[ ‘જનકલ્યાણ’ મે-2011માંથી સાભાર. આ લેખ સત્યઘટના પર આધારિત છે; જેની રજૂઆત શ્રીમતી મનીષાબેન પ્રસાદ પટવર્ધને કરી છે અને તેનું શબ્દાંકન અરુણાબેન જાડેજાએ કર્યું છે.] પિયર કહો એટલે દરેક સ્ત્રીના મોં પર એક જાતનો સંતોષ, આનંદ, ઉત્સાહ, અચરજ, ગર્વ એવા વિવિધ ભાવો ઊભરતા જોવા મળે છે. મરાઠી કવયિત્રી બહિણાબાઈએ પોતાની […]
Monthly Archives: May 2011
[‘આવકાર’ પુસ્તકમાંથી સાભાર.] વર્ષોથી ચાલી આવતી આપણી આર્થિક નીતિઓમાં મોટા પાયે પરિવર્તન લાવવામાં આવી રહ્યું છે. આ બદલાતી જતી આર્થિક વ્યવસ્થાને સરકારે ‘આર્થિક સુધારાઓ’ એવું નામ આપ્યું છે. આપણે એવી સામાજિક પરિસ્થિતિમાં જીવીએ છીએ કે ‘આર્થિક સુધારાઓ’ હોય કે ‘આર્થિક બગાડાઓ’ હોય, આપણે એમને સ્વીકાર્યા વિના છૂટકો નથી. આ આર્થિક […]
[‘નવનીત સમર્પણ’ જૂન-2006માંથી સાભાર. આપ શરીફાબેનનો (સુરત) આ સરનામે સંપર્ક કરી શકો છો : skvijaliwala@yahoo.com] [ આ વાર્તાઓ તળ કાઠિયાવાડનાં લગભગ બધાં જ ગામડાંઓમાં કહેવાતી. મેં આ બધી વાર્તાઓ નાનપણમાં મારી બા પાસેથી સાંભળેલી. આપણે આ વાર્તાઓને શ્લીલ-અશ્લીલનાં લેબલ મારીએ કે કવિન્યાય, તાર્કિકતાની તપાસ કરીએ. પણ સૌરાષ્ટ્રમાં હજી આજેય મેં […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] [1] સાચો કલાકાર – સં. ઈન્દુબહેન પંડ્યા મંદિરના પગથિયે એક યુવાન બેશુદ્ધ બનીને પડ્યો હતો. યુવાનનો વિલાયેલો ચહેરો, અને બંધ આંખો, બેસી ગયેલા ગાલ, સપાટ પેટ જોઈને ખ્યાલ આવી જાય કે એ કેટલાય દિવસનો ભૂખ્યો હશે. મંદિરમાંથી પૂજારીનાં પત્ની બહાર આવ્યાં. તેણે પેલા યુવાનની હાલત જોઈ. એ […]
[‘અખંડ આનંદ’માંથી સાભાર.] લખુડી, લખલખ કર મા, ભજ ભાવે ભગવાન. તર, આવી છે તક આ તુંને, મેલ સલુણી માન… લખુડી… વિવિધ વિષયનાં વર્ણન વખતે ભૂલ ન ભોળી ભાન. નવ બોલ્યામાં નવ ગુણ એનું કેમ ન સમજે શાન ?… લખુડી… ષડરસ ભોજન વિષમ વિસારી કર હરિરસનું પાન. અવસર જાય અરે આ […]
[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.] બારી ઉઘાડતાં જ સવારે ધસી આવે છે અંદર તાજી હવા. પછી સામેનાં વૃક્ષો હલાવે છે હાથ અને પંખીઓ ઊડી આવે છે નજીક ચણ ચણવા. નજીક આવે છે ફૂલછોડ, અને સુગંધ. અને જો તમારા પર વિશ્વાસ હશે તો એકાદ પતંગિયું પણ કદીક લટાર મારી જશે ઘરમાં તમારા અને […]
[કેનેડાના શિક્ષક અને લેખક ઓરિયાહ માઉન્ટન ડ્રીમરની અછાંદસ કૃતિનો અનુવાદ.] તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ ? અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ. તમારી ઉંમરમાં પણ મને રસ નથી. […]
કેમ છે ? મારી ચિંતા છોડી દે. તારી વાત કર. મારી જાણબહાર છાનીમાની તું અંદર ઘર કરીને બેસી ગઈ છે. ભલે પધારી. તું જરાયે સંકોચ ન રાખતી. હું તને પાળીશ, પોષીશ મારું રક્ત સીંચી તારી રક્ષા કરીશ. તને હસતી રમતી રાખીશ બસ, તું મને વળગેલી રહેજે લોકો ભલેને ચર્ચા કરતા. […]
[ ઉડિયાભાષાની ઉત્તમ વાર્તાઓનો સંગ્રહ ‘શ્રેષ્ઠ ઉડિયા વાર્તાઓ’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયો છે. આ વાર્તાઓનો અનુવાદ ડૉ. રેણુકાબેન સોનીએ કર્યો છે. તેમાંથી શ્રદ્ધાકર સૂપનારે લખેલી આ વાર્તા આજે માણીએ. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે રેણુકાબેનનો (અમદાવાદ) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ નંબર પર +91 79 26460225 સંપર્ક કરી […]
[એક દશ્યને સામાન્ય માનવી જે રીતે જુએ છે તેના કરતાં ચિત્રકાર કે ફોટોગ્રાફર અલગ રીતે જુએ છે. તેઓને તેમાં કંઈક વિશેષ દેખાય છે. તેઓ દશ્યના સુક્ષ્મ ભાવોને અનુભવી શકે છે. ‘રામનામ’ બાબતે આપણું અને ગાંધીજીનું એવું જ છે ! તેમના માટે રામનામ એ કોઈ જ જુદી જ ભૂમિકાએથી અનુભવાયેલું પરમ […]
[‘અરધી સદીની વાચનયાત્રા’ ભાગ-4માંથી સાભાર.] ફ્રાન્સનું નાન્તે શહેરઃ ઓગણીસમી સદીના પ્રથમાર્ધમાં ત્યાં એક અત્યંત કલ્પનાશીલ છોકરો વસતો હતો. કલ્પનાશીલ તો એવો કે કશું જ એને જેમનું તેમ દેખાય જ નહીં. પહાડ જુએ તો અંદર ગુફાઓની અને એમની અંદર વસેલી નગરીઓની કલ્પના કરે. વન જુએ તો એનાં ગાઢ વૃક્ષો વચ્ચે ચાલતાં […]
[‘મુંબઈ સમાચાર’ વસંત-વિશેષાંકમાંથી સાભાર.] વૃક્ષોના, માણસોના, સડક પર બેતહાશા ભાગી રહેલાં વાહનોની કતારોના પડછાયાઓ લંબાઈને એકબીજામાં ખોવાઈ જતા હતા. સાંજ લડખડાઈ રહી હતી. ઊતરી ચૂકેલી વાસંતી બપોરની બફારાભરી ગરમાહટ ધીરે ધીરે સાંજની ઠંડાશમાં કરવટ બદલી રહી હતી. સાંજની સૂરમઈ હવામાં ઊતરી રહેલું આછું ધુમ્મસ, વાહનોની પેટ્રોલ-ડીઝલી ધુમાડિયા વાસ સાથે ભળી […]