ગઝલ – ચંદ્રેશ મકવાણા

એકપણ બાજુથી પકડાતી નથી,
ગાંસડી બાંધો તો બંધાતી નથી.

આ હવા પણ શું ગજબની ચીજ છે.
આંખને અડકે છે દેખાતી નથી.

કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.

કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.

વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

17 thoughts on “ગઝલ – ચંદ્રેશ મકવાણા”

Copy Protected by Chetan's WP-Copyprotect.