[ સૌ વાચકમિત્રોને આજે ગુજરાત રાજ્ય સ્થાપનાદિનની શુભકામનાઓ. આજના મંગલ દિને ગુજરાતનું ગૌરવ ગાતી એક રચના માણીએ.]
કોણ કે’ છે નમાલી છે પ્રજા ગુજરાતની ?
શૌર્યની ઈતિહાસમાં વાંચો કથા ગુજરાતની.
ગર્વ લેવા જેવી છે કૈં કૈં કથા ગુજરાતની.
કઈ કહું ? કઈ ના કહું ? મોંઘી મતા ગુજરાતની.
આ અમારું ભોળું ઉર ને એ જ ભોળા ઉર મહીં
ભોળી ભોળી ભાવનાઓ છે અહા ! ગુજરાતની.
મશ્કરી મારી તમે કરશો તો હું સાંખી લઈશ,
પણ નહીં સાંખી શકું નિર્ભર્ત્સના ગુજરાતની.
છે ભલે ને માળવાની મેંદી તેથી શું થયું ?
રંગ હા લાવી શકે એ તો કલા ગુજરાતની.
રહી ગયેલી પુણ્યવંતા પૂર્વજોની એક દી’
એષણા પૂરી અમે કરશું કદા ગુજરાતની.
આ હૃદયના ટાંકણા પર કોતરીને રાખશું
રક્તથી જેણે જલાવી જ્યોત આ ગુજરાતની.
આ વિરંચીએ રચેલી સૃષ્ટિ સૌ ખૂંદી વળો
ક્યાંય નહીં જડશે તમોને જોડ આ ગુજરાતની.
એ ખરા ગુજરાતીઓ બાકી બધા તો નામના
પ્રાણથી પ્યારી કરી જેણે ધરા ગુજરાતની.
ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.
એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
15 thoughts on “વાંચો કથા ગુજરાતની – મનહર દિલદાર”
રાજ્ય સ્થાપનાદિન નિમિત્તે માતૃભૂમિ ને શત શત પ્રણામ.
i love you gujrat
JAY JAY GARVI GUJARAT!! JAY JAY GARVI GUJARAT!! DEEPE ARUNU PARBHAT!! Kharekhar, gujaratnu prabhat deepi uthyu chhe. ”JANANI JANMABHUMISCHA SWARGADAPI GARIYASI” ### I LOVE GUJARAT###
JAY JAY GARVI GUJARAT
ગુજરાત રાજ્ય સ્થાપનાદિનેઆપણી ભાષાની સેવા કરવાના એક સહજ પ્રયાસ વિષે તમારો પ્રતિભાવ જરૂર જણાવશો …
આભાર!
જય જય ગરવી ગુજરાત…….
જય જય ગરવી ગુજરાત……. આ શબ્દ થી જ એક અલગ જ અનુભુતી થાય છે.
ખુબ જ સુંદર રચના.
આભાર
Proud to be an Gujarati, though styaed whole life in Mumbai, but heart beats only for Matrubhumi Gujarat.
ગુજરાતિ હોવનો ગર્વ લો………..proud to be gujarati
so………good
ઝાઝું તો હું શું કહું સુરભૂમિથી પણ અધિક
વહાલી વહાલી છે મને આ ભોમકા ગુજરાતની.
એમની પાસેથી હું ‘દિલદાર’ માગું શું બીજું ?
સ્થાપજો સેવા મને કરવા સદા ગુજરાતની.
—-
જય જય ગરવી ગુજરાત.
જય જય ગરવી ગુજરાત
૧૯૪૭ મા વિભાજ્ન થ્યુ અને હુ મારિ જ્ન્મ્ ભુમિ ગુજરાત થિ કરાચિ પાકિસ્તાન મા વસિગ્યો.જન્મ ભુમિ ગુજરાત અને માત્રુ ભાશા ગુજરાતિ.પ્ર્દેશ નુ તો વિભાજ્ન જ્ર્રુ થ્યુ પ્ણ મ્ન નુ વિભાસ્જ્ન થ્યુ નથિ. મ્ને ગુજરાતિ હોવાનો ગ્રવ છે અને સ્દા રહેશે વિભાજ્ન પેલ્લા ના એ સોનેરિ દિવ્શો કદિ ભુલિ શ્કાશે નહિ.જ્ય જ્ય ગર્વિ ગુજરાત ગુજરાત મોરિ મોરિરે તને મારા ભાવ ભ્ર્યા વન્દન
khoob maja aavi
જય જય ગરવી ગુજરાત સરસ …………………………………..
Jota rahejo