કેમ છે ?
મારી ચિંતા છોડી દે.
તારી વાત કર.
મારી જાણબહાર
છાનીમાની તું અંદર ઘર કરીને બેસી ગઈ છે.
ભલે પધારી.
તું જરાયે સંકોચ ન રાખતી.
હું તને પાળીશ, પોષીશ
મારું રક્ત સીંચી તારી રક્ષા કરીશ.
તને હસતી રમતી રાખીશ
બસ, તું મને વળગેલી રહેજે
લોકો ભલેને ચર્ચા કરતા.
મને નથી પડી એની.
હું તને ઓળખી ગયો છું.
તારો મારો જન્મોજનમનો નાતો છે.
એક દિવસ
લાગ જોઈ તું અને હું
ભાગી નીકળીશું, સાથે.
9 thoughts on “ટ્યુમરને…. – ચન્દ્રકાન્ત ટોપીવાળા”
ગુજરાતીમાં એક કહેવત છે “મુલ્લની દોડ મસ્જિદ સુધી”….. આપણું પણ એવું જ છે… ભાગી ભાગી ને જઇએ તો પણ ક્યાં બસ મૃત્યુ સુધી.
very gud ma’m
માણસમાત્રની વિચિત્રતા કહો કે પછી વિશિષ્ટતા…….. લાંબા સમયની અથવા જીવનપર્યન્તની બિમારી દુખરુપ લાગવાને બદ્લે તેને એક સાચા મિત્રની જેમ સ્વીકારી લે છે….. કહો કે કોઠે પડી જાય છે…….
સુંદર…
Very Good
ખુબ સરસ………..
આશા છે આ માત્ર એક કવિતા જ છે. સત્ય નથી..
જ્યારે કોઈ વસ્તુને ટાળી શકાય એમ ન હોય તો તેનો સ્વીકાર કરી લેવો સારુ.
મારી પરમ મિત્ર કહે છે એમ, It’s Okay.
નયન
we have grown & brought up in dahod, this is the vision your goodself have teach us to follow , we thank you , now your poem transmit essence of life ,
thank you