શીખવી દે છે – નીરવ વ્યાસ
અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે;
જનમતાવેંત આંખો સહુને રડતાં શીખવી દે છે.
જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.
ઊભો રહે છે સતત મસ્તક ઝુકાવી; હાથ જોડીને;
ન પૂછો કેવું-કેવું આ અભરખા શીખવી દે છે.
બધા ભાષાના ભપકા અહીં જરા પણ કામ નહિ લાગે;
ગઝલ છે નામ એનું, જે સરળતા શીખવી દે છે.
થવાનું કઈ રીતે ઊભા એ ‘નીરવ’ કોણ જાણે છે ?
ઘણા છે જે સુરક્ષિત રીતે પડતાં શીખવી દે છે.



ખુબજ સરસ્…
very nice ,truely said
વાહ…
“અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે;
જનમતાવેંત આંખો સહુને રડતાં શીખવી દે છે.”
જબ્બ્ર્ર્ર્ર જ્સ ગઝલ્
Nice one….
સુપેર્બ્………મઝા આવિ ગયિ
જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે…………….બહુ સરસ ……….
realy great……
i like it very much….
સરસ
અતિશય છે જરૂરી જે એ પહેલાં શીખવી દે છે;
જનમતાવેંત આંખો સહુને રડતાં શીખવી દે છે.
જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.
” Greate Words ”
જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.
ખુબ જ સરસ
બધા ભાષાના ભપકા અહીં જરા પણ કામ નહિ લાગે;
ગઝલ છે નામ એનું, જે સરળતા શીખવી દે છે.
સરળ છતા ચોટદાર સંબ્દો ખૂબજ સરસ.
જેમુખે થિના કેવાય તે ગજલ કે ૬
ખુબજ સરસ્…
જરૂરત છે બધા લોકોની વચ્ચે સ્હેજ ભળવાની;
પછી ના આવડે જે એ આ દુનિયા શીખવી દે છે.
decent.
realy niceone…
ઘણુ સરસ……. એક વધુ શેર
મજલ તો છે કાપવાની બાકી, હજી ઘણી લાંબી
સાચી દિશાનુ એક ડગ સતત ચાલતા શીખવી દે છે
nice……i like this
નીરવભાઈ,
આ દુનિયા ભલભલાને ઘણુંબધું … મફતમાં જ … શીખવી દે છે ને ?
સુંદર ગઝલ આપવા બદલ આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }