ઝોકું ! – દેવેન્દ્ર દવે

[‘ઉદ્દેશ’ સામાયિકમાંથી સાભાર.]

તજો દોડધામો – મળી જાય ઝોકું,
જુઓ, સૌ સુખો સાંકળી જાય ઝોકું !

ભલે હોય બાળક અગર હો બુઢાપો,
અચાનક બધાંશું હળી જાય ઝોકું !

હશે ઑફિસો કે પછી પાઠશાળા
નયનમાં જરા ખળખળી જાય ઝોકું !

ભરી પેટ હોંશે બપોરે જમ્યા હો,
સરત રાખજો ના છળી જાય ઝોકું !

કશો ભેદ ક્યાં રાય કે રંક વચ્ચે ?-
ઘડીભર મજાનું મળી જાય ઝોકું !

કદી વાંસળીના – કદી તાંસળીના-
સ્વરે કે સવાદે લળી જાય ઝોકું !

કરે બંદગી કાં ન ‘બંદો’ ખુદાને,
તજું શ્વાસ વેળા ફળી જાય ઝોકું !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous આ નથી ને તે નથી – જયવતી કાજી
ગઝલ – હેમેન શાહ Next »   

10 પ્રતિભાવો : ઝોકું ! – દેવેન્દ્ર દવે

 1. Neha...........Harsh says:

  Very Nice………..

 2. મુકેશ પંડ્યા says:

  વાહ, મજા પડી ગઈ. ઝોંકા ઉપરની આ પહેલી ગઝલ વાંચવામાં આવી.

 3. krupa says:

  perfect for summer noon…………………………….

 4. Rasik Thanki says:

  ખુબ સરસ

 5. sapan says:

  મઝા આવિ………..

 6. Kalidas V. Patel { Vagosana } says:

  દેવેન્દ્રભાઈ,
  બિલકુલ નવા જ વિષય પરની મજાની ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

 7. Kukvava Avsar Ranchhodbhai says:

  ગઝલ ખુબ ગમેી

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.