શીખવી દે છે – નીરવ વ્યાસ

અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે;
જનમતાવેંત આંખો સહુને રડતાં શીખવી દે છે.

જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.

ઊભો રહે છે સતત મસ્તક ઝુકાવી; હાથ જોડીને;
ન પૂછો કેવું-કેવું આ અભરખા શીખવી દે છે.

બધા ભાષાના ભપકા અહીં જરા પણ કામ નહિ લાગે;
ગઝલ છે નામ એનું, જે સરળતા શીખવી દે છે.

થવાનું કઈ રીતે ઊભા એ ‘નીરવ’ કોણ જાણે છે ?
ઘણા છે જે સુરક્ષિત રીતે પડતાં શીખવી દે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

20 thoughts on “શીખવી દે છે – નીરવ વ્યાસ”

Copy Protected by Chetan's WP-Copyprotect.