આમંત્રણ – અનુ. ઋષભ પરમાર

[કેનેડાના શિક્ષક અને લેખક ઓરિયાહ માઉન્ટન ડ્રીમરની અછાંદસ કૃતિનો અનુવાદ.]

તમે જીવવા માટે શું કરો છો એ જાણવામાં મને રસ નથી
મારે જાણવું છે કે તમારા હૃદયમાં ઊંડી કોઈ આરત છે કે કેમ ?
અને એ ફળીભૂત થવાનું સ્વપ્ન જોવાની હામ છે કે નહિ.

તમારી ઉંમરમાં પણ મને રસ નથી.
પ્રેમ, સ્વપ્ન, અને જીવંત રહેવાના સાહસ ખાતર ગાંડા દેખાવાનું જોખમ તો ખેડી શકો છોને ?

મારે જાણવું છે કે તમે પીડા સાથે સ્વસ્થ બેસી શકો છો ?
એને છુપાવવા, ઘટાડવા ને મટાડવાના પ્રયત્નો વગર ?

મારે જાણવું છે, તમે વિશ્વાસઘાતનો આરોપ સહી શકો છો ?
પોતાના આત્માનો વિશ્વાસઘાત કર્યા વગર ?

મારે જાણવું છે કે દિનબદિન આકર્ષણના આટાપાટા વચ્ચે તમે સૌંદર્યને જોઈ શકો છો ?
એની હયાતીમાં તમારા જીવનનો સ્ત્રોત અનુભવી શકો છો ?

તમે ક્યાં, શું અને કોની પાસે ભણ્યા એમાં મને રસ નથી.
મારે જાણવું છે કે બહાર બધું જ પડી ભાગે ત્યારે અંદર તમને કોણ ટકાવી રાખે છે ?

મારે જાણવું છે કે તમે જાત સાથે એકલા રહી શકો છો ?
ખાલી ક્ષણોમાં તમારો સથવારો તમને ગમે છે ?

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

7 thoughts on “આમંત્રણ – અનુ. ઋષભ પરમાર”

Copy Protected by Chetan's WP-Copyprotect.