સ્વર્ગ અને નર્ક – ડૉ. આઈ. કે. વીજળીવાળા
[ મોતીચારો ભાગ-5 : ‘પ્રેમનો પગરવ’ પુસ્તકમાંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ડૉ. સાહેબનો (ભાવનગર) ખૂબ ખૂબ આભાર. આપ તેમનો આ સરનામે drikv@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તકપ્રાપ્તિની વિગત લેખના અંતે આપવામાં આવી છે.]
એક દાદા અને એમનો વફાદાર કૂતરો એક સાંજે ફરવા નીકળ્યા હતા. અચાનક જ ટ્રક કે કોઈ એવા જ વાહન સાથે અકસ્માત થયો અને બંને મૃત્યુ પામ્યા. આ બધું ઝાંખુંઝાંખું યાદ હોવા છતાં દાદાને લાગ્યું કે પોતે અને કૂતરો હજુ ચાલ્યા જ જાય છે. ચાલતા ચાલતા બંને એક વિશાળ દરવાજા પાસે પહોંચ્યા. એ દરવાજો પૂરેપૂરો સોનાથી મઢેલો હતો. એના પર ઠેકઠેકાણે હીરાઝવેરાત લગાવેલાં હતાં. દરવાજો બંધ હતો, પરંતુ બાજુની એક નાનકડી બારી ખુલ્લી હતી. એમાં એક માણસ બેઠોબેઠો પોતાનું કામ કરી રહ્યો હતો.
દાદાએ એ માણસને પૂછ્યું : ‘ભાઈ, અમે ક્યાં આવી ચડ્યા છીએ એ કહેશો ? તમે આ જગ્યાને શું કહો છો ?’
પેલા માણસે બારીમાંથી ડોકું કાઢીને કહ્યું : ‘આ સ્વર્ગ છે. તમે બંને અત્યારે સ્વર્ગના દરવાજા પાસે જ ઊભા છો !’
‘એમ ? અદ્દભુત ! મને આ દરવાજો જોઈને ખૂબ આનંદ થાય છે !’ દાદાએ આશ્ચર્યથી એ વિશાળ દરવાજા સામે જોયું. પછી પેલા માણસ સામે ફરીને કહ્યું : ‘ભાઈ, અમને તરસ લાગી છે. તમારી પાસેથી પાણી મળી શકશે ખરું ?’
‘અરે મારા સાહેબ ! કેમ નહીં ! ચોક્કસ મળશે !’ પેલા માણસે કહ્યું : ‘તમે અંદર આવો. હું હમણાં જ તમારા માટે બરફના પાણીની વ્યવસ્થા કરું છું.’ એ સાથે જ પેલો સોનાનો દરવાજો ધીમે ધીમે ખૂલવા માંડ્યો.
‘પરંતુ હું આ મારા કૂતરાને અંદર લાવી શકીશ ને ? મારા પાછલાં થોડાં વરસોનો એ સાથીદાર છે !’ દાદાએ કૂતરા સામે આંગળી ચીંધતા પૂછી લીધું.
‘નહીં સાહેબ ! એ શક્ય નહીં બને ! અમે પ્રાણીઓને અંદર નથી આવવા દેતા ! કૂતરાને તમારે બહાર જ છોડી દેવો પડશે.’ પેલા માણસે જવાબ આપ્યો.
દાદાએ ઘડીક વિચાર કર્યો. પછી દૂર સુધી જતા રસ્તા ઉપર પોતાના કૂતરાની સાથે ચાલવાનું શરૂ કરી દીધું. ઘણુંબધું ચાલ્યા પછી એક કાચો, ધૂળિયો રસ્તો આવ્યો. એના પર બંને આગળ વધતા રહ્યા. થોડી વાર પછી એક લીલુંછમ્મ ખેતર આવ્યું. એને તૂટીફૂટી વાડ હતી. એવો જ તૂટેલો ઝાંપો હતો. ઝાંપો ખસેડીને દાદાએ અંદર ડોકિયું કર્યું. લાંબી સફેદ દાઢીવાળો એક માણસ ઝાડના છાંયડે પડ્યો પડ્યો એક મોટી ચોપડી વાંચી રહ્યો હતો.
‘ખલેલ બદલ માફ કરજો, પરંતુ તમારી પાસેથી પીવાનું પાણી મળી શકશે ?’ દાદાએ પેલા લાંબી સફેદ દાઢીવાળાને પૂછ્યું.
‘અરે ! ચોક્કસ મળી શકશે. એમાં વળી ખલેલ શાની ? આવો, આવો ! અંદર આવી જાઓ. જો સામે છાંયડામાં હાથેથી ચલાવવાનો એક પંપ છે. તમારી જાતે સીંચીને પાણી પી લો અને આરામ કરવો હોય તો ઘડીક આરામ પણ કરી લો.’ એ માણસે જવાબ આપ્યો. પછી હસતાં હસતાં બોલ્યો, ‘અને જો અહીં જ રહેવું હોય તો પણ મને કશો જ વાંધો નથી.’
