ગઝલ – હેમેન શાહ

[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]

પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.

પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.

ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.

સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.

કીમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકશાનમાં.

સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં

મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઝોકું ! – દેવેન્દ્ર દવે
શીખવી દે છે – નીરવ વ્યાસ Next »   

9 પ્રતિભાવો : ગઝલ – હેમેન શાહ

 1. Pratik says:

  Excellent gazal

 2. Neha...........Harsh says:

  Gooooood…………… with nice morning

 3. khubaj saras saras saras…
  ખરેખર માનવની ફ્રુતિ લાગે હો…

 4. Hardik Sathwara says:

  સર સ અતિ ઉત્તમ

 5. ખુબ સુંદર

  “મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી,
  માત્ર મેં કક્કો લીધો સામાનમાં” …….. કક્કો લીધો એટલે બધો અસબાબ આવી ગયો.

 6. Hardik joshi says:

  કીમતી પળ આપીને સોદો કર્યો,
  હું કમાયો પણ રહ્યો નુકશાનમાં……. Really very nice………

 7. હેમેનભાઇ ખુબ જ સુંદર ગઝલ , મજા આવી ગઇ

 8. JITENDRA says:

  veeryyyyy goooood

 9. Kalidas V. Patel { Vagosana } says:

  હેમેનભાઈ,
  બધીય રંગીન ચીજોને છોડીને માત્ર કક્કાનો અસબાબ લઈને નીકળી પડનારને સલામ !
  ગઝલ બહુ જ ગમી. જાણે કાનમાં આવીને ગઝલ ખુદ ગણગણી ગઈ !
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.