ઝોકું ! – દેવેન્દ્ર દવે

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

તજો દોડધામો – મળી જાય ઝોકું,
જુઓ, સૌ સુખો સાંકળી જાય ઝોકું !

ભલે હોય બાળક અગર હો બુઢાપો,
અચાનક બધાંશું હળી જાય ઝોકું !

હશે ઑફિસો કે પછી પાઠશાળા
નયનમાં જરા ખળખળી જાય ઝોકું !

ભરી પેટ હોંશે બપોરે જમ્યા હો,
સરત રાખજો ના છળી જાય ઝોકું !

કશો ભેદ ક્યાં રાય કે રંક વચ્ચે ?-
ઘડીભર મજાનું મળી જાય ઝોકું !

કદી વાંસળીના – કદી તાંસળીના-
સ્વરે કે સવાદે લળી જાય ઝોકું !

કરે બંદગી કાં ન ‘બંદો’ ખુદાને,
તજું શ્વાસ વેળા ફળી જાય ઝોકું !

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “ઝોકું ! – દેવેન્દ્ર દવે”

Copy Protected by Chetan's WP-Copyprotect.