લટકવાનું – વિનોદ ગાંધી

ઘણું અઘરું છે મળવાનું,
બીજાના મનને કળવાનું.

જીવનભર એ કર્યું છે ને,
હવે અંતે ય બળવાનું ?

ચલો, કોશિશ તો કરીએ,
દૂધે સાકર શું ભળવાનું !

બધાંએ વૃક્ષના ભાગે,
નથી હોતું જ ફળવાનું !

જીવન માટે ઝઝૂમ્યા ને,
મરણ કાજે ટટળવાનું !

તને હું કામ સોંપું છું,
ઋષિના મનને ચળવાનું !

અમે છટકીને અહીં આવ્યા,
હવે અહીંથી છટકવાનું ?

જનેતાએ જ શીખવ્યું છે,
ઊંધે માથે લટકવાનું !


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous રાહ જોયા કરીશ – યોગેશ જોષી
માબાપ સાથે ગોષ્ઠી – ડૉ. ઊર્મિલા શાહ Next »   

7 પ્રતિભાવો : લટકવાનું – વિનોદ ગાંધી

 1. Very good !!!!
  “Jivan mate jajumya ane, maran kaje tatalvanu”

 2. એક યાદ આવ્યુ
  જીવી ગયા જેમ તેમ – હવે મ્ રવાના કેમ કેમ્ ??????

 3. Hitesh Mehta says:

  ઘણું અઘરું છે મળવાનું,
  બીજાના મનને કળવાનું.

  જીવનભર એ કર્યું છે ને,
  હવે અંતે ય બળવાનું ?
  ” આ તો આવ્યા થોડીવાર જીવતર જીવવા, જીવ્યા ના જીવ્યા ત્યા તો મોત ની સામે જ આવ્યા ? “

 4. nayan panchal says:

  ક્યાં સુધી રહીશુ એવા ને એવા,
  બંધ કરીએ હવે ખુદને છળવાનુ.

  ખૂબ સરસ વિનોદભાઈ,
  નયન

 5. altaf says:

  બહુજ સરસ મને ખુબજ ગમ્યુ

 6. DHIREN AVASHIA says:

  TAMARI GAZAL UNDHE MATHE LATKI VANCHI
  SAMJI GAYO K SIDHA THAI CHALVA NU

  BIJA NE SIDHA CHALVA NU SHIKHAVAVANU
  SHU ATLU NAHI KARVANU?

 7