સંત-સમાગમ – પ્રીતમ

સંત-સમાગમ જે જન કરશે, તેને પ્રગટે પ્રેમ જો ને;
જે ધાતુને પારસ પરશે, તે તો હોય હેમ જો ને.

કથીર કાંસું હેમ ન હોય, કોટિ પારસ પરસે જો ને;
શૂન્ય છીપ તે ઉપર ના’વે, સો મણ સ્વાતિ વરસે જો ને.

અચેતને ઉપદેશ ન લાગે, શિવ-બ્રહ્મા સમજાવે જો ને;
જેનાં અવળાં અંતઃકરણો, તેને સમજણ ના’વે જો ને.

કુબુદ્ધિ કાળપ જેને રુદે, તેને ન લાગે રંગ જો ને;
અડદ ઊજળા ક્યમે ન થાય, જઈ ઝબોળે ગંગ જો ને.

કુશકા કૂટ્યેથી શું થાયે ? કણ ન જડે તેમાંથી જો ને;
મંદ અભાગી મૂરખ નરને, સમજણ આવે ક્યાંથી જો ને.

પાપીને પ્રબોધ ન કરીએ, મૌન ગ્રહીને રહીએ જો ને;
કહે પ્રીતમ તુલસીદળ તોડી, પ્રેત ન પૂજવા જઈએ જો ને.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિચારબિંદુઓ (ભાગ-3) – મૃગેશ શાહ
કુપાત્ર – ગંગાસતી Next »   

3 પ્રતિભાવો : સંત-સમાગમ – પ્રીતમ

  1. Veena Dave. USA says:

    વાહ આજે તો બે સરસ ભજન વાંચવા મલ્યા . એક એક લીટી અર્થસભર.
    આભાર્.

  2. સુંદર ભજન.

  3. shah jigar says:

    ભજન ખુબજ ગમયુ

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.