ફાસ્ટ ફૂડ – ડૉ. પ્રજ્ઞા પૈ

[‘અખંડ આનંદ’ સામાયિક મે-2011માંથી સાભાર.]

હર્ષ જમવાની ના પાડે છે, એને માટે પીઝા મંગાવી લઈએ, એ રાજી થઈને ખાશે; આજે દાળભાત ખાવાનો મૂડ નથી, પાણીપૂરી અને કુલફીનો પ્રોગ્રામ કરીએ; મને ઑફિસેથી આવતાં મોડું થવાનું છે એટલે બધી રસોઈને બદલે હું ઝટપટ નૂડલ્સ બનાવી નાખીશ; બેટા આજે લંચબૉક્સ નથી તૈયાર કર્યો, તું કેન્ટીનમાંથી સમોસા કે બર્ગર કે એવું ખાઈ લે જે, લે આ પૈસા; બાપ રે, તમે લારી-ગલ્લાનો કચરો ઝાપટ્યો ?………..

ફાસ્ટ ફૂડ, જંકફૂડ, ઈન્સ્ટન્ટ ફૂડ, રેડી ટુ ઈટ ફૂડ, સ્ટ્રીટ ફૂડ, ટેક અવે ફૂડ વગેરે હવે વારંવાર સાંભળવા મળે છે. આપણે સાધારણ રીતે બધા માટે ‘ફાસ્ટ ફૂડ’ નો શબ્દપ્રયોગ વાપરીએ છીએ, પરંતુ આ આહારો જુદા જુદા છે. ફાસ્ટ ફૂડ એટલે ઓછા સમયમાં ઝડપથી તૈયાર થઈ જતી વાનગી. દા..ત, સેન્ડવીચ, બર્ગર, પીઝા, પેટિસ, ભજિયાં, સમોસા, ભેળપૂરી, પાંઉભાજી, ઈડલી, ઢોંસા, પૂરી, પૂડલા, સલાડ વગેરે અમુક ચીજો અગાઉથી તૈયાર કરી રાખવામાં આવી હોય છે. તેથી ગ્રાહકને લાંબો સમય રાહ નથી જોવી પડતી. ગ્રાહક આવે ત્યારે ઝટપટ આપી શકાય છે. બધી જ વાનગીઓ જુદી જુદી ગુણવત્તા ધરાવે છે. થોડી વાનગીઓ પોષક હોય છે. દા..ત, સલાડ, ઈડલી, ઢોકળા. કેટલીક વાનગીઓમાં પોષક અથવા સ્વાસ્થ્યવર્ધક ઘટકો બહુ ઓછાં હોય છે. દા..ત, પીઝા, કૅન્ડી જ્યારે અમુક વાનગીઓ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. દા..ત, ઠંડા પીણાં, ‘બુઢ્ઢીકા બાલ.’ ટૂંકમાં બધાં જ ‘ફાસ્ટ ફૂડ’ને ‘જંક ફૂડ’ ન કહી શકાય.

જેને આપણે ‘કચરો’ કે ‘આચરકૂચર’ તરીકે જાણતાં હતાં તેને હવે ‘જંક ફૂડ’નું નામ મળ્યું છે જે સ્વાસ્થ્ય માટે નુકશાનકારક હોય છે. તેની અસર તરત ન જણાય, પરંતુ લાંબે ગાળે અમુક તકલીફો શરૂ થાય છે. આ ઉપરાંત આવા પદાર્થોમાં પ્રોટીન, વિટામિન આવશ્યક ક્ષારો અને રેસાનું પ્રમાણ નહિવત હોય છે. આવી ચીજો સ્વાદમાં સારી લાગે (હકીકતમાં આપણે કેળવેલી વૃત્તિને લીધે). ખાવાનું કે ખવડાવવાનું મન થાય, તે ખાવાથી પેટ પણ ભરાય, છતાં પોષણને બદલે માત્ર કૅલરી અને ઉપર જણાવેલા ઘટકો ઉપરાંત કૃત્રિમ રંગો શરીરને નુકશાન કરે છે. આમાં ચૉકલેટ, આઈસક્રીમ, કૅન્ડી, કેક, બર્ગર, પીઝા, ચીપ્સ, ફ્રાઈઝ (બટાટાના તળેલા લાંબા ટુકડા), બાટલીઓમાં વેચાતાં ઠંડાં પીણાં, શરબત (કૃત્રિમ પદાર્થોનું) જેવી ચીજોનો સમાવેશ થાય છે.

‘ઈન્સ્ટન્ટ ફૂડ’ તત્કાળ, થોડી જ મિનિટોમાં તૈયાર થઈ જતા પદાર્થો છે. દા…ત, નૂડલ્સ, કોર્ન ફલેક્સ, સૂપ પાઉડરમાં ગરમ પાણી ભેળવી બનાવેલો સૂપ, મકાઈ કે રતાળુ જેવી શેકેલી ચીજો, દક્ષિણ ભારતની પ્રખ્યાત વાનગી ‘ઈડીયપમ’ (ચોખાના લોટની સૂકવેલી સેવ) જેને એક-બે મિનિટ માટે ઉકળતા પાણીમાં ડુબાડી, બહાર કાઢી, પાણી નિતારી તરત જ ખાઈ શકાય છે. હવે આ પ્રકારની નવી નવી બનાવટો મળવા માંડી છે. ઝડપી જીવનશૈલી, સમયનો અભાવ, બદલાયેલી અગ્રક્રમતા, આળસ, એકલા રહેતા વૃદ્ધો, ખર્ચ કરવાની તૈયારી અને સહેલાઈથી મળતી સુવિધા આનાં મુખ્ય કારણો છે. શેકવાની, બાફવાની કે રાંધવાની અમુક પ્રક્રિયા અગાઉથી જ કરી લેવામાં આવી હોવાથી ગરમ કે ઠંડાં દૂધ/પાણીમાં ભેળવવાની જ જરૂર પડે છે. ‘રેડી ટુ ઈટ’ પદાર્થો સંપૂર્ણ રીતે રાંધેલા હોય છે. માત્ર ગરમ કરવાના હોય છે. શાક, પાત્રા, ઉંધિયું, પુલાવ, દાળ વગેરે ઘણી વાનગીઓ ટીનમાં કે બીજી રીતે પૅક કરેલી મળે છે. હોટલમાંથી મંગાવતી વખતે આ વાનગીઓ મોંઘી પડે છે અને ગમે તે સમયે નજીકની સારી હોટલમાંથી લાવવાનું શક્ય ન પણ હોય તેથી આવા ખાદ્ય પદાર્થોનો વપરાશ વધવા માંડ્યો છે – ખાસ કરીને કામમાં બહુ વ્યસ્ત હોય, એકલી રહેતી હોય અથવા ઘેર આવવાનો સમય અનિયમિત હોય તેવી વ્યક્તિઓ દ્વારા. સાધારણ રીતે સારી ગૃહિણી પાસેથી ટિફિન મંગાવી તાજો ખોરાક વાપરવો તે બહેતર પર્યાય છે.

‘સ્ટ્રીટ ફૂડ’ એટલે લારી, ગલ્લા અને સાર્વજનિક સ્થળે મળતી ચીજો દા…ત, ચાટ, પાણીપૂરી, ભેળપૂરી, ભજિયાં, સમોસા, નૂડલ્સ, શરબત, બરફગોળો, હલકા કે ભેળસેળવાળા પદાર્થો અને સંભાવ્ય અસ્વચ્છતાને લીધે સસ્તા હોવા છતાં આ ખાદ્યપદાર્થો સ્વાસ્થ્યને નુકશાન કરી શકે. કૅલરી, ખાંડ, મીઠું, ચરબી, રંગ ઉપરાંત જીવાણુની હાજરી ઊલટી, ઝાડા, મરડો, કમળો કે ટાઈફૉઈડ જેવા રોગની શક્યતા વધારે છે. જો કે બહારથી સારાં દેખાતાં રેસ્ટોરાં, હોટલ, કાફેટેરિયા, જોઈન્ટસ દુકાનોનાં રસોડાં-અથવા એ જ્યાંથી ખાદ્ય પદાર્થો મંગાવતા હોય તે સ્થળો સ્વચ્છ જ હોય તેવું નથી.

