દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર

[તાજેતરમાં પંચમહાલથી શરૂ થયેલા સાહિત્ય, શિક્ષણ અને સમાજના નવા ત્રૈમાસિક ‘આપણે’ માંથી સાભાર. રીડગુજરાતીને આ સામાયિક ભેટ મોકલવા માટે તંત્રી શ્રી પ્રવીણભાઈ ખાંટનો ખૂબ ખૂબ આભાર.]

મેં તારી આંખોમાં વસાવ્યું ગામ
…………………… એને દઈ-દઈને દઈએ શું નામ ?
લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,
…………………… દશે દશ દિશાનાં નામ.

કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો
…………………… એ આંખોમાં મારો મુકામ,
મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને
…………………… અંજન આંજીને શું કામ ?
ને અંજનનાં ઓરતા આંખોમાં હોય તો
…………………… એકવાર જોઈ લેતું આમ.
આંજવો જ હોય તો આંજી લે આંખમાં,
…………………… હું જ એક સુરમાનું નામ.
એ આંજેલા સુરમાને જોઈ, જોઈ જોઈને
…………………… દઈ દઈને દઈએ શું નામ ?
લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,
…………………… દશે દશ દિશાનાં નામ.

કંકુના પગલાંને કેશ તણાં જુલ્ફો સુધી,
…………………… તાકી તાકીને જોઈ લઈએ.
ને બીડેલાં હોઠ એને ખોલી નાખીને પછી
…………………… મીઠ્ઠી કોઈ વાત ભરી દઈએ.
ને રતુંબડા ગાલ પર ખંજનને તલ,
…………………… એને કહીએ તો એટલું જ કહીએ ગોરસની મટકી ફોડવાને કાનુડે,
…………………… મારેલી એ કાંકરીનું કામ
એ કાંકરીનું કામ એ તો ખંજનનું નામ (2)
બીજું દઈ દઈને દઈએ શું નામ ?
લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,
…………………… દશે દશ દિશાનાં નામ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

10 thoughts on “દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.