કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.
કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
માન મળે, મળે ધનધાન, મળે સત્તા,
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેશ ભાળી,
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રૂદે હસે રંગ નહિ દૂજા
કોક દિન ઈદ અને કોક દિન રોજા.
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધાવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિંદગીનાં મોજાં
આવો તમો ઈદ અને આવો તમે રોજા.
9 thoughts on “લા-પરવા – મકરન્દ દવે”
કાંઈ અફસોસ નહિ કાંઈ નહિ ફિકર,
કોઈ ચીજ તણી નહિ જિંદગીમાં જિકર,
ખુબ સરસ…………
ખુબ સુંદર
“કોક દિન ઈદ અને કોક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.”
ખુબ સુંદર
હાલ્યા કરે દુનિયાની વણજાર ગાંડી,
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી ?
કોઈ દિ સિરો ને કોઈ દિ પુરિ ,કોઇ દિ ભુખ્યઆ રહિયે ઓધ્વજિ
રામ રાખે તેમ રહિયે ઓધવજિ
બાઈ મેીરા કહે પ્રભુ ગિર્ધર ના ગુન ગાતા રહિયે……..ઓધવજિ રામ રખે તેમ રહિયે
Khub saras.shabdo mane bahu j gamya
Khub saras,shabdo mane khub j gamya
Bahu saras
Good poem.
Bahut kuch aur bhi hai is duniya me ,
Ye zindagi mahaz gam hi nahi hai.
મકરંદભાઈ,
શી મસ્ત ફ્કીરી અપનાવી છે ! પછી શું ફરક પદે છે — રોજા હોય કે ઈદ ? … સલામ.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}