ફાસ્ટ ફૂડનો ઉપયોગ કૂદકે ને ભૂસકે શા માટે વધતો જાય છે ? સર્વ પ્રથમ પ્રગતિ, આધુનિકરણ, વૈશ્વિકીકરણ ને નામે આપણાં પારંપારિક મૂલ્યો બદલાયાં છે. બહાર ખાવું કે બહારની ચીજો ખરીદી ઘરમાં લાવી ખાવી કે પીરસવી તે હવે સામાન્ય થઈ ગયું છે. કેટલીક વાર એ મોભાનું પ્રતીક ગણાય છે. વિભક્ત કુટુંબોની બદલાઈ ગયેલી રહેણીકરણી, નોકરીએ જઈ થાકીને ઘેર આવતી મહિલાઓ, રસોડામાં વધારે સમય ગાળવાનો કંટાળો, ખર્ચ કરવાની તૈયારી અને ઈચ્છિત વાનગીઓ સહેલાઈથી કે ઘેર બેઠાં મેળવી શકવાની સુવિધા તેમ જ સંતાનોની માંગણી આનાં મુખ્ય કારણો છે. માધ્યમો પર આવતી લલચાવનારી અને આકર્ષક જાહેરાતો, ‘બાય વન, ગેટ વન ફ્રી’ જેવી યોજનાઓ, જ્યાં આવી જ વાનગીઓ પીરસવામાં આવે છે તેવી પાર્ટીઓ અને કાર્યક્રમની સંખ્યામાં થતો વધારો, દેખાદેખી અને આવી વાનગીના અતિરેકને લીધે થતાં સંભાવ્ય નુકશાનનું અજ્ઞાન કે તેની અવગણના પણ આ નવી પરંપરાને ટકાવી રાખે છે. શાળાની કૅન્ટીન કે આસપાસના પરિસરમાં પણ આ ચીજો છૂટથી વેચાય છે.

બધાં જ ‘જંક ફૂડ’ અને મોટા ભાગનાં ‘ફાસ્ટ ફૂડ’ સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે છે. મેંદો, વધુ પડતી ચરબી-ખાસ કરીને ટ્રાન્સ ફેટ તરીકે જાણીતું ઘટક, વધારે પ્રમાણમાં મીઠું, સોડા, સાકર અને કૃત્રિમ રંગો આને માટે જવાબદાર છે. સ્થૂળતા, ડાયાબિટીસ અને બ્લડપ્રેશરની વધતી શક્યતા, દાંતનો સડો, વધુ પડતી ચંચળતા અને ધ્યાન ટકાવી રાખવામાં મુશ્કેલી તેની પ્રત્યક્ષ અસરો છે. આવા પદાર્થો ખાવાથી પોષક આહાર લેવામાં ઘટાડો થાય તે આડકતરી અસર છે. ‘ફાસ્ટ ફૂડ’નું પ્રમાણ ઓછું કરવા વૈયક્તિક, કૌટુંબિક, સામાજિક સ્તર ઉપરાંત શાળા, માધ્યમો અને શાસન પણ ફાળો આપે તે આવશ્યક છે. નાનપણથી જ રંગરંગનાં ફળો, કચુંબરો અને ફણગાવેલા કઠોળ આકર્ષક રીતે બાળકને પીરસવા જોઈએ. ચૉકલેટ, કેક, આઈસ્ક્રીમ જેવા પદાર્થોને બદલે શીરો, મઠો કે ફળનો ગર મેળવેલું દહીં વધારે વાપરી શકાય. ભેટ, ઈનામ કે લાલચ તરીકે ચૉકલેટનો ઉપયોગ ટાળવો. ઠંડાં પીણાંને બદલે ફળોનો તાજો રસ, નાળિયેરનું પાણી, લીંબુનું શરબત છાશ કે એલચીવાળું દૂધ વાપરી શકાય. સમારંભમાં પીઝા, કેક, સમોસાં, ઠંડા પીણાં જ પીરસવાને બદલે બીજા સારા પદાર્થો શોધી શકાય. શાળાના પરિસરમાં સ્વાસ્થ્ય માટે હાનિકારક ચીજો ન વેચાય અને માધ્યમો પણ એવી જાહેરાતો પર કાબૂ રાખે તે ઈચ્છનીય છે. ફાસ્ટ ફૂડથી થતા સંભાવ્ય નુકશાન વિશે માહિતગાર થવું જરૂરી છે.

