કુપાત્ર – ગંગાસતી

કુપાત્ર આગળ વસ્તુ ન વાવીએ ને
………. સમજીને રહીએ ચૂપ રે
મર ને આવીને દ્રવ્યનો ઢગલો કરે ને
………. ભલે હોય મોટો ભૂપ રે…..

ભાઈ રે ! ભજની પુરુષને બેપરવા રહેવું ને
………. રાખવી ના કોઈની પરવાહ રે,
મોટાની આગળ નવ ઉચ્ચરવું ને
………. બાંધજો સુરતાને એકતાર રે….

ભાઈ રે ! ઉપદેશ દેવો તો પ્રથમ ભક્તિ દેખાડવી ને
………. ગાળી દેવો તેનો મોહ રે,
દયા કરવી તેની ઉપર ને
………. દાખવો ઘણો કરીને સોહ રે.

ભાઈ રે ! સંશય ટળે ને મનડું ગળે ને
………. રાખે નહિ કોઈ પર દ્વેષ રે,
ગંગા રે સતી એમ બોલિયાં રે
………. એવાને દેખાડવો હરિનો દેશ રે…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “કુપાત્ર – ગંગાસતી”

Copy Protected by Chetan's WP-Copyprotect.