નારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ

નારી તું નારાયણીનું લેબલ લગાડી
ફરતી યુગોયુગોથી
ને ગણાતી તું સ્વાર્થરહિત સ્નેહની
જ્વલંત મૂર્તિ.
ત્યાગ અને સહનશીલતાની તું
સાક્ષાત દેવી.
અંબા, લક્ષ્મી અને સરસ્વતીરૂપે
ઘેરઘેર તું પૂજાતી
નમે સહુના મસ્તક આદરથી
તોયે, કચડાતી પળેપળે,
એડી તળે, પુરુષપ્રધાન સમાજની
પરંતુ
હવે સમય ગયો છે બદલાઈ
જોઈને રૂપ આધુનિક નારીતણું
મન ચઢે વિચાર ચગડોળે
પુરુષને કચડવાની જીદમાં
પુરુષ સમોવડી બનવાની હોડમાં
બદલ્યા તેં વેશ અને કેશ
બદલી નાખ્યાં તેં જીવનનાં મૂલ્યો.
નડી પુરુષના ગર્વને
આગળ વધી ગઈ તું પુરુષથી
પાઠ ભણાવવા આ પુરુષોને
રૂપ ધર્યું તેં આવું,
નારી નારાયણી મટી તેં
રૂપ ધર્યું જક્ષણીનું.

[જક્ષણી = ભયંકર અને વિકરાળ સ્ત્રી, ભૂતડી.]


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous લા-પરવા – મકરન્દ દવે
સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ Next »   

6 પ્રતિભાવો : નારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ

 1. ravi says:

  not bed

 2. hmehta says:

  it is true that all of us want to stand in competition .

 3. આપણે માત્ર અમુક પ્રકારની સ્ત્રીને જોઇને વ્યાખ્યા આપી દીધી છે કે સમાજ સુધરી ગયો છે. બાકી સારા સારા ઘરોમાં પણ હજી સ્ત્રીઓ પર એજ જુના પુરાણા અત્યાચાર થાય છે. માત્ર શારિરીક નહિ માનસિક પણ. અને નાનપણથી આપણે આપણી દીકરીઓને એમ શીખવીએ છીએ કે ગમે તેટલો અનન્યાય થાય સહન કરતાં શીખવું. અને એ સહન શક્તિની કોઇ સીમા તો આપણે બાંધી જ નથી..

  હવે માત્ર ફેર એટલો જ છે કે જુની વસ્તુ નવા પેકિંગમાં ઉપલ્બધ છે.

 4. dhiraj says:

  હું નારી-સ્વતંત્રતા નો વિરોધી નથી પણ મને એક વાત જે હંમેશા ખુંચે છે તે છે જોબ કરતી સ્ત્રિયો બાળક ને જન્મ આપી ને ફક્ત પાંચ છો મહિના આરામ કરીને પછી નોકરીએ લાગી જાય છે દરેક કેસ માં સ્ત્રી માટે નોકરી કરીને પૈસા કમાવવા અત્યંત જરૂરી નથી હોતા પતિ ની આવક પણ સારી હોય અને ઘર ની પરિસ્થિતિ પણ સારી હોય તેમ છતાં ઉચ્ચ અભ્યાસ કરેલી સ્ત્રીને કોણ જાણે કેમ જોબ કરવાનું વ્યસન હોય છે
  સારું કરો જોબ પણ હજી તમારા બાળક ને ત્રણ ચાર વરસ નું તો થવા દો!!!

 5. Jigisha says:

  હિરલની વાત એકદમ સાચી છે.

 6. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  નારીનું પુરુષ-સમોવડી બનવું એ જ નારીત્વનું અપમાન નથી શું ? નારીનું સર્જન પુરુષથી પણ ઉત્તમ છે જ. તેનો વિકાસ કરો, સ્વાવલંબી બનો, શિક્ષણ મેળવો અને પોતાની ક્ષ્રેષ્ઠતા સિધ્ધ કરી બતાવો.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.