તેમ છતાં આવી ચીજો માણવાનું મન થાય તો તેની કડક બંધી ફરમાવ્યા વગર પંદર દિવસે-મહિને ખાઈ લેવી-ઓછા પ્રમાણમાં. મનાઈહુકમ કરતાં સમજાવટ, મનોબળ અને બીજી સ્વાદિષ્ટ અને પોષક ચીજોની શોધ બાળકો-આધેડોને આ લતથી દૂર રાખશે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિજ્ઞાનીઓની રમૂજવૃત્તિ – ડૉ. જે. જે. રાવલ
વતનનો સાદ – ડૉ. ચંદ્રકાન્ત મહેતા Next »   

23 પ્રતિભાવો : ફાસ્ટ ફૂડ – ડૉ. પ્રજ્ઞા પૈ

 1. Neha.......Harsh says:

  ફાસ્ટ ફૂડનો ઉપયોગ કૂદકે ને ભૂસકે શા માટે વધતો જાય છે ?

  હકીકતમાં આપણે કેળવેલી વૃત્તિને લીધે………….

  • Kapil says:

   Because offf..

   Today’s woman are very lazy.
   Don’t mind

   • shaesta says:

    Dear kapil, very sorry to say, but u hav no right to blame the women……all women [ sp. mothers] are ready to sacrifies their life for their kids….. they prepar fastfood bcos their kids lik to eat…

    • purvi says:

     mr.kapil sorry to say today’s man have become modern with clothes but not with minds.,they want lifestyle like west ..more money,working and smart wife oh and beautiful and modern too..but they themself do not want to be western husband…if they help equally in all household work including cooking and nursing kids womens do not have to use shortcuts…and yes if u think womens r lazy tell mans to cook…..who says because u r women u should know cooking and because u r man u have right to comment on all women …does any one ever question man’s ability to earn?like” todays man r lazy do not earn much’….the issue needs to be discussed based on health not criticizing women….just grow up..

     • shaesta says:

      I agree wid u purvi…….. supebbbb article written by Dr Pragya…. to be discuss on fast food…… not to criticize women……

     • trupti says:

      પુર્વિ,

      સાચી વાત છે, કહેવાતા મોર્ડન લોકો મન થી બહુજ બેક્વ્રર્ડ હોય છે. આતો એવુ કે ચટ પણ મેરી અને પટ પણ મેરી. ક્યા શાસ્ત્રો મા લખ્યુ છે કે જમવાનુ ફકત સ્ત્રી ઓ એ જ બનાવવાનૂ? પણા સદી ઓ થી આપણે આમ કરતા આવ્યા છીએ, કારણ બહાર જઈ ને કમાવવાનુ કામ પુરુષો નુ અને ઘર અને છોકરા સાચવવાનુ કામ સ્ત્રી નુ તેવી સમાજ વ્યવસ્થા આપણા પુરાણ કાળ થી આપણે અપનાવેલી છે. સમય જતા તેમા ઘણા ફેરફાર થયા જેવા કે મહોલાઓ એ કેળવણી લેવાનુ શરુ કર્યુ, ઘર ની સાથે બહાર કામ કરવા નુ ચાલૂ કર્યુ તેના ધણા કારણ છે જેવા કે મોંઘવારી એ માઝા મુકિ ને એક જણ ની કમાણી પર ઘર નિભાવ શક્ય નથી અને સ્ત્રીઓ ને લાગ્યુ કે તેમના ભણતર નો સદઉપયોગ થવો જોઈએ માટે નોકરી કરવિ વિ……… પણ પુરુષો એ પોતાની આદતો ન બદલી અને ફક્ત બહાર કમાવવાનુ જ ચાલુ રાખ્યુ પણ ઘરની સ્ત્રી ને ઘરકામ મા કે છોકરાઓ ઉછેર મા કોઈ મદદ ન કરી ( અપવાદ ને બાદ કરતા). સ્ત્રી બિચારી ઘર અને બહાર કામ કરી ને વાંકી વળી ગઈ માટે બજાર મા ફાસ્ટ ફુડે પોતાનો પગ દંડો જમાવ્યો ને સ્ત્રી બદનામ થઈ કે આજ કાલ ની સ્ત્રીઓ આળસુ થઈ ગઈ છે માટે આવા બજારો ધોમધકાર ચાલે છે પણ જવાબદાર કોણ?
      કપિલભાઈ કોઈ પણ કોમેન્ટ ફક્ત લખવા પુરતી લખવી જોઈએ તે સમજી ને ના લખશો દરેક સિક્કા ની બિજી બાજુ હોય છે તે સમજી ને લખશો. જો પુરુષ થોડો મદદરુપ થશે તો સ્ત્રીઓ ને ઘર અને બહાર ના કામ કરવા મા જરુર થી સુવિધા થશે. તમેજ વિચારી જુઓ કે તમારે કોઈક વાર ઓફિસમા કોઈ કર્મચારી ની ગેરહાજરી મા તેનુ થોડુ કામ કરવુ પડ્યુ હોય ત્યારે તમેને જરુરથી કંટાળો કે થાક લાગ્યો હશે ત્યારે તમે તમારી જાત ને નોકરી કે વ્યવસાય કરતી કોઈ મહિલાની જગ્યા એ મુકી ને જોજો, ત્યારે તમને ખ્યાલ આવશે કે કોઈનુ થોડુ કામ કરતા તમને તકલિફ થઈ તો સ્ત્રી ઘર અને બહારનુ કામ દરરોજ ના ધોરણે કેવિ રિતે કરતી હશે? કેમ તે એક માણસ નથી? જ્યારે મશિન ને પણ આરામ આપવો પડે છે તો આતો એક જીવતિ જગતિ વ્યકતિ છે તેને પણ આરામ જોઈએ છે.

     • darshana says:

      Purvi,

      Its true that man have become moderate only with their outfit, they can’t be moderate with mind. Boys also like junk food, even their working hours at outside they like to eat fast food & junk food but when from home if her wife/sister says let’s go outside or said today I am tired & etc……don’t like & expect that she cook at home as per his desire.
      one employee from our office is too lazy that don’t pack his tiff-in after lunch & asked office boy for that. he said its very boring. A lady cook & serve, clean the table & etc.
      when he go home expect for ready dish. Its meaning less to discuss for rigid mind of boys.

    • Harshad Kapadia says:

     Mother needs to educate the children and tell that these type of foods are not good for the healht and tell them, when they get hungry then they need to eat fruits.

     • trupti says:

      હર્ષદ ભાઈ,

      આજે કેટલા છોકરાઓ ને ફ્રુટ ભાવે છે?
      અમે નાના હતા ,ત્યારે કમાવા વાળા ફક્ત એક પપ્પા અને ખાવા વાળા ૫ જણ સુકો મેવો ફક્ત અલૂણા વખતેજ આવતો કારણ ૧૨ મહિના ખાવાનો વૈભવ પરવડે તેવો નહ્તો. જ્યારે ઘરે તે લાવવા મા આવતો ત્યારે અમારી બે બહેનો જોડે ભાઈ નો પણ વાટકો ભારાતો, તેને કાંઈ ઊપવાસ ન હોય પણ વરસ મા એકજ વખત આવે એટલે એનો પણ ભાગ મમ્મી કાઢે. આજે પરિસ્થીતિ એવી છે કે અમે બે કમાવા વાળા છે અને ખાવા વાળા ત્રણ છીએ. ફ્રિજ ફ્રુટ અને ડ્રાય ફ્રુટ થી ભરેલા છે પણ મારી ૧૪ વરસ ની દિકરી ને જબરજસ્તી થી ખવડાવીએ ત્યારે ખાય.
      આજ કાલ ના છોકરાઓ ને કહેવુ સમજાવવુ બહુ મિશ્કિલ કામ છે. જાહેર ખબરો અને ટી.વી. વાળા ઓ એ દાટ વાળ્યો છે.

 2. Veena Dave. USA says:

  મનાઈહુકમ કરતાં સમજાવટ……….
  સમજદાર હોય એને સમજાવાય બાકી ટેવ પડી હોય એ તો ભલેને તમે ગમે તેટલુ સમજાવો… વ્યર્થ…. પથ્થર પર પાણી ….

 3. vijay says:

  ચૉકલેટ, કેક, આઈસ્ક્રીમ જેવા પદાર્થોને બદલે શીરો, મઠો કે ફળનો ગર મેળવેલું દહીં વધારે વાપરી શકાય.

  >> આ લેખ લખનારા ભાનમા તો છે ને??? રાજાને સજ્જન બનાવવાની વાત છે.

 4. Rohit Rupareliya says:

  Todays men are lazy too. We don’t like what we eat at home and look for different taste of junk foods. It does not ends there, but leed us to the hospitals. Also, we never try to make food our own. Why??? Helping wife/mother/sister in the kitchen and preparing awesome food is the solution. On the other hand, women should try making different types of foods at home. We have information available on all types of vegeterian.

 5. pragnaju says:

  ઘણી ખરી શારિરિક તંદુરસ્તી ફક્ત ફસ્ટ ફૂડ ન ખાવાથી ટકી રહે એવું એક નિષ્ણાતનું કહેવું છે

 6. P.P.MANKAD says:

  લેખ ખુબ જ સરસ. સાચવવા જેવો.

 7. aravinad says:

  જેવુ અન્ન તેવુ મન આ વાત શરીર તથા મન ને લા ગુ પઙે છે્ ખોલો અને ખાવો… તે પહેલા ચેતો, શુ આ જરુરી છે ખાવુ

 8. jigar says:

  good articale, thanks for knowledge ,

 9. Dhvani kamranbhai Dosani says:

  Because we r responsible 4 all these

 10. Riddhi Doshi says:

  very true and well said!

 11. Nikita says:

  Very true!!!
  I agree men must help in household work to it will motivate their wife and mother not only that their children will also earn good habits if both mother and father takes efforts..
  I will not completely deny the fact as I have seen some lazy women who in spite of sitting at home doesn’t bother to cook.
  Its a question of everyone’s personal choice and awareness we can not generalize any fact.

  But certain facts are outside food not only weakens your body but also your pocket!!!
  So home cooked food is the best!!
  Respect your mother and wife who devote themselves to such a wonderful work!!

 12. Amee says:

  some people is telling women are lazy..but that’s not true. After coming home from job she atleast make food rather than watching TV like Man. those women are doing job, does they get peace in office? does they get any benifit in office because they are ladise?does they get any benifits in home because they are women? no…ladies never get any advantage for being ladies……
  Why only ladies have to bother about cooking stuff? why not men doing that? if ladies is doing job and give financial support to husband than why husband is not helping in kitchen? why………

  World’s most unlucky women “Married with a Indian mentality man and live with modern life(job) in this 21st century”

 13. Vaishali Maheshwari says:

  જાગ્યા ત્યારથી સવાર…

  I think rather than thinking who is the faulty person, we should all try to minimize the consumption of “fast food” (junk food) and start living a healthy life.

  The Author has very well listed all the fast food items their intake repurcussions. The whole essence of this story lies in the last paragraph:
  “આવી ચીજો માણવાનું મન થાય તો તેની કડક બંધી ફરમાવ્યા વગર પંદર દિવસે-મહિને ખાઈ લેવી-ઓછા પ્રમાણમાં. મનાઈહુકમ કરતાં સમજાવટ, મનોબળ અને બીજી સ્વાદિષ્ટ અને પોષક ચીજોની શોધ બાળકો-આધેડોને આ લતથી દૂર રાખશે.”

  This was an eye-opening article for all of us. Thank you Dr. Pai for writing this and sharing with the readers.

 14. ગજેરા મુકેશ says:

  આપના લેખો દાટેલા ધન જેવા છે

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.