[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
પંખી પાસે આવ્યું, બોલ્યું કાનમાં,
આ ઋતુ આવી તમારા માનમાં.
પૃથ્વીએ પડકાર વાદળને કર્યો,
પાણી હો તો આવી જા મેદાનમાં.
ખીલવાનો કંઈ નશો એવો હતો,
પાંદડાં ખરતાં ન આવ્યાં ધ્યાનમાં.
સત્ય ક્યાં છે એક સ્થળ પર કે સતત ?
ઓસ વેરાયું બધે ઉદ્યાનમાં.
કીમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકશાનમાં.
સાબિતી કે તારણોમાં શું મળે ?
જો હશે તો એ હશે અનુમાનમાં
મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં.
9 thoughts on “ગઝલ – હેમેન શાહ”
Excellent gazal
Gooooood…………… with nice morning
khubaj saras saras saras…
ખરેખર માનવની ફ્રુતિ લાગે હો…
સર સ અતિ ઉત્તમ
ખુબ સુંદર
“મોંઘી ને રંગીન કંઈ ચીજો હતી,
માત્ર મેં કક્કો લીધો સામાનમાં” …….. કક્કો લીધો એટલે બધો અસબાબ આવી ગયો.
કીમતી પળ આપીને સોદો કર્યો,
હું કમાયો પણ રહ્યો નુકશાનમાં……. Really very nice………
હેમેનભાઇ ખુબ જ સુંદર ગઝલ , મજા આવી ગઇ
veeryyyyy goooood
હેમેનભાઈ,
બધીય રંગીન ચીજોને છોડીને માત્ર કક્કાનો અસબાબ લઈને નીકળી પડનારને સલામ !
ગઝલ બહુ જ ગમી. જાણે કાનમાં આવીને ગઝલ ખુદ ગણગણી ગઈ !
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }