અકબંધ – હિમાંશી શેલત

[ગુજરાતી વાર્તામાં નારીની બદલાતી છબિ પર આધારિત કેટલીક ચૂંટેલી વાર્તાઓ પરથી સંપાદિત થયેલ પુસ્તક ‘શતરૂપા’માંથી સાભાર. આ પુસ્તકનું સંપાદન શરીફાબેન વીજળીવાળાએ કર્યું છે. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાના અંતે આપવામાં આવી છે.]

આ ગુલમહોરના ઝાડ નીચે જ પહેલી વાર એણે નીલાને સુબંધુની વાત કરેલી. વાત કહેતી વખતે આખું ગુલમહોર એના પર વરસી પડ્યું હોય એવું લાગેલું. એ ઝાડની ઘટા હજી એવી જ હતી. પાંચ વર્ષનો કોઈ ભાર એના પર દેખાયો નહોતો. રિક્ષા જમણી બાજુ વળી કે તરત પાનની લારી દેખાઈ. આમલીનું ઝાડ પણ ત્યાં જ હતું. હવે સવિતાબહેનનું ઘર આવશે, પછી રસિકકાકા, પછી બકુલભાઈ અને સામે…. બધું કેટલું પરિચિત, અકબંધ હતું ? આ રસ્તાઓ પર એ કેટલીયે વાર ચાલી હશે, ભલે ને ધૂળમાં એનાં પગલાં ન દેખાય. અહીંથી જ પહેલી વાર શણગારેલી મોટરમાં એ નીકળી હતી, બાજુમાં સુબંધુ. રડી રડીને રાતી બની ગયેલી આંખો. મોટરની બારીમાં આંસુમાં પીગળી ગયેલો બાનો ચહેરો, કોઈને ભેટીને રડતી અને હાથ હલાવતી અવની, ખૂણે ઊભેલા પપ્પાજી – પછી ઘર દેખાતું બંધ થઈ ગયેલું. બૅંગલોર ગયા પછી બે વર્ષે એક જ વાર અહીં આવેલી, પણ તરત પાછા જવું પડેલું. સુબંધુને તાવ આવ્યો તેથી. પછીનાં ત્રણ વર્ષ ઘરનાં ગણ્યાં ગણાય નહિ અને ક્યારેય પૂરાં થાય નહિ એવાં કામોમાં ચાલ્યાં ગયાં. આ વખતે તો નક્કી જ કરેલું કે મહિનો રહેવું છે નિરાંતે. બાને ગમશે. અવનીને રાહત થશે. ભાભીને પણ કામકાજમાં મદદ થશે. જોકે એ લોકો તો એમ જ કહે કે સુબંધુને તકલીફ પડશે, પણ બાની તબિયત ઠીક નથી રહેતી એટલે થોડા દિવસ અહીં રહેવાથી બધું બરાબર ગોઠવાઈ જશે. પછી બેંગલોર ને સુબંધુ, ઘર ને ઘરનું કામ, એ તો છે જ ને કાયમનું.

બૅગ હાથમાં લીધી ત્યાં અવની દોડતી આવી. ‘મેં કહેલું ને કે બાની માંદગીની વાત સાંભળ્યા પછી બહેન આવ્યા વગર રહે જ નહિ….’ ભાભી નૅપ્કિનથી હાથ લૂછતાં આવી ઊભાં. આખું ઘર એને વળગી પડ્યું. બા ખૂબ દુર્બળ થઈ ગઈ હતી. આવી તો એને ખબર જ નહોતી પડી. બાના ચહેરા પરથી એ વાંચી શકતી કે એને કોઈ તકલીફ છે અને એ જ બા આટલી માંદી છતાં એને કોઈ જાણ જ નહોતી ! ને આ બધાં તો કહે છે કે ગયા ગુરુવારે તો તબિયત બહુ બગડેલી, પછી જ તને કાગળ લખ્યો. ગયા ગુરુવારે એ અને સુબંધુ પાર્ટીમાં ગયેલાં, એણે તૈયાર થવા પાછળ બે કલાક બગાડેલા, ત્રણ વાર સાડી બદલેલી અને અહીં બા…. મન ભારે થઈ ગયું. ચાલ, હવે ચિંતાનું કારણ નથી. આ તો બાને જરા ગમે એટલે તને લખ્યું. બાકી અમે તો છીએ જ ને ? કામ તો ચાલ્યા કરે…. અવનીએ એનો હાથ પકડી કહ્યું.

રસોડામાં ભાભી પૂરી તળતાં હતાં, અવની વણતી હતી. આ અવની એને મદદ કરતી વખતે કાયમ ઝઘડો કરતી અને બે બહેનોની તડાતડીથી કંટાળેલી બા કોઈને કામ સોંપવાને બદલે જાતે જ કરી લેતી હતી. રસોડું ઠીક ઠીક બદલાઈ ગયું હતું. હવે અહીં કશું જડે નહિ. મસાલાનો ડબ્બો એની અસલ જગ્યાએ નહોતો. પોતે હોંશથી પસંદ કરેલી તે ખુરશીઓની જગ્યાએ ડાઈનિંગ-ટેબલની આસપાસ સાવ નવી ખુરશીઓ ગોઠવાઈ હતી. ફલાવરવાઝમાં ગુલછડીને બદલે સૂર્યમુખીનું એક મોટું ફૂલ મૂક્યું હતું.
‘લાવો, ભાભી, હું પૂરી તળું, તમે થાકી ગયાં હશો. આરામ કરો થોડી વાર.’
‘બધું થવા જ આવ્યું છે, તમે અહીં આરામ કરો થોડા દિવસ.’ ભાભીએ તેલમાં પૂરી મૂકતાં કહ્યું.
‘બાને જમવાનો સમય થયો છે, થાળી પીરસી દઈએ….’ અવની આટલું બોલી કે તરત એણે થાળી લઈ કહ્યું કે, ‘હું પીરસું છું બાને.’ હજી તો શાક મૂક્યું ન મૂક્યું ત્યાં જ ભાભી તીણા અવાજે બોલ્યાં, ‘ના, ના, એ નહિ, બાનું શાક તો જુદું છે – મોળું. તમને જડશે નહિ બધું. હું હમણાં ઝટપટ તૈયાર કરું છું. જુઓને….’ અવની અને ભાભીની ઝડપભરી આવન-જાવનમાં નડતરરૂપ ન થવાય એ રીતે એ માત્ર ઊભી જ રહી, મહેમાનની જેમ. બંનેના ટેવાયેલા હાથ નિશ્ચિત સ્થળેથી ચીજ-વસ્તુઓ લેતા હતા, મૂકતા હતા. બધું વ્યવસ્થિત ચાલતું હતું. એની ત્યાં ખાસ જરૂર નહોતી.

બપોરે અવનીના રૂમમાં ગઈ. હવે અવનીનો, બાકી પોતાનો હતો આ રૂમ. પેલાં લીલાં જંગલોનું મોટું ચિત્ર અવનીએ ખસેડી લીધું હતું. ત્યાં હવે દરિયો હતો. એને નારિયેળી જોવી ગમતી એટલે ટેબલ બારી પાસે રહેતું. અવનીએ ટેબલ બીજી દિશામાં ગોઠવ્યું હતું. ડૉક્ટર થવાની હતી અવની એટલે એનાં પુસ્તકો પણ જુદાં. ‘વાત તો કર બેંગલોરની, તારા ઘરની, વરની…..’ અવની બોલતી રહી. તડકો જરા નરમ પડ્યો એટલે એ બાગમાં ગઈ. આંબો તો એવો જ હતો. અહીં એણે સુબંધુનો પહેલો પત્ર વાંચેલો અને અહીં બેસીને જ એણે સુબંધુને પત્ર લખેલો. બે વાર ફાડી નાખેલા કાગળની ચબરખી કદાચ આમતેમથી નીકળી આવવાની હોય એમ ઝીણવટથી એ બધું જોઈ રહી. જોકે એ ઉત્સુક હતી એની મોગરવેલ જોવા માટે. ખૂબ ઝડપથી ફાલતી એ વેલને મદનબાણ કહેવાય એવું કોઈકે કહેલું. એ વેલની ભરાવદાર, અધખીલી કળીઓથી લચી પડેલી એ મોગરવેલ પાસેથી પસાર થતાં સુગંધના દરિયાની છોળોમાં ભીના થવાનું એને ખૂબ ગમતું. અત્યારે તો કળીઓ બેઠી હશે. એ ઝડપથી પાછળ ગઈ. અટકી જવાયું, ગળામાંથી લગભગ ચીસ જ નીકળી ગઈ – ના, એને એવું લાગ્યું, ખરેખર તો બહાર કશો અવાજ આવ્યો જ નહિ. અવનીને એ માંડ માંડ પૂછી શકી કે મોગરવેલ ક્યાં ગઈ, એણે કેટલી હોંશથી ઉછેરેલી ! કામ કરતાં કરતાં અવનીએ કહ્યું કે, ‘બહુ વધી ગયેલી ને એક વાર નાનો સાપ ત્યાંથી નીકળ્યો. છોકરાં બહાર રમે તેથી ભાભીને બહુ ડર લાગ્યો ને કપાવી નાખી. મૂળ તો હતાં, પણ પછી પાન ફૂટ્યાં જ નહિ. એ ઉદાસ થઈ ગઈ. આટલી નાની વાતમાં ઉદાસ ન થવું જોઈએ એવું સમજવા છતાં – આંબા પાસે બેઠી, પણ ગમ્યું નહિ. બધું બહુ જુદું, અજાણ્યું લાગ્યા કરતું હતું. એને રાત્રે ઊંઘ આવી નહિ.

‘બહેન, બાનું કામ બધું માથે લે છે તે તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે. તું કલાક સુધી બાને માથે તેલનું માલિશ કરે છે તે મને કે ભાભીને એટલો વખત મળવાનો છે ? અવની બબડ્યા કરતી. રસોડામાં તો કોઈ ફરકવા દેતું જ નહિ. એક દિવસ તક મળી ને પપ્પાજી માટે કૉફી બનાવી કાઢી. એમને કૉફીમાં ખાંડ વધારે જોઈતી તે યાદ રાખીને ચમચી વધારે નાખી ત્યારે એમણે તો એક ઘૂંટડો પીધો ને તરત મૂકી દીધી, ‘અરેરે ! આટલી બધી ગળી !’
‘એ તો બહેને બનાવી, એને ખબર નથી કે તમે ડાયાબિટીસની બીકમાં ખાંડ ઓછી કરી દીધી છે.’ એ જરા છોભીલી પડી ગઈ. રાત્રે બાને પીરસતી વખતે ભાભીએ કહ્યું કે તમે અહીં છો તો સુબંધુભાઈને તકલીફ પડતી હશે ખાવા કરવાની….. ઘર, સુબંધુ, બૅંગલોર – વાત આટલાથી આગળ વધતી નહિ. એ અકળાઈ જતી. હું અહીં તમારી જોડે નિરાંતે રહેવા આવી છું. અહીં બેસીને સુબંધુની ચિંતા કરવા નથી આવી. ગુસ્સે થઈને બોલતી નહિ કોઈ જોડે તો અવની ને ભાભી મજાક કરતાં કે સુબંધુભાઈ વગર ગમતું નહિ હોય…..

