[‘નવનીત સમર્પણ’માંથી સાભાર.]
બારી ઉઘાડતાં જ
સવારે
ધસી આવે છે અંદર તાજી હવા.
પછી સામેનાં વૃક્ષો હલાવે છે હાથ
અને પંખીઓ ઊડી આવે છે નજીક
ચણ ચણવા.
નજીક આવે છે ફૂલછોડ,
અને સુગંધ.
અને જો તમારા પર
વિશ્વાસ હશે તો
એકાદ પતંગિયું પણ કદીક
લટાર મારી જશે ઘરમાં તમારા
અને ડાળખી સમજીને
બેસી જશે તમારા ખભા પર !
બારી ઉઘાડતાં જ
બહાર નીકળી જાય છે ઉચ્છવાસ !
કશોક ભય અને સંકોચ….
તમે આવકારો છો અજવાશને
અધરો પર તમારા
આવી જાય છે અનાયાસ સ્મિત.
ફોનની ઘંટડી વાગે છે અને
કોઈક જોડે છે
તમારી સાથે
મૈત્રીનો તાર !
અને પછી
એક પછી એક ઘટનાઓ
બનવા લાગે છે રંગીન
સાંજ સુધી !
7 thoughts on “બારી ઉઘાડતાં જ – મંગળ રાઠોડ”
ખુબ સરસ રચના…
the poem is really nice ,every morning wants to say u something .
સરસ!
“ફોનની ઘંટડી વાગે છે અને
કોઈક જોડે છે
તમારી સાથે
મૈત્રીનો તાર !”
સરસ
ખૂબ જ સુંદર કાવ્ય.
गुजरात नो नाथ नवलकथा सामेल करो
મંગળભાઈ,
સરસ કાવ્ય. આભાર.
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}