બીજું શું ? – ખલીલ ધનતેજવી

ક્યાંક મળો તો રોકી લેજો, બીજું શું ?
તબિયત બબિયત પૂછી લેજો બીજું શું ?

આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

માફ કરો, અંગૂઠો મારો નહિ આપું,
મારું માથું કાપી લેજો બીજું શું ?

વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
તક મળે તો નાચી લેજો બીજું શું ?

પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

લડી લડીને તૂટ્યા ત્યારે વકીલ કહે છે,
તમે પરસ્પર સમજી લેજો બીજું શું ?

આજે અમને દાદ ન આપો કાંઈ નહિ
આજે અમને સાંખી લેજો બીજું શું ?


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – ચંદ્રેશ મકવાણા
મીઠી ઊંઘ – કાકા કાલેલકર Next »   

25 પ્રતિભાવો : બીજું શું ? – ખલીલ ધનતેજવી

 1. gumnam gujarati says:

  એક દમ જકાસ ……………..

 2. Saurabh Shah says:

  આપ અમારી જોડે રહેજો – ના ફાવે તો,
  વળતી ગાડી પકડી લેજો બીજું શું ?

  ક્યા બાત હૈ, ખલીલભાઈ!

 3. P.P.MANKAD says:

  ‘bijun shun?’ very very good like many other gazals from you
  sir. I remember you reciting your best gazals at the auditorium
  at Ankleshwar while celebrating 75th birthday of Shri
  Purushottam Upadhyay. Can you let me know your mobile
  or residential phone number to enable me to talk to you
  at your convenient time? You can e-mail or send sms
  on my mobile Nos.9429888109 or 9979953005.
  Hope to receive your positive response sir.

 4. Prerak V. Shah says:

  વાંકુસીધું આંગણ જોવા ના રહેશો,
  તક મળે તો નાચી લેજો બીજું શું ?

  પરસેવાની સોડમ વચ્ચે પત્ર લખું છું,
  અત્તર છાંટી વાંચી લેજો બીજું શું ?

  વાહ વાહ…. મજા આવી…

 5. Bhumika says:

  વાહ ભૈ વાહ્….સવાર સુધરિ ગઇ….બીજું શું ?

  • Ketul says:

   ભુમિકા !! અભિપ્રાય સારો છે…
   સવાર નઇ દિ’ સુધરી ગયો.. બીજું શું ?

 6. Raghuvir dudharejiya says:

  Je shabd ni sadhna kari sake, tej avi gazal lakhi sake. Khub sandarbho vali gazal

 7. Nilay says:

  Khalilbhai….saras rachna

 8. suman says:

  ખરેખર ખુબ જ સરસ મને તો ખુબ જ ગમી

 9. bhupendra vyas says:

  તમને લખવાની ના નથી, લખતા રહેજો,
  ખુબ ખુશીથી વાચી લેશુ, બીજુ શુ?

 10. VIRENDRASINH says:

  VAAAAAAH ……..ADBHUT

 11. અનેક ભળતા અવાજોમાં આપનો અવાજ આગવો છે..

 12. પત્ર ગમે તો વાચિ લેજો

  નહિતર ફાદિ ફેકિદેજો બિજુ શુ

  જશવન્ત

 13. વાહ ખલીલભાઈ….બીજુ શું?

 14. pragnesh says:

  આજે અમને દાદ ન આપો કાંઈ નહિ
  આજે અમને સાંખી લેજો બીજું શું ?

 15. Ami .J.G. says:

  Very Nice……..superb………

 16. tejas dave says:

  bahu saras khalil saheb

 17. bharat joshi says:

  માફ કરો દાદ તમને હુ નહિ આપુ
  દિલ થિ નિકલિ ગઈ વાહ બિજુ શુ

 18. rahool says:

  મને ગમિ તમરિ ગજ્લ્ બિજુ સુ
  તને તમા તમારા દોસ્ત મલે સારા બિજુ સુ

 19. sanjay chauhan says:

  ખુબ જ સરસ રચના છે. અદભુત્!!!!!

 20. Kalidas V. patel { Vagosana } says:

  ખલીલભાઈ,
  દિલને ચોટ લગાવી ગઈ આપની આ સચોટ ગઝલ !
  ઘણું રોકવું તુ , તો પણ દિલ તો બોલી ઊઠ્યું ” વાહ ! ” … બીજુ શું …
  કાલિદાસ વ. પટેલ { વગોસણા }

 21. vinod says:

  ઓહ!!!!! દિલને જગાડી દઈશુ. …..બીજુ શુ….ખુબ સરસ.જયશ્રિ રામ.

 22. Vijay Rabari says:

  ગઝલ એટલે ખલિલ ધનતેજવી
  બીજુ શુ ?

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.