મધુમાલતીની સુગંધ લઈ રાત આવતી ને બા દવા લઈને સૂઈ જતી. આગલા રૂમમાં બેઠક જામતી. અવની બહેનપણીને ત્યાં વાંચવા જતી, ભાઈ-ભાભી ટીવી જોતાં જોતાં અનુની સ્કૂલના પ્રોગ્રામની, પાર્થના ટ્યુશનની, એ બંનેની પરીક્ષાની વાતો કરતાં, જેમાં એનાથી સામેલ થવાતું નહિ. પપ્પાજી બહાર આરામખુરશીમાં લંબાવી માધવકાકા જોડે રાજકારણની ચર્ચા કરતા. પોતાને ભાગે કશું કહેવા કે કરવા જેવું આવતું નહિ એટલે એકાદ ચોપડી લઈ વાંચવાનો પ્રયત્ન કરતી, પણ બે પાનાંથી આગળ વંચાતું નહિ. આ દશ્ય એના વગર પણ સંપૂર્ણ હતું. એ ન હોય અહીં તો કોઈ ખૂણો ખાલી રહી જવાનો નહોતો. બધું બરાબર હતું, જેમ હોવું જોઈએ તેમ જ. બેંગલોર ગઈ ત્યારે એને એવું લાગેલું કે એના વગરના આ ઘરમાં કશુંક ખાલી રહેશે, જે એના આવવાથી, એની હાજરીથી જ પૂરી શકાય. ગેરસમજ થઈ ગઈ હતી જરા. એને એકાએક બેંગલોર યાદ આવ્યું અને રાત્રે જ સુબંધુને કાગળ લખવા બેસી ગઈ.

સવારે અવની બાને કહેતી હતી કે બહેન ઠરીને રહે તો બહેન નહિ. મહિનો રહેવાનું કહેતી હતી ને હવે જવાની વાત કરે છે ખાલી દસ દહાડામાં. એને હવે અહીં શેનું ગમે, એનુંયે ઘર છે ને હવે તો – બા હસતાં હસતાં કહેતી હતી. જવાની વાતનું કોઈને આશ્ચર્ય નહોતું.

ઘર-ઘર-ઘર હું તો ઘર પાછળ મૂકીને આવી હતી. સુબંધુ મારા વગર નિરાંતે જીવી શકે એટલો સ્વતંત્ર છે. રોજ રાત્રે મલ્હોત્રાને ત્યાં પાનાં રમવા જવું, દર પાંચમે-છઠ્ઠે દિવસે પાર્ટી માટે ઠઠારો કરવો, જ્યાં જઈ આવ્યા હોઈએ તેમને વળતું નોતરું દેવું, સુબંધુના મિત્રોને ખરાબ ન લાગે તેની કાળજી રાખવી, રોજ ઑફિસ ને પ્રમોશનની એકની એક વાતો સાંભળવી, ખૂબ નજીક લેવાતા શ્વાસની ગરમી સતત અનુભવ્યા કરવી – એ તો બધું છે જ મારે માટે. મારે તો તમારી જોડે થોડો ભૂતકાળ જીવી લેવો હતો. પેલી તાજગીથી છલોછલ કુંવારી ક્ષણોને હળવેથી સ્પર્શી લેવી હતી. એ આંબો, નાળિયેરી, મોગરવેલ, બા, પપ્પાજી, ભાઈ, અવની – સહુની જોડે તોફાનમસ્તીમાં વીતી ગયેલાં એ મઝાનાં વર્ષોમાંથી થોડુંક સાથે લઈ જવું હતું. અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ આ ઘરમાં કોઈ દિવસ ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડી રડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઈચ્છા, એ ખેંચાણ-તરફડાટ… અર્થ હતો કંઈ એ બધાનો ? ભારે ગેરસમજ થઈ હતી એની.

પણ આમાંનું કશું બાને કે અવનીને કહેવાયું નહિ. સુબંધુને તાર કરી દીધો. ટિકિટ આવી ગઈ. પાંચ વર્ષ પહેલાં અહીંથી ગઈ ત્યારે મોગરવેલના ફૂલોની સુગંધ એ સાથે લઈ ગયેલી. અત્યાર સુધી ભારે જતનથી એ સંઘરી રાખી હતી. અહીં આવી ત્યારેય મનમાં હતું કે ફરી એ સુગંધ બાંધી જવાશે સાથે, પણ આજે એ બને એમ નહોતું. પેલી મોગરવેલ પછી પાંગરી જ નહિ એટલે શું થાય ?

[કુલ પાન : 330. (પાકું પૂઠું). કિંમત રૂ. 250. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. 202, તિલકરાજ, પંચવટી પહેલી લેન, આંબાવાડી, અમદાવાદ-380006. ફોન: +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ચંદ્ર પરની ચપટી ધૂળ પણ મોંઘી પડે ! – વિનોદ ભટ્ટ
બે પ્રેરક પ્રસંગો – સંકલિત Next »   

36 પ્રતિભાવો : અકબંધ – હિમાંશી શેલત

 1. Jay says:

  ખુબજ સુન્દર રિતે અને દ્રધ્તા થિ આગલ વધતિ વાર્તા એક લોપઇ ગયેલુ અસ્તિત્વ ….

 2. ankit says:

  i am speech less….
  superb…awesome…
  કોઇ ના પણ જવાથિ જિંદગી રોકાતિ નથિ…

 3. Namrata says:

  Once again…Himanshiben Rocks..

 4. Anamika says:

  I do agree with the writer. As women, we do feel that we do not belong to our once called a real home. Specially after marriage when you visit home. Everything is changed family member and how things use to be at home. Parents think of their daughter as Guest when she don’t’ want to be treated as guest but she want to be treated as one of their own.

 5. trupti says:

  દરેક છોકરી આ અવસ્થા માથી પસાર થઈ હશે. જ્યારે લગ્ન ન થયા હોય ત્યારે લગ્ન થાય તેવી ઈચ્છા દરેક છોકરી એ રાખિ હશે. જ્યારે લગ્ન કરી ને વિદાય લે ત્યારે મા-બાપ ને દિકરિ બન્ને ને લાગે કે તેઓ એક બીજા વગર કેવિ રિતે ર્શી શકશે? પણ સમય સમય નુ કામ કરે છે ને કાળચક્ર ચાલ્યા કરે છે. દિકરી જ્યારે શરુઆત મા પિયરે આવે અને જો ઘરમા ભાભી ન આવિ હોય તો તેના ભાવ ઓછા થયા ન હોય પણ જો ભાભી નુ આગમન થઈ ગયુ હોય અને તેને ઘર અને મા-બાપ ની જવાબદારી સંભાળી લીધી હોય ત્યારે દિકરી નુ પિયર આવવુ મા-બા અને ઘરના બધાને ગમે તો છે પણ દિકરી થોડા દિવસ આવિ છે ત્યારે તેને કયાં કામ મા જોતરી દેવી તેવી મનોવ્રુતી લગભગ દરેક મા-બાપ ધરાવતા હોય છે, જ્યારે સામે પક્ષે દિકરિ ને એમ લાગે કે તે પોતાના મા-બાપ ને નાના ભાઈ-બહેન ને એવા જ લાડ લડાવે જે તેને આ ધર મા વિદાય લીધી તે પહેલા લડાવતી હતી. પણ લાંબા સમય ના અંતર બાદ દરેક ના ટેસ્ટ, આદતો બદલાય છે તે સ્વિકારવા નુ દિકરી માટે ઘણિ વાર મુશ્કિલ થઈ જાય છે.
  દિકરી ની મનો વ્યથા અને લાગની ને વાચા આપતી સુંદર કથા……

 6. ખુબ સુંદર….એક દીકરી ના ભાવોનું સુંદર નિરુપણ.

 7. gopal says:

  deekareenee manovyathaa nu^ sundar nirupan

 8. Payal says:

  મારા મન નિ વાત જાને વાર્તા મા આવિ ગઇ.

 9. Jigisha says:

  દિકરીની પોતાનાં પિયર સાથે જોડાએલ લગ્ન પહેલાંની લાગણીઓ ખુબ જ સરસ રીતે વર્ણાવાયેલ છે…… પિયર કે સાસરે સાચા અર્થમાં પોતાનું કેહવાય એવું કંઇ / કોઇ ના હોવા છતાં ઘરનીં તમામ વ્યક્તિ ,વસ્તુ તથા બાબતો સાથે આવી નાની-નાની….. ઝીણી-ઝીણી…. પણ ઊંડી લાગણીઓ સાથે જીવવું એ જ ક્દાચ… સ્ત્રીનાં જીવનનો અર્થ છે……

 10. maitri vayeda says:

  સુંદર વાર્તા.