‘પરંતુ આ મારો મિત્ર અંદર આવી શકશે ખરો ?’ પોતાના કૂતરા સામે આંગળી ચીંધતા દાદાએ પૂછ્યું.
‘કેમ નહીં ? એ પણ તમારી જોડે અંદર આવી જ શકશે. અમારે અહીંયા કોઈ પણ જાતના ભેદભાવ નથી. તમે બંને જણ અંદર આવતા રહો અને જુઓ, એને પાણી પીવા માટે એ પંપની બાજુમાં નાનકડું એક વાસણ પડ્યું હશે. એ ભરીને તમે એને પણ પાણી પીવડાવી શકશો.’ દાઢીવાળાએ જવાબ આપ્યો. વાત કરતી વખતે એ ખૂબ જ પ્રેમથી બોલતો હતો અને સતત મંદમંદ હાસ્ય વેરતો હતો. દાદા એના કૂતરા સાથે વાડીમાં પ્રવેશ્યા. પંપ પરથી પાણી સીંચીને પોતે ધરાઈને પીધું તેમ જ કૂતરાને પણ પીવડાવ્યું. બંને જણ ધરાઈ ગયા. પછી ઝાડના છાંયડામાં મોટી ચોપડી લઈને વાંચતા પેલા માણસની બાજુમાં જઈને ઊભા રહ્યા.
‘તમારો ખૂબ આભાર ભાઈ ! પરંતુ હું પૂછી શકું કે તમે આ જગ્યાને શું કહો છો ?’ દાદાએ પૂછ્યું.
‘આ સ્વર્ગ છે !’ પેલા માણસે જવાબ આપ્યો.
‘પરંતુ થોડી વાર પહેલાં આની પહેલાંના રસ્તા પર એક જગ્યાએ અમને એક માણસ મળેલો. એ પણ એની જગ્યાને સ્વર્ગ તરીકે ઓળખાવતો હતો ! આ બધું ગૂંચવાડાભર્યું નથી લાગતું ?’ દાદાએ કહ્યું.
‘કઈ જગ્યા ? પેલા હીરા જડેલા સોનાના દરવાજાવાળી ?’ દાઢીવાળા માણસે પૂછ્યું, પછી કહ્યું : ‘ના ભાઈ ના ! એ સ્વર્ગ નથી, એ તો નર્ક છે !’
‘તો પછી તમે એ લોકોને જૂઠું બોલવાની ના કેમ નથી પાડતા ?’ દાદાને નવાઈ લાગી.
‘ના, ના ! ઊલટાનું અમે એના ખોટા બોલવાથી ખુશ છીએ ! એ લોકો અમારા માટે ફાયદારૂપ અને મદદરૂપ બની રહે છે. એમના કારણે એવા માણસો ત્યાં જ રોકાઈ જાય છે જે પોતાના મિત્રો તેમ જ સગાંવહાલાંઓને છોડીને પણ એકલા સ્વર્ગમાં જવા માગતા હોય ! પોતાના મિત્રો કે સગાના ભોગે પોતે એકલા જ સગવડતા ભોગવવા માગતા હોય એવા લોકોનું અમારે અહીંયા કાંઈ કામ નથી હોતું !’
હજુ એ સફેદ દાઢીવાળા માણસના ચહેરા પર મંદમંદ હાસ્ય ફરકી રહ્યું હતું, પરંતુ હવે એ પુરુષ દૈવી લાગવા માંડ્યો હતો. દાદા અને એમનો કૂતરો એની બાજુમાં જ બેસી પડ્યા !
[કુલ પાન : 88. કિંમત રૂ. 50. પ્રાપ્તિસ્થાન : આર. આર. શેઠની કંપની. ‘દ્વારકેશ’. રૉયલ ઍપાર્ટમેન્ટ પાસે, ખાનપુર. અમદાવાદ-380001. ફોન : +91 79 25506573.]



Short and Sweet!
મને અપના દરેક પુસ્તકો મને ખુબ જ સરસ લગિયા તમે સારા લેખક 6o……
ખુબ સરસ .મને ડૉ. આઈ. કે.વીજળીવાળા દ્વારા લિખિત સાથિદારની શોધમા અને ખજાના વાળૂ પુસ્તક પણ જોઇએ . જો તમારી પાસે હોઇ તો મને તેમનિ લિક મોકલો. આભાર.
http://booksforyou.co.in/Authors/Dr.-I.K.Vijliwala
વાહ વાહ ……….. ખુબ જ સરસ ….
ખુબ સુંદર……માણસે સ્વાર્થી કે સ્વકેદ્રી તો ન જ બનવું જોઇએ.
ખુબ સરસ
ખુબ સરસ. સ્વાર્થ્ બાજુ મુકો તો બધે સ્વર્ગ જ છે ને.
you are right
Short but very very Sweet.
ખૂબ જ સુંદર કલ્પના, સ્વર્ગ અને નર્કનો તફાવત સમજાવતી સુંદર કૃતિ.
