ગઝલ – ચંદ્રેશ મકવાણા

મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,
બીજું કશું નહીં ભઈલા આ તો વારાફરતી વારી છે.

‘નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous દશે દશ દિશાનાં નામ – દિલીપસિંહ પુવાર
બીજું શું ? – ખલીલ ધનતેજવી Next »   

18 પ્રતિભાવો : ગઝલ – ચંદ્રેશ મકવાણા

 1. “મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે”

  — આ શબ્દો ખુબ જ સરસ છે.

 2. P.P.MANKAD says:

  very touching ghazal indeed sir.

 3. Prerak V. Shah says:

  મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

  કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

  very touching…

 4. sujata says:

  આ સમય ગજબની આરી છે………

  very profound…….very touchy

 5. Bhumika says:

  કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
  તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

  ….SUUUUUUUUUPPPPPEEEERRRRRRRBBBBBBBBB….

 6. Jigisha says:

  જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
  મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

  ખુબજ સુન્દર વાત કરી છે…..

 7. Dipti Trivedi says:

  મને આ સૌથી વધુ ચોટદાર લાગી.

  કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
  કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

  કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
  તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

 8. Nilay says:

  સરસ્

 9. pragnaju says:

  મારી સમજણના છેડા પર જેની પક્ક્ડ ભારી છે,
  મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.
  સરસ

  માણસ માણસ વચ્ચે આજે એક પ્રકારે ન સમજાય તેવો દુરીભાવ (ગેપ) જોવા મળે છે

  . … અને સગવડતા આધિન રહેવાની વ્યવસ્થાથી માત્ર ગમમાં જરૂરીયાતમંદ કે

  ધંધાદારી લોકો જ રહેતા હોય છે. …

 10. કટ કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
  તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

  વાહ ચંદ્રેશભાઈ .. મજાની ગઝલ. બધા જ શેર ચોટદાર… ઉપરનો શેર વિશેષ સ્પર્શી ગયો.

 11. Rakesh Sharma says:

  Kya bat hay it’s a real fect

 12. Nilesh Dabhi says:

  નારાજ’ કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
  કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

  ખુબ જ સરસ

 13. Prerak05 says:

  કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

 14. કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો’તો,
  કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

  Very NICE !

 15. gopal parekh says:

  આઁખના આઁસુથી બળતી રાતોને ઠારી છે, પઁક્તિ બહુ જ ગમી

 16. જિવવા માટૅ પ્રેરણા પુરિ પાડૅ .

 17. Dipti Trivedi says:

  કાલ સુધી તેં પગ ના વાળ્યો આજે પણ પગ ના વળતો,

  અત્યંત ગતિશીલતા અને તેનાથી એક્દમ વિરુદ્ધ પરિસ્થિતિ વર્ણવવા માટે સમાન જેવા લગતા શબ્દોનો ઉપયોગ – એક અલગ અંદાજ .

 18. kartik makwana says:

  good good verry good, gajal

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.