ગઝલ – ચંદ્રેશ મકવાણા
એકપણ બાજુથી પકડાતી નથી,
ગાંસડી બાંધો તો બંધાતી નથી.
આ હવા પણ શું ગજબની ચીજ છે.
આંખને અડકે છે દેખાતી નથી.
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કાં ચરણ ફંટાય છે કાં ચાહના
કેડીઓ ક્યારેય ફંટાતી નથી.
વેંત ઊંચી વાડ છે વિખવાદની
આપણાથી એય ઠેકાતી નથી.



આ કદાચ ચંદ્રેશ ભાઈ ની બીજી જ ગઝલ વાંચી છે.. પણ મજ્જા પડી રહી છે….! એમનો કોઈ કાવ્યસંગ્રહ હોય તો જણાવશો please !!! હું એમનો big fan બની રહ્યો હોઉં એવું લાગે છે… ગજબ નું લખાણ છે !
ખુબ સુંદર
ખૂબ જ સરસ ગઝલ છે, એમાંયે છેલ્લો શેર બહુ ગમ્યો. વિખવાદની વાડ તો વેંત ઊંચી જ છે પણ તે ઠેકવા આપણે અસમર્થ છીએ -સુંદર રજુઆત, શ્રી. ચંદ્રેશભાઈને ધન્યવાદ.
ખુબ સરસ
Nice Gazal. 🙂
કાં રમકડું લઈ શકું કાં રોટલી,
વાત એ બાળકને સમજાતી નથી.
કેટલિ કરુન વાત , કેટલિ સરલતા થિ..!!
કેટલા થોડા શબ્દોમાં કેટલી ઊંડી વાતો.
ખૂબ જ સુંદર. અભિનંદન.
નયન
ખૂબ જ સુંદર ગઝલ!
સુધીર પટેલ.
સરસ રચના…….. ચન્દ્રેશભાઈ ખુબ સરસ લખો છો.
maro kehvano arth koi samji na shakyu hu kone samjavu,
karan K mara HRIDAY ma koi sthan pami na shakyu.
arth nathi duniya ma ek pan vastu no jo manas, manasai na rakhe
pan antar na shabdo thi vadhu hu kai lakhi na shaku.
કાવ્યસંગ્રહ હોય તો જણાવશો please !!!
बहु सुँदर तमारी गजल तमारी गजल वाँची मने खुबज आनँद थयो.
THANKYOU,
THANKYOU WERY MUCH. Chandreshbhai
BY
I AM CHETAN CHUDASAMA
MY VILLAGE
TANA
DISTIC BHAVNAGAR
wow mja avi…..khub sundar
વાહ ચન્દ્રેશ ખુબ સરસ તારા મિત્ર બનવુ ગમશે. તને ગમશે ?
કા રમકડુ લૈ શકુ …
ઘર આકે રોયે બહોત મા બાપ અકેલેમે
મિટ્ટિકે ખિલોનેભિ સસ્તે ન થે મેલેમે…
આ હવા પણ શું ગજબની ચીજ છે.
આંખને અડકે છે દેખાતી નથી.
ખુબ સરસ મજા પડી ગય.
ક્યા બાત હૅ.
khub saras chandresh bhai ….. mne khub gami …..