સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

……………….સંગમાં રાજી રાજી
………….આપણ
…………..એકબીજાના સંગમાં રાજી રાજી,
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
……………………નેણ તો રહે લાજી.
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી.

………………..લેવાને જાય ત્યાં જીવન
……………………..આખુંય તે ઠલવાય !
દેવાને જાય, છલોછલ
………………….ભરિયું શું છલકાય !
એવી એ
આપલેને અવસરિયે પાગલ
………………………..કોઈ રે’ કહે પાજી ?
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી

…………………..વીતેલી વેળની કોઈ
……………………….આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનો યે
…………………….રણકે ઓરો સાદ;
અષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
…………………….ઝરતાં રે જાય ગાજી !
આપણ એકબીજાના સંગમાં રાજી રાજી


· ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous નારી એક અનુભૂતિ – કલ્પના પી. શાહ
ધ્યાનનું શિક્ષણ – ભાણદેવ Next »   

4 પ્રતિભાવો : સંગમાં રાજી રાજી – રાજેન્દ્ર શાહ

 1. Kumi says:

  સરસ ગીત!

 2. jaydeep says:

  I am so happy to see this site.Wonderfull,Fantastic,Mindblowing,superb.

 3. P.K. Davda says:

  રાજેન્દ્ર શાહની વાત જ અનોખી છે.

 4. komal. pandya says:

  વાહ,સંગ મા રાજી રાજી……સર, સરસ કાવ્ય

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.