 11. Pinky says:

  Wonderfull. Like my own feelings.

 12. સરસ સંદેશ આપે તેવી વાર્તા લખવામાં હિમાંશી બેનની કલમમાં જાદુ છે . હિમાંશી બેનને ૧૯૯૬માં અંધારી ગલીમાં સફેદ ટપકાં માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો છે . હિમાંશી બેનની ઘણીબધી વાર્તામાં નાયક કે નાયિકાનું નામ ” એ ” જ રાખતાં . તેમની બીજી ઘણી વાર્તાઓ ઇતરા , દાહ , આગંતુક , સમય , મનસુખ , એ નામ , કિમંત , અંધારી ગલીમાં સફેદ ટપકાં , જાગીર …… પણ માણવા જેવી છે .
  મૃગેશભાઈ બીજી વાર્તાઓ પણ મુકશો .

 13. yogesh says:

  Really nice, emotional story. Since i am not a girl i can not speak for any girl out there, but every stage of a girl’s life is a reality and to me a very very important one. From the time she is born, growing up yrs, fight with siblings, and obviously with parents, her parents worry and looking for a groom, lagna ni vaato, then comes the toughest part, the kanyaa vidaay, and girl has to leave everything.

  Now, once she comes back, the life never stopped, so for her, its the old time she is looking for, but time has not stopped since, so the rest of the family had to adapt with the changing time.

  But for sure, it made me aware and i will keep my eyes opened for my sister and make sure that she is welcome, which she is anyway, but i think all brothers, uncles, fathers out there, once your sister, daughter comes from her in-laws, plz welcome her with open arms and warm heart, she is coming back to be with her own for few days, get energized and am sure that she will have to go back to her own nest, but i think, being a woman, its really not easy to play many roles effectively and at times, forgetting your own existance. I salute the author for writting such a nice story, i think its a tribute to all women outthere.

  thankyou
  yogesh.

 14. Sweta says:

  જો હુ મારિ વાત કરુ તો મારા નાનાભાઈ એ બધો પ્રેમ અને વાતો સાચવિ રાખિ હતિ , અને ભાભિ ને પણ કહિ રાખ્યુ હતુ કે તેનિ પાસે ફક્ત એક જ આશા છે કે જ્યારે બહેન આવે ત્યારે પ્રેમ થિ રાખે, and hatts off to my bhabhi , who take great care of my father, so he don’t feel my absence any more and i m happy for that, as my mummy is with god.. so, she is really taking great care of my brother and papa… if you see the situation positive way its great if your sister in law taking care of your family, and they don’t miss you for work, yes, sweet memories between you and them will be always there… and its her house too.. infect more of her, she will stay forever in the house, so she should have preference how to decorate or arrange the house…so those matters should not bother much, just the relations should be sweet forever….

 15. Veena Dave. USA says:

  સરસ અને વાસ્તવિકતાની નજીક આ વાર્તા.
  લાગણીસભર સંબંધ રાખવાનો પણ દખલગીરી નહિ કરવાની. દરેકને પોતાની રીતે જીવવુ હોય. પોતાની નણંદ આવે ત્યારે તેને પણ એવુ લાગતુ હશે કે નહિ?

 16. Dipti Trivedi says:

  સામાન્ય રીતે શોક સમયે એમ આશ્વાસન લઈએ કે કોઈના જવાથી કશું અટકી નથી જતું પણ એ જીવતે જીવ પણ એટલું જ સાચું છે એ આ વાર્તામાં સરસ નિરુપાયું છે.
  મને સૌથી વધુ ગમ્યુ હોય તો આ વાક્ય — અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડી રડીને રાતીચોળ એ આંખો– કન્યા વિદાયના પ્રસંગને કરુણ શું કામ બનાવવો?

  જીવનની સહજ વાતો ખુબ જ સહજતાથી વણી લીધી છે. દા. ત. તું તો આજે છે ને કાલે નથી. અમને ભારે પડશે.
  જો કે એના આવવાથી બાને કેવુ લાગ્યું તે જાણે અજાણ્યું જ રહી ગયું. બાને સારુ લગાડવા કાગળ લખેલો ને?

