ગણિત ભણાવે છે. તેમાંથી સારું કમાઈ લે છે. છતાં એણે માધુકરી છોડી નથી. પછી તે છોકરો ગણપત સાથે કૉલેજમાં ગયો. ત્યાં છાત્રાલયમાં સાત કલબ છે. ગણપતની ઓળખાણને લીધે બધી કલબમાં એને વાર મળ્યા. વાર એટલે અઠવાડિયામાં એક એક દિવસ એક એક કલબમાં મફત જમવાની રજા. એટલે દરેક કલબમાં મહિનામાં કુલ ચાર દિવસ જમે. મફત જમે છે, તેથી તે કંઈ કોઈનો ઓશિયાળો નથી. ચર્ચા-પરિષદમાં તે આગળ પડતો ભાગ લે છે, પ્રતિસ્પર્ધીઓનો સખત વિરોધ કરે છે અને પોતાના મત વિશે અભિમાન ધરાવે છે. છોકરાઓને ભણાવીને મેળવેલા પૈસાથી એણે પ્રથમ સત્રની ફી આપી. સત્રાંત પરીક્ષામાં એનો નંબર ત્રીજો આવવાથી એને છાત્રવૃત્તિ મળી અને ધીમે ધીમે તે એક પ્રખ્યાત વિદ્વાન બની ગયો. આજે એને સારો પગાર મળે છે. એને ત્યાં ત્રણ વિદ્યાર્થી રહે છે અને ઉપરાંત દસને માધુકરી મળે છે.
28 thoughts on “માધુકરી – કાકાસાહેબ કાલેલકર”
very old story but fine
આ રીત આપણે ચાલૂ કરવી જોઈઍ વિદયા મેળવવા નો અધિકાર બધા ને આ રીતે જ મળશે
very true
Nachiketa jevi vrutti hovi joie mafat mare swarg pan na joie ,hu kam karine abhyas karu koi madad kare to lau baki bhig magine siksha leva vala desh mate ke samaj mate adarsh rup nathi……I like not it,It not indian culture
Great determination.
when there is a will there is a way….!!! the whole story follows this statement..really heart touching story…fabulous…!!!
ખુબ સરસ્
આ અને ડબ્બાવાલા વિ. જેવા ભારતીય મેનેજમેન્ટ મોડેલ્સ માં સંતુલીત વિકાસ ની ધણી જ શક્યતાઓ છે અને વળી તેમાં આપણી સંસ્કૃતિની સુવાસ પણ છે.
કૃષ્ણ કરતાં વધારે સારા મેનેજમેન્ટ ગુરૂ કોણ હોઈ શકે? સરદાર કે ચાણક્યથી વધારે સારા કુટનિતીજ્ઞ કોણ હોઈ શકે? શું આઈ. આઈ. એમ. નાં અભ્યાસક્રમોમાં તેમને સામેલ કરાય છે?
આપણી બધી જ સમસ્યાઓ નાં ઉકેલ માટે વિદેશી મોડેલ્સની બેઠી ઊઠાંતરી કરવા કરતાં થોડું મગજ કસી ને આવા ભારતીય મોડેલ્સ અપનાવવા અને વિકસાવવા જૉઈએ.
ગરીબાઈ એ કાંઈ પાપ નથી. આળસ પાપ છે
very well said
Verry goodddddddd………..
એક્દમ નવુ અને સારુ જાણવા મળ્યુ…
very good story
ખુબ જ સરસ પરંતુ આજ ના સમય માટે યોગ્ય છેં?
ખુબ ગમ્યુ.
માધુકરી ની વ્યવસ્થા હાલની સમાજ વ્યવસ્થાનો એક ભાગ બની શકે તે અંગે વિચારવુ જોઈએ.
very nice story
vishnu bhai ni vaat vicharva jevi
VERY GOOD STORY FOR NEW JENRATION
ખુબ જ સરસ આવા વિધારથિ થકિ દેશ આગળ આવે ચે.
ખુબ સરસ પણ માગિ ને ખાવુ એ મારા દાદા ને ગમતુ નથિ.
KAKASAHEB WAS A GREAT MA. WE CAN NEVER FORGET THIS MAN.
મને ગમિ ઉ પન અતિયાર ન જમઆના મા ચલે આ બધુ ?
Thanks to the writer, this the right time to feed back new generation, because if parents will read then only they will try to feed back to there kids, some people says that this is very old but , I say that Old Is Gold,if we read this then only we understand the value of education. Hope you will give more story of this type of subject.
કાકાસાહેબ કાલેલકર નાં લેખ વાંચી ને ખુબ આનંદ થયો !
નાનપણ માં તેમની “સ્મરણ યાત્રા” “ઓતરાતી દીવાલો” અને બીજા પુસ્તકો વાંચ્યા છે !
ફરીફરી ને વાંચવા નું મન થાય એવા છે !
સવાઈ ગુજરાતી તરીકે તેઓ ઓળખાતા !
SO INSPIRING, TODAY WE HAVE MADHYAHAN BHOJAN ARRANGEMENT IN SCHOOLS BY GOVT, BUT STILL KIDS DONT STUDY, THIS CHARACTER DISPLAYS A SHARP CONTRAST TO WHAT IS USED TO BE FEW DECADES BACK AND THE CURRENT SCENARIO..THE RESULTS ARE EVIDENT
માધૂકરી
માન. મુ.વ. કાકાસાહેબનું સાહિત્યસ જગતમાં ટોચનું સ્થાન છે અને રહેશે. માધૂકરી દ્વારા સત્ય ઘટનાનું શબ્દોરમાં ખુબજ સુંદર નિરૂપણ કરેલ છે. બન્ને પગે અપંગ એવા ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા યુવાનને કમાવા માટે શહેરમાં એકલે હાથે કોમ્યુટર ઓપરેટીંગ કરી મહિને આશરે ૭૦૦૦ હજાર વળતર મેળવતા જોયા છે. ફકત એક જ ટંક માધુરકી જેમ ભોજન મેળવી ગામડામાં રહેતા ગરીબ માતા-પિતાનું ભરણપોષણ કરવાની નેમ ધરાવે છે. આજના પરાવલંબી સશક્ત માનવીઓ શીખ લેશે તો આવી સત્યો ઘટના જાણી-વાંચી યર્થાથ લેખાશે.
પિયુષ
AAPNU PRCHIN BHARAT POTE VIDHYA NE GYAN NE KETLU MAHTVA AAPE CHE TE AA PARTHI JAANI SAKAY BIJU KE LOKO PAN NISHVARTH BHAVE POTANI FARAJ NA BHAG RUPE JARURIYAT VALA NE MADAD KARE JETHI TE POTE AAGAL POTANO VIKAS KARI SAKE KETLI SUNDR SAMAJ VYVSTHA JE AAJE AAPNE BHULI GAYA CHIYE PAN . AAJ MATE PAN TETLIJ JARURI CHE KARAN SHIKSHA J DESH NE JIVAN NO ANDHKAR DUR KARI SAKE CHE
માગ્વુએ આપનીસન્સ્ક્રુતિ નથી,અહિયા સિહ પેદ થવા જોઇએ ગેટા બક્રરા નહિ
Truly inspirational.
“ગરીબાઈ એ કાંઈ પાપ નથી. આળસ પાપ છે.”
Where there is a will, there is a way…The zest to achieve something will always show path to reach to the destination.
Thank you for sharing this with us.