‘તત્વમસિ’-એક પરિચય – વંદના શાંતુઈન્દુ (ભટ્ટ)

[ લેખક એ છે જે વાચકને આ દુનિયાથી દૂર કોઈ અજ્ઞાત પ્રદેશની સફર કરાવે છે. તે થોડા સમય માટે આપણને આ જગતથી કોઈક ઉપરના પ્રદેશમાં લઈ જાય છે. જેની શબ્દસાધના આપણને આવી પ્રતીતિ કરાવી શકે તે સાચો સર્જક છે. ધ્રુવભાઈ ભટ્ટના તમામ પુસ્તકોમાં આપણે તે ખૂબ જ સ્પષ્ટ રીતે અનુભવી શકીએ છીએ. તેમના અદ્દભુત સર્જનોમાંનું એક સર્જન છે ‘તત્વમસિ’. આ લઘુનવલકથા પૂરી કર્યા પછી આ લોકમાં પાછા આવવાનું મન ન થાય એટલી હદે તે આપણને પકડી રાખે છે. અત્રે તેનો સંક્ષિપ્ત આસ્વાદ વંદનાબેન ભટ્ટે કરાવ્યો છે. રીડગુજરાતીને આ લેખ મોકલવા માટે વંદનાબેનનો (વડોદરા) ખૂબ ખૂબ આભાર. આપ વંદનાબેનનો આ નંબર પર +91 9428301427 અને ધ્રુવભાઈ ભટ્ટનો આ નંબર પર +91 9426331058 સંપર્ક કરી શકો છો.]

આપણી સંસ્કૃતિના બે મહાકાવ્યો છે : ‘રામાયણ’ અને ‘મહાભારત’. તે જ રીતે ત્રણ મહાવાક્યો છે : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’ અને ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’. આ ત્રણ મહાવાક્યોરૂપી તણખલાને ઉપાડીને લેખક ધ્રુવ ભટ્ટે ‘તત્વમસિ’ નામની લઘુનવલનો માળો ગૂંથ્યો છે, જેમાં ધબકે છે ભારતીય સંસ્કૃતિનો મહાઘોષ.

લેખક ધ્રુવ ભટ્ટ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદમાં રહે છે. હાલમાં નિવૃત્ત જીવન વિતાવે છે. એ સાથે બાળકો માટે એક સંસ્થા નામે ‘નચિકેતા’ ચલાવે છે. જે અંતર્ગત તેઓ બાળકોને આકાશદર્શન, દરિયા કિનારે પદયાત્રા વિ. કાર્યક્રમો કરે છે. સાથે ખૂબ સુંદર સર્જન કરે છે. તેઓ ગુજરાતી સાહિત્યના લોકપ્રિય સર્જક છે. જેના દર્શન માત્રથી પાપમુક્તિ મળે છે તે મહાનદી નર્મદાને આ પુસ્તક અર્પણ કરવામાં આવ્યું છે. તેના મુખપૃષ્ઠ પર નર્મદાતટ પર સૂતેલો પદયાત્રી છે, તો પાછલા પૃષ્ઠ પર છાન્દોગ્ય ઉપનિષદનો શ્લોક છે : (‘શ્રદ્ધાત્સવ સોમ્યેતિ સ ચ ણ્ષોડણી મૈતદાત્મ્યમિદં, સર્વં તત્સત્યં સ આત્મા તત્વમસિ…..’) આ નવલકથામાં નર્મદા સ્વયં એક પાત્ર થઈને વહી જાય છે ચૂપચાપ.