 17. દરેક દીકરીના મનની વાત.

 18. Hetal says:

  સ્ત્રી હોવા નો કેવો અભિશાપ્ ..સાસરા મા પણ પારકી અને પિયર મા પણ પારકી…એટ્લે જ આજ કાલ દરેક સ્ત્રી ને એવુ હોય છે કે એનુ પોતાનુ એક ઘર હોય્.. જેનો દરેક ખુણો બસ એનો જ હોય્…

  • Bela says:

   તમારી વાત બહુ જ સાચી છે. લ્ગન થયે પછિ બધા ની પરાયી

 19. piyush says:

  heart touching story..

 20. Hardik Doshi says:

  સત્ય. સચોટ. સુન્દર.

 21. Bhaumik Trivedi says:

  really heart touching story..loved it…….too good .”.અહીં તો એવું લાગે છે કે જાણે હું હતી જ નહિ આ ઘરમાં કોઈ દિવસ ! મારા હોવાનું ટપકું તો સાવ જ ભૂંસાઈ ગયું છે. આ ઘર તો અકબંધ છે, મારા જવાથી કંઈ ખરી નથી પડ્યું, નથી પડી કોઈ તડ. અમથો જ વલોપાત કર્યો લગ્નને દિવસે. રડી રડીને રાતીચોળ એ આંખો, ઘેરથી કાગળ ન આવ્યાની ચિંતા, ઘેર દોડી જવાની ઈચ્છા, એ ખેંચાણ-તરફડાટ… અર્થ હતો કંઈ એ બધાનો ? ભારે ગેરસમજ થઈ હતી એની.”

 22. Neha........Harsh says:

  દરેક દીકરીના મનની વાત.

 23. Shuchi says:

  wonderful story!!!! But I’ve opposite situation at my home.. Even today I feel my existence at my home, and in everyone’s heart too…. after 7 years of my marriage… I think it is my good luck for having such wonderful parents..Thanks to GOD…

 24. dars says:

  I really shocked that daughter don’t know

  મને તો નવાઇ થઇ કે દિકરિને ઘરમા ઘના ફેરફાર થઇ ગયા અને કઇ ખબર નથિ. આજે તો ફોન પર મા-દિક્રરિ, કે ભઇ-બહેન સાથે રોજ વાત થતિ જ હોય તેને ઘર નિ દરેક વાત્ નિ જાન હોય.

  સ્ત્રી હોવા નો કેવો અભિશાપ્ ..સાસરા મા પણ પારકી અને પિયર મા પણ પારકી

  સુન્દર લેખ્.

 25. megha says:

  verry touchi story like my own story

 26. Megha says:

  stri ni manovyatha nu sundar nirupan…school ma bhanya hata pan aaje vanchi to aankho bhini thai gai… superb

 27. Megha says:

  stri ni manovyatha nu sundar nirupan…school ma bhanya hata pan aaje vanchi to aankho bhini thai gai… superb “shatrupa” mathi biji pan varta muko tevi vinanti….

 28. Madhuri says:

  I hve read dis story whn i was in school, dis one iz really nice….

 29. Aparna says:

  emotional and real…beautiful narration…

 30. game te kaho ek strini lagnione ek strij samji shake ane aa lagnione aa rite vyakt kari shake…………thanks for writing

 31. Meet panchal says:

  ખુબજ સરસ વરતા ૬……

 32. Pratiksha says:

  Very heart touching story

 33. shrikant s. mehta says:

  very nice and heart touching story. but everywhere does not happen this type of situation.

 34. Minaxi Soanki says:

  Its very nice and good…i like very much..many years ago i read this story. actully its in my 12 gujarati text book and scienc i like this ..today i m so hapy to read because my old memory is recall.when i study its mu favoure and stay in my hear and my mind.i always saya about it to my friends and suggest to read.i thanks to Himansi to creat lovey story which always give me a sime on my face.This the story of all girs.

 35. vishskha says:

  This story is one of the lesson of gujrati subject in ૧૨ th gujarat board. It’s very nice.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.