હિન્દુ ધર્મ ની માન્યતા મુજબ મોહ હોય તો સ્વર્ગ શક્ય જ નથી , આપણે ભરત રાજા નુ ઉદાહ્રરર્ણ જાણીઍ છીઍ. હ્રરર્ણ ના
બચ્ચા મા મોહ થયો તો પછી તેમને સ્વર્ગ મા જવા ના મલ્યુ અને બે જન્મ ધરવા પડેલા. માટે આ વાર્તા મા સહમતી સિધ્ધાતં ની રીતે જોવા જઈએ તો શક્ય નથી. બાકી વાર્તા ની રીતે તો સરસ !
સુંદર વાર્તા. વાર્તાનો મર્મ સ્વકેન્દ્રિતાને દૂર કરવાનો છે. બાકી યુધિષ્ઠિરે પણ શ્વાન સાથે જ સ્વર્ગારોહણ કર્યુ હતુ ને.
આભાર,
નયન
It is possible to go to swarg perhaps with the dog but it is impossible
to achieve “moksh” which the ultimate goal of human life as per
all religion. Any one has to detach from everything for this to be achieve.
જીજ્ઞેશભાઈ,
વાસના, મોહ સાથે મોક્ષ મળવો અશક્ય છે. ભરત અને ઋષ્યશૃંગ મુનિ તેનુ ઉદાહરણ છે. ત્યાગીને ભોગવનાર કૃષ્ણ હોય કે સર્વ પ્રત્યે મમતાભાવ રાખનાર બુદ્ધ હોય, તેમનો મોક્ષ થયેલો જ છે.
મનુષ્ય ઇશ્વરનુ સર્જન છે અને તેનો જો સ્વીકાર થઈ શકે છે તો શ્વાન પણ તેનુ જ સર્જન છે ને. અહીં વાત સૌના સ્વીકારની છે.
આભાર,
નયન
very sweet
Beautifull story.
I like I K vijalivala’s interpretations
all must read the book
ખરેખર એટલિ બધિ સરસ વર્તા છે કે તેનિ વાત ના થાય. પેલુ કહેવાય છે ને કે નાનુ છે પન નાગ નુ બચ્ચુ એવિ વર્તા છે.
Very nice. Short & sweet.
As expected..from the writer..very nice story..:-) loved it…
ખુબ સુંદર……
Nice story
આપનો આ લેખ સ્વર્ગ અને નર્ક ખુબ સરસ છે અને સમજવા લાયક પણ છે
khub j bhavarth purna lekh chhe, aapna badha j pustak khub j sachot, vastvik ane hraday sparshi chhe… ati sundar.
ખરેખર સમજવા જેવુ….
ખુબજ સરસ વાત, આ વાત સમજવા અને જીવનમાં ઉતારવા જેવી છે.
ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબ આપે ખુબ જ સુંદર વાત કહી છે .
સચોટ વાર્તા
સ્વર્ગ અને નર્ક એ સ્થળ નથી પણ સ્થીત છે !!!
મે તમારા પુસ્તક ના બધા જ ભાગો વાંચયા છે ખુબ જ સરસ છે અદભુત !
ડૉ. આઈ. કે. વીજળીવાળા સાહેબ ને હુ ૩૦ સાલ પહેલા મળેલો જયારે તેઑ
મહુવા મા હતા ખુબજ સરસ વાત,જીવનમાં ઉતારવા જેવી છે
ખુબ ખુબ ધન્યવાદ્………………….
દિનેશ ભટ ના નમકાર
બોવ જ સારુ તમારા વિચારો ગમ્યા ખુબજ આભાર
nice story.
મે તમારા પુસ્તક ના બધા જ ભાગો વાંચ્યા છે ખુબ જ સરસ છે !
VERY NICE AND MOTIVATE ARTICAL…
MAKE ATMIYA FOR EVERY PERSON..
સ્વર્ગ અને નર્ક અથવા મોક્ષ આ બધી કાલ્પનિક વાતો છે. માણસને ધર્મ સાથે બાંધી રાખવા માટે. ખરેખર તો આપણું જીવન શરુ થાય તે પહેલા શૂન્ય હતું અને આપણું જીવન પૂરું થયા બાદ પણ શૂન્ય જ છે, આપણા માટે. જો આપણે સ્વર્ગ કે મોક્ષ મેળવવા માંગતા હોઈએ અથવા નર્ક થી દૂર રહેવા માંગતા હોઈએ તો તે બધું આ જીવન દરમ્યાન જ શક્ય છે. આપણે જીવન દરમ્યાન માં જ સ્વર્ગ કે મોક્ષ નો અનુભવ કરવો રહ્યો. આપણે બધાય એવું જીવન જીવીએ કે સ્વર્ગ કે મોક્ષ નો સંતોષ આ જીવન માં જ મળે. મૃત્યુ બાદ સ્વર્ગ મળશે અથવા મોક્ષ મળશે તેવી કલ્પના થી દૂર રહેવું.
Antar ne sparshi jati prerak vaato pirasava badal Gujarat aapnu aabhaari chhe, Vijaliwala Saheb…!!
Savaar sudhari gai maari…