દર્પણ – રાજેન્દ્ર પટેલ

એક વખત મેં દર્પણ જોડે ઝઘડો કર્યો.
દર્પણ, દર્પણ તેં દાટ વાળ્યો છે.

અમારા ચહેરા પી પીને
તું રહ્યું દેખાવડું
અને અમે થયા
ધીરે ધીરે ઝાંખા.

એ ચૂપ રહ્યું.

તું ન હોત તો
અમે એયને કુદરતમાં રમમાણ હોત.
તેં અમારી વચ્ચે ફાચર મારી.

એ કશુંક બોલવા ગયું
પણ એણે માંડી વાળ્યું.

તેં અમને અમારાથી છૂટા પાડ્યા
અને ડુબાડી દીધા
પ્રતિબિંબના દરિયામાં.

એ ધીરેથી ન સંભળાય
એવું કશુંક બોલ્યું.

સાંભળે છે તું ? હું બરાડ્યો.
આજે હું તને ફોડીને જ ઝંપીશ.
અને કાયમ માટે નિરાંત અનુભવીશ
તૈયાર થઈ જા.

એકાએક એણે પોતાની અંદર
સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.

અરે ! આ તો મારી માનો ચહેરો !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous કુપાત્ર – ગંગાસતી
બિયું – મહેશ શાહ Next »   

10 પ્રતિભાવો : દર્પણ – રાજેન્દ્ર પટેલ

 1. shaesta says:

  Reallyyy its wonderfullll

 2. Neha........Harsh says:

  Good morning Mrugesh sir…………..

  Verry Nice……….

 3. prabuddh says:

  બહુ સરસ .. ખાસ તો અંત “અરે ! આ તો મારી માનો ચહેરો !”

 4. સરસ કાવ્ય.

 5. Dhruti says:

  વાહ!!

 6. એકાએક એણે પોતાની અંદર
  સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.

  અરે ! આ તો મારી માનો ચહેરો !

  — ઘણી જ સુંદર રજૂઆત.

 7. yogesh says:

  થેન્ક્સ કે તમે અમ્ને અમારો ચેહ્ર્રો બતાવ્યો

 8. Rajesh Dhokiya says:

  એકાએક એણે પોતાની અંદર
  સંતાડી રાખેલો એક ચહેરો મને બતાવ્યો.

  અરે ! આ તો મારી માનો ચહેરો !

  ખુબ જ સારુ .. !!

 9. gita kansara says:

  વાહ વાહ્… બહુજ સુન્દર કલ્પના.અદભુત સન્કલન્.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.