તત્વમસિમાં નર્મદાના જંગલોમાં વસતા અને નર્મદાને શ્વસતા વનવાસીઓની સામાન્ય કહેવાતી વાતોમાં પડઘાય છે ભારતીય સંસ્કૃતિનો અમર જય ઘોષ. અહીં વાર્તા નાયકને કોઈ નામ નથી આપવામાં આવ્યું. તે આજના યુવા માનસનું પ્રતિક છે. તેની ડાયરીના થોડા અંશ નવલકથા સ્વરૂપે આલેખાયા છે. કથા નાયક મૂળ ભારતીય છે. વર્ષોથી અમેરિકામાં વસે છે. ત્યાં તેના પ્રોફેસર રૂડોલ્ફ તેને ભારત મોકલે છે અહીંના આદિવાસીઓ પર અભ્યાસ કરવા માટે. કારણ કે પ્રોફેસરને લાગે છે કે પૂરા વિશ્વમાં બે પ્રજા જ એવી છે કે જે સાંસ્કૃતિક રીતે ટકી રહીને, પરંપરાને જાળવી રાખીને વિકાસ કરી શકે છે; તે પ્રજા છે ભારત અને જાપાનની. એ પછી નાયક અમેરિકાથી આવે છે. પ્રો. રૂડોલ્ફની ઓળખીતી સુપ્રિયાને મળે છે. સુપ્રિયા નર્મદા તટના હરિખોહમાં આદિવાસી કલ્યાણ કેન્દ્ર ચલાવતી હોય છે. સુપ્રિયા સ્નાતક થયેલી છે. નાયક માણસને પણ સંશાધન માનતો હોય છે જ્યારે સુપ્રિયા મધમાખીને પણ સંશાધન માનવાનો વિરોધ કરે છે. સુપ્રિયાનો જીવનમંત્ર છે, હું બ્રહ્મ છું, તું પણ તે જ છે અને સર્વ જગત બ્રહ્મ છે.

અહીં આવ્યા પછી નાયકને પ્રશ્ન થાય છે કે હીન શાસકો, પરદેશી હુમલાખોરો, અયોગ્ય ધર્મગુરુઓ વચ્ચે પણ પોતાના અસ્તિત્વ તેમજ અસ્મિતાને જેવા ને તેવા ટકાવી રાખનારી આ પ્રજાની પાસે એવો તો કયો જાદુ છે કે જેના થકી કાલાંતરોથી સંપૂર્ણ દેશને અખંડ-અતૂટ રાખે છે ? અને તેને જવાબ મળે છે….. એક કારણ છે પરિવારમાં પરસ્પર પ્રેમ-લાગણી. બીજુ કારણ છે, આ દેશમાં દરેકની પોતાની જીવનદષ્ટિ છે જે તેઓને લોહીમાં મળી છે. રામાયણ-મહાભારત ને વાંચ્યા વગર તેની જાણકારી દરેકે દરેક પાસે છે. પછી ભલે ને તે કોઈ પણ જાતનો કે પ્રાંતનો કેમ ન હોય. આ કથાઓના પાત્રોના સુખ-દુઃખને પોતાની અંદર તે અનુભવે છે. કારણ કે આ ફક્ત કથાઓ નથી, પરંતુ જીવન અને તેની પરંપરા છે. ત્રીજું કારણ એ છે કે આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગ પર ઊભી છે….

સુપ્રિયા બુદ્ધિશાળી સ્ત્રી છે. તેના વિચાર સાંભળવા જેવા છે. તે કહે છે : ‘મને આશ્ચર્ય થાય છે કે કોઈ પ્રાણી કે પંખીની નસલ પર જોખમ ઊભું થાય તો આખી દુનિયા ચિંતા કરવા લાગે છે. કહેવાતા બુદ્ધિશાળીઓ એના પર લેખો લખશે, વિરોધ પ્રદર્શનો કરશે… અને માણસોની આખી સંસ્કૃતિ, તેની પરંપરા, તેના જીવનની ધરોહર નાશ પામવા પર આવે અને આખી વ્યવસ્થા તૂટી જાય તો તેને વિકાસ સમજીને તેનું સ્વાગત કરવામાં આવે છે ! આ મને તો યોગ્ય નથી લાગતું. તમને લાગે છે શું ?’ નાયકને પૂછાતો પ્રશ્ન આપણા સૌ તરફ પણ તકાય છે. પૂર્વ અને પશ્ચિમના વિચારભેદને એક નાના સંવાદ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યો છે, જે સંવાદ આ પુસ્તકનો મહાસંવાદ બની ગયો છે. નાયકની મિત્ર લ્યૂસી જે અમેરિકાથી આવી છે તે ભારતનો નકશો જોઈને બોલે છે કે નર્મદા ભારતને બે ભાગમાં વહેંચે છે. ત્યારે પૂજાવિધિ કરાવનાર શાસ્ત્રીજી તેને જવાબ આપે છે કે ના, નર્મદા ભારતને તોડતી નથી પણ જોડે છે. ઉત્તરાખંડ અને દક્ષિણાપથને જોડવાનું કામ કરે છે નર્મદા. પુસ્તકમાં એક જગ્યાએ શાસ્ત્રીજી કથા નાયકને કહે છે : ‘મને ધર્મની એટલી ચિંતા નથી જેટલી સંસ્કૃતિની છે, આપણી જીવનરીત અને પરંપરાઓની છે. આપણી શ્રદ્ધાની, જીવન પ્રત્યે જોવાની આપણી લઢણની જેટલી ચિંતા મને છે તેટલી બીજી કોઈ વાતની નથી. આ દેશ અને આ પ્રજા વિદેશી શાસકોને જીરવી ગયા, પરધર્મોને પણ તેમણે આવકાર્યા, પરંતુ હવે જે સાંભળું છું, જોઉં છું એનાથી ડર લાગે છે. હવે આપણી જીવનદષ્ટિ બદલવાના પ્રયત્નો થઈ રહ્યા છે… આપણી પરંપરા….. આપણી સંસ્કૃતિ – આ જો જશે તો આ દેશ નહીં ટકે….’

આ લઘુનવલમાં ‘સાઠસાલી’ નામની આદિવાસી જાતીનો ઉલ્લેખ આવે છે. આ સાઠસાલી આદિવાસીઓનું ખગોળજ્ઞાન આપણને આશ્ચર્યમાં મૂકી દે છે. આ આદિવાસીઓને ખબર હતી કે વ્યાધનો તારો જોડિયો તારો છે એટલે કે યુગ્મ-તારો છે. તથા તે બંને દર સાઠ દિવસે પોતપોતાનું સ્થાન બદલે છે. આ ખગોળિય ઘટનાને ખગોળશાસ્ત્રીઓ હજુ હમણાં જાણી શક્યા છે જ્યારે સાઠસાલીઓ આ વાત હજારો વર્ષથી જાણે છે. તેઓની માન્યતા એવી છે કે સાઠસાલીઓનું મૂળ વતન આ વ્યાધનો તારો છે. તેઓ ત્યાંથી આવ્યા છે અને ત્યાં જ પાછા ચાલ્યા જાય છે. વ્યાધના તારાના સાઠ વર્ષના ચકરાવા પરથી જ તેઓ સાઠસાલી કહેવાયા છે. લેખકે પુસ્તકની પ્રસ્તાવનામાં જણાવ્યું છે કે તેઓને આ વાત પશ્ચિમ આફ્રિકાની ‘ડૉગોન’ નામની આદિવાસી જાતિની માન્યતા પરથી લીધી છે. આ સાથે લેખકે આદિવાસીઓની રમૂજવૃત્તિને પણ નાની-નાની ઘટનાઓ દ્વારા ઉજાગર કરી છે. કથામાં એક છોકરાનું નામ છે ‘ટેમ્પુડીયો’. આવું નામ કેમ ? એવો પ્રશ્ન જરૂર થાય. પરંતુ તેની સ્પષ્ટતા કરવામાં આવી છે કે તે છોકરાનો જન્મ ટેમ્પામાં થયો હતો તેથી તેનું નામ ‘ટેમ્પુડિયો’ રાખવામાં આવ્યું હતું. આવી અનેક નાની મોટી મજેદાર સ્થૂળ ઘટનાઓથી રસાયેલી આ લઘુનવલનો અંત એટલો જ સૂક્ષ્મ છે.

અંતમાં પોતાની પરંપરાથી વિમુખ થઈ ગયેલો નાયક ફરી પાછો પોતાની પરંપરા તરફ વળે છે, એ કહેવાની લેખકની રીત વેદની કોઈ ઋચાથી જરા પણ ઉતરતી નથી. નાયક તેની મિત્ર લ્યૂસીને ભરૂચ સ્ટેશને મૂકવા આવ્યો હોય છે. તેને એકાએક યાદ આવે છે કે નર્મદા અહીં જ તો દરિયાને મળે છે ! તે મનોમન નક્કી કરી લે છે કે અહીંથી હરિખોહ કે જે મધ્યપ્રદેશમાં આવેલું છે, ત્યાં જવા માટે નર્મદા તટ પર જ ચાલતો નીકળી પડીશ. એ જ સાચું પ્રાયશ્ચિત રહેશે. તે મિત્ર લ્યૂસીને રવાના કરીને નર્મદાના કાંઠે કાંઠે ચાલવા લાગે છે. બે દિવસ ચાલે છે એ દરમિયાન રસ્તામાં શૂરપાણના જંગલમાં કાબા આદિવાસીઓ તેને લૂંટી લે છે. એવું કહેવાય છે કે આ કાબાઓએ જ અર્જુનને પણ લૂંટ્યો હતો. હવે તે કંતાનની લંગોટીભેર રહી જાય છે. શરીરમાં તાવ ચડે છે. સાવ ભૂખ્યો હોય છે. આવા સંજોગોમાં તે નર્મદાની શીલા પર સૂઈ જાય છે. બેભાન થઈ જાય છે. એને ખબર નથી કે કેટલો સમય ગયો હશે પણ તેને કોઈ ઉઠાડી રહ્યું હોય તેવું લાગે છે. તે આંખ ખોલે છે તો સામે ઘાઘરી-પોલકું પહેરેલી દસ-બાર વર્ષની એક છોકરી ઊભી હોય છે. તેને મકાઈનો ડોડો આપતાં કહે છે : ‘લે ખાઈ લે.’ તે ડોડો લઈ ખાવા લાગે છે અને પેલી છોકરીને પૂછે છે : ‘મા, તું કોણ છે ?’ – તેનો જવાબ સાંભળીને તેને બ્રહ્માંડ ઘૂમતું લાગે છે. કારણ કે તેને જ્યારે જણાવવામાં આવ્યું હતું કે નર્મદાના પદયાત્રીઓને નર્મદા સદેહે દર્શન દે છે ત્યારે તે વાત તેણે સ્વીકારી ન હતી. કેમ કે તે પોતાને બુદ્ધિશાળી માનતો હતો. આવી વાત તે કેમ સ્વીકારે ? તેને બ્રહ્માંડની પેલે પારથી આવતો હોય તેવો અવાજ સંભળાય છે : ‘રે….વા….’

ભારતીય સંસ્કૃતિના ત્રણ મહાવાક્યો : ‘અહં બ્રહ્માસ્મિ’, ‘તત્વમસિ’, ‘સર્વં ખલું ઈદં બ્રહ્મ’ – જાણે કે એક રસ થઈને એક શબ્દ ‘રેવા’માં સમાઈ જતા હોય તેવું અનુભવાય છે અને ‘નમામી દેવી નર્મદે’નો જપ કરતાં કરતાં આપણે નર્મદા સ્નાન કરીને કાંઠે આવતા હોઈએ તેવો અનુભવ ‘તત્વમસિ’ના અંતે થયા વિના રહેતો નથી.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ભણકાર – પારુલ કંદર્પ દેસાઈ
કથાદ્વયી – હરિશ્ચંદ્ર Next »   

34 પ્રતિભાવો : ‘તત્વમસિ’-એક પરિચય – વંદના શાંતુઈન્દુ (ભટ્ટ)

 1. Margesh says:

  One of the best article I’ve ever read on Readgujarati. Dhruv Bhatt is an amazing author. I must’ve to buy ‘Tatvamasi’. Dear Mrugesh bhai could you pls guide me to get this book?

 2. Krutika Gandhi says:

  Awesome. I am speechless.

 3. Editor says:

  નમસ્તે માર્ગેશભાઈ તથા અન્ય વાચકમિત્રો,

  ‘તત્વમસિ’ મોટે ભાગે બધા જ પુસ્તક વિક્રેતાઓ કે દુકાનો પર ઉપલબ્ધ છે. તે આસાનીથી આપને મળી શકશે. ધ્રુવભાઈની નવલકથાઓ કૉલેજ અભ્યાસક્રમમાં પણ સ્થાન પામી હોવાથી તે સર્વત્ર મળી શકે છે.

  આભાર.

  લિ.
  મૃગેશ શાહ
  તંત્રી, રીડગુજરાતી.

 4. maitri vayeda says:

  સુંદર … ધ્રુવ ભાઈ ના બીજા પુસ્તકો પણ ખુબ જ સરસ છે… “સમુદ્રાન્તિકે” અને “અકૂપાર” મેં વાંચેલા છે, કઈંક નવા પ્રકાર નુ વાંચવું હોય તો આ પુસ્તકો શ્રેષ્ઠ વિકલ્પ બની રહેશે…

 5. જય પટેલ says:

  લેખક ધ્રુવ ભટ્ટ સરદાર પટેલની જન્મભૂમિ કરમસદમાં રહે છે……ભાયાની ખડકીમાં રહેતા હતા.

  કરમસદ ભાયાની ખડકીમાં મારા ઘરની સામે જ સ્વશ્રી. મુળજીભાઈ પટેલના ઘરમાં
  ઉપરના માળે ભાડે રહેતા શ્રી ધૃવભાઈ લેખક…કવિ છે તેની ખડકીમાં કોઈને ખબર ન્હોતી.
  લગભગ ૨૫ વર્ષ ઉપરાંત થયા હશે…શક્ય છે કે તે સમયે કલમમાંથી
  વિચારો રૂપી અમૃતની સરવાણી વહેતી નહિ હોય.ધૃવભાઈ નચિકેતા ફાઉંડેશન ચલાવે છે તે ખબર હતી.
  બગલથેલો ખભામાં ભેરવી સાઈકલ પર નોકરીએ જતા આવતા ધૃવભાઈ આજે પણ આંખો સમક્ષ તરી આવે છે..!!
  સાંજે નોકરીએથી ઘરે આવીને કરમસદ સંતરામ મંદિરમાં બાળકોને શિક્ષણના પાઠ કંઠષ્થ કરાવતા પણ જોયા છે.

  હવે તો સ્ટેશન રોડ પર સોસાયટીમાં રહેવા ગયા છે.
  સંતરામ મંદિરની છત્રછાયા હેઠળ નવી પેઢીને સંસ્કારનું સિંચન કરવામાં આપની સેવાઓ મળી તેને બિરદાવું છું.
  આભાર.

 6. Amit says:

  Would you believe that i have purchased ‘TATVAMSI’ Yesterday, and i found this article today on readgujarati.

  Thanks Vandanabeen, Dhruvbhai and Dear Mrugeshbhai……..

 7. saumil says:

  અહી એક સુધારા ની આવશ્યકતા છે: ખરેખર તો મહાવાક્ય ત્રણ નહિ પણ ચાર છે…

  ૧) પ્રજ્ઞાનમ ભ્રહ્મ ||- ઋગ્વેદ
  ૨) અયમાત્મા ભ્રહ્મ ||- અથર્વવેદ
  ૩) તત્વમસી || – સામવેદ
  ૪) અહં ભ્રહ્માસ્મી || -યજુર્વેદ
  લેખક ની આવી ભૂલ તરત આંખે ઉડી ને વળગે છે..

  • વિમલ ધીરજલાલ પીઠવા says:

   પ્રથમ તો આપ ને ધન્યવાદ કે આપે આપ ના તરફ થી જે યોગ્ય લાગ્યુ તે સૂચન કર્યું.

   પરંતું અન્યના ઉદદાત કાર્ય માંથી ભૂલો શોધવી એ યોગ્ય છે?

 8. Mitul says:

  Superb.. I will also find the books

 9. @સૌમીલજી,

  ૧) પ્રજ્ઞાનમ ભ્રહ્મ ||- ઋગ્વેદ
  ૨) અયમાત્મા ભ્રહ્મ ||- અથર્વવેદ
  ૪) અહં ભ્રહ્માસ્મી || -યજુર્વેદ

  તેના બદલે

  ૧) પ્રજ્ઞાનમ બ્રહ્મ ||- ઋગ્વેદ
  ૨) અયમાત્મા બ્રહ્મ ||- અથર્વવેદ
  ૪) અહં બ્રહ્માસ્મી || -યજુર્વેદ

  • સૌમિલ પરમાર says:

   આ typing mistake હતી..પણ તે લખવા પાછળ નો ભાવ અગર સૌ સુધી પહોચ્યો હોય તો મારી comment worth થઇ…

 10. Veena Dave. USA says:

  સરસ લેખ્.

 11. Bihag Bhatt says:

  Katha ma patra Supriya ne chinta chhe ke akhe akhi Sanskruti badlai rahi chhe emne:

  પરિવર્તન એ પ્રક્રુતિ નો નિયમ છે. – ભગવાન રામ

  If you see in history and in nature the old must be destroyed to create a fresh and better start. After a destruction of lands and vegetations by a volcanic eruption, the new land that is created is even more rich in constituents which grows better vegetations than before. Some of the parts of the Sanskruti are old and with modern era and changing times, it also MUST change. Nothing will and should remain forever the same.

 12. Rakesh Patel says:

  મૃગેશભાઈ,
  મારી કોમેન્ટ દુર થઇ જવાનું કારણ જણાવશો…

  • Editor says:

   મેં આપને ઈ-મેઈલ પર એકથી વધુ વખત જવાબ આપેલ છે, કૃપયા આપ ઈ-મેઈલ તપાસી લેશો. આભાર.

 13. ધ્રુવ ભાઈ એટલે ઓલિયો માણસ. એમની અગ્નિ કન્યા, સમુદ્રાંતિકે, તત્વમસિ, કર્ણલોક અને અતરાપી વાંચીને એટલું અભિભૂત થઈ જવાયુ છે કે એમના વિશે બ્લોગ પર લખવા માટે પણ હિંમત જૂટાવી શકતો ન હતો , ફાઇનલી એમના વિશે બે પોસ્ટ મૂકી તો ખરી પણ હવે બ્લોગ પર લખવાનું બંધ જેવુ થઈ ગયુ છે. કેમ કે એમને વાંચ્યા ત્યારે ખબર પડીકે આખી દુનિયાનું “જ્ઞાન” ધરાવતા કલમબાજો કરતા પ્રકૃતિને પી જાઓ , અંદર ઊતારો અને ત્યાર બાદ જે કંઇ લખાય છે એ કોઇ માનવ દ્વારા નથી લખાતું.

  ધ્રુવભાઈના ચાહકો માટે એક ખબર પણ વહેંચી લવ કે ઓરકુટ અને ફેસબુક પર “GMCC – ગુજરાતી=મેગેઝિન, છાપા અને કોલમ્સ” નામની કોમ્યુ/ગૃપ છે જેમાં દર વરસે ઈ_મેગેઝિન બનાવીએ છે અને આ વખતે ધ્રુવ ભટ્ટનો ઇન્ટર્વ્યુ પણ સમાવવામાં આવેલ છે જે 2જૂન 2011 ના રોજ ત્યાં મૂકવાના છીએ

 14. nayan panchal says:

  મારા પ્રિય પુસ્તક પરનો લેખ વાંચીને જ આંખ ભીની થઈ ગઈ. કહેવાતા સુધરેલા લોકોએ ખાસ વાંચવા જેવો લેખ. ટ્રેનની પાંચ કલાકની મુસાફરીમાં આ પુસ્તક વાંચ્યુ હતુ અને જ્યારે પુસ્તક સમાપ્ત થયુ ત્યારે ટ્રેન નર્મદાના પુલ પરથી પસાર થતી હતી. મૃગેશભાઈએ કહ્યુ તેમ આ લોકમાં પાછા આવવાનુ મન ન થાય તેવુ પુસ્તક. આજે પણ અમુક સંવાદો યાદ આવે તો અભિભૂત થઈ જવાય છે.

  “ખાલી પેટ ની જાણે દું, ખાલી પેટ કીથે જાણાર”.
  “મે જાઊં? મી જાઊં?” “છોડ કે જા સકતી હો તો જા.”
  “મેં નમાઝી બનુ યા શરાબી બનુ, મુઝે છોડ કે તેરી બંદગી કહાં જાયેગી!!”

  અને આવી તો કેટલીયે અવર્ણનીય ક્ષણો આ પુસ્તકમાં આવે છે. દરેક ગુજરાતીએ ખાસ વસાવવા જેવુ પુસ્તક. મને તેમના પુસ્તક ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મો જેવા લાગે છે. એક વારમાં પૂરેપૂરુ ન સમજાય ( અતરાપી વાંચી જોજો ). તેમની લેખનીનો એવો જાદૂ છે કે આંખ મીંચીને તેમનુ પુસ્તક ખરીદી શકાય.

  આભાર મૃગેશભાઈ અને વંદનાબેન.,
  નયન

 15. dhruv says:

  Dear all
  It is for the first or second time that I am replying to any write-up on my work. I am happy that all u felt what I hd felt during writing the book. The cradit there fore goes to Samvadnaa and livlyness of the readers not to dhruv bhatt.

  INFORMATION
  If some one wnts english edition of the book it will be available from
  Bharatiya Sahitya akadami,
  ‘Swati’
  Mandir marg,
  New Delhi
  110 001
  on advance payment of Rs.90 plus paotage

 16. dhruv says:

  Jay Patel
  Yes I wrote agikanyaa and Samudrantike at Bhaya’s mkahadki only but it was just not told to anyone residing around. It was not needed as they new me as dhruvbhai and I liked that
  Now in this society ‘Gopal Nagar’ also people came to know recently that I am writiing. That is also Tatvamasi got Nationalk aword and news papers leaked the information.

  Being Dhruvbhai and Nothin else is only way of leaving for me

  Thanks for happy memories

  • nayan panchal says:

   એક આડવાત,

   આપણી સોસાયટી કે ફળિયા કે એપાર્ટમેન્ટમાં કોઈ ટીવી કલાકાર રહેતુ હોય તો પણ બધાને જાણ થઈ જાય છે. જે કે રોલિંગ જેવી લેખિકા તેના વિસ્તારની સૌથી મોટી સેલિબ્રિટી હશે. મને સમજણ છે કે ધ્રુવજીને કંઈ ફરક નથી પડતો પરંતુ બીજા બધાને પડવો જોઈએ.

   આભાર,
   નયન

 17. nayan panchal says:

  વાહ, ખુદ ધ્રુવ ભટ્ટજીની કોમેન્ટ વાંચીને ઘણો આનંદ થયો.
  આભાર, ધ્રુવ ભટ્ટજી.

  નયન

 18. Vandana Bhatt’s review of Tatvamasi is very fascinating.i’m tempted to read other novels of Dhruv Bhatt.
  kranti kanate

 19. HITA says:

  મસ્ત લેખ, તત્વમસિ ને ૧ વાચ્વાથિ સન્તોશ થાય નહિ ચોક્લેટ ની જેમ ચગળ વા નુ મન થય તેવુ પુસ્તક, ઉપરા ઉપરિ બે વાર વાયા પછિ તરત અટલો સરો લેખ વાચવામમલ્યો ખુબ મજા આવિગઇ .પુસ્તક નુ એક વાક્ય સ્પર્શિ ગયુ ” સુપ્રિય કે બિજા કોઇ જ આ સેવા કરેછે તે પરિક્રમાવાસી માણસને સાચવવા નથીકરતા .પરિક્રમા ને સાચવવ કરેછે” પરંપરા ને જાળવવા નિ કેટલિ સરસ વાત છે . …..

 20. Siddharth says:

  Eventhough, I wanted to write my response in Gujarati, I had to write in English because for some reason Gujarati fonts are not perfect at least on my machine at this moment.

  In any case, I really enjoyed this particular article. I personally like tourism related literature in Gujarati, so during my visit to India I visited Crossword in Baroda and one of the employees at Crossword who was really well versed with Gujarati literature recommended me “Tatvamasi”.
  Because he noticed that I had taken “Parikamma Narmada maiya ni” by Amrutlal Vengad.

  Till today, Tatvamasi of Shree Dhruvbhai and Parikamma related books by Shree Amrutlal Vengad are my favorite books. When I am upset, I pick up one of these books and I feel so great. I feel that these books take us to our roots, our innocence and also remind us that you do not need too much to live life happily.

  Infact, I did call Shree Dhruvbhai to find out if he really had come across people like those mentioned in book or it was his imagination, unfortunately he was busy in some function and later on never got a chance to call him again.

  I am so happy to find his phone number here and most likely willl call him again.

  Once again if you get chance please read this book, it may be a slow start but after few pages you just fall in love with the book.

  He recreates entire Tribal community, beautiful natural jungles and amazing river right in front of your eyes. It also gives immense peace to your innher soul.

  One of the best books I ever read.

  I also came to know about his other books from comments and my next task is to order them.

  Once again thanks for posting such a wonderful article about a great book and his down to earth writer.

  Sincerely,

  Siddharth

 21. jaimin says:

  આ પુસ્તક મને ખુબજ પ્રિય છે. પુસ્તકમાં સુપ્રિયા એ કીધેલી બે વાતો મને ખૂબજ ગમી. કે, “આ પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસી પુણ્ય ભલે મેળવતો હોય, પરંતુ એ ઉપરાંતનું જે મેંળવે છે એનું સાંસ્કૃતિક મૂલ્ય તમે પરિક્રમા કરો તો કદાચ જાણી શકો.” અને બીજી “મારે પરિક્રમાની સેવા કરવાની છે, પરિક્રમાવાસીની નહી.

 22. Nikul H. Thaker says:

  આ પુસ્તક મે ત્રણ વાર વાચ્યું છે — ત્રણેય વાર કોઈ અલગ પ્રકારની જ અનુભુતી થઇ છૅ

 23. gamitpiyush says:

  આ બુક ઘણી ઉપયોગી છે. જયારે કોઇ અજાણ્યા વિસ્તારમાં જયારે તયારે ત્યાં પરશનો નડતા હોય તયારે આ પુસ્તક વાંચ્યા પછી આનો ઉકેલ મેળવી શકાય છે.

 24. gamit piyush says:

  આ પુસ્તક ચાર વખત વાંચી છે. મને ખૂબ મજા આવી તત્વમસિ જીવન ઉપયોગી પુસ્તક છે. જરુર વાંચો.

 25. Arvind Patel says:

  Certain books are life of Hindu sanskriti. Like Bhawat Gita. Tatvamasi Maha Vakya etc.

  These books are not just to read only, but to live these books in life. To share such kind of information is realy apreciable work. Hats off.

 26. meeta says:

  ખુબ જ સરસ પુસ્તક લાગ્યુ ૨૦૦૮ મા એમ.એ. ના અભ્યાસક્રમ મા હતુ .આજે હુ શિક્ષક . ંમારેી સ્કુલ મા બુક રિવ્યુ આપવા માતે મે આ પુસ્તક પસન્દ કર્યુ . આવુ સરસ પુસ્તક નેી રચના કરિ એ બદલ અભિનન્દન .મારુ પ્રિય પુસ્તક તત્વમસિ.

 27. ZARNA Bhatti says:

  I read this book in Gujrati. In this novel: description of #forest & #river of Narmada and living of tribal areas. Here, in this novel: description of their different tribal and culture. Here, we can apply the post Colonial theory. There is always invisible shows the religion of superiority inferior identity. Here, writer described some of the part of the Sanskrit are old and with modern era. Thank you…

 28. Prateek Joshi says:

  નવી ગુજરાતી મુવી રેવા દ્વારા શ્રી ધ્રુવ ભાઈ ના અદભુત સર્જન ના સંપર્ક માં આવ્યો છું! અને હવે સ્વાભાવિક છે કે હું એમની બધી કૃતિઓ નો પુસ્તક સ્વરૂપે લાભ લઈશ!

  ધન્યવાદ

  – temporary કરમસદ વાસી.

 29. I haven’t read tatvmasi but movi is seeing. It is one is the best .thanks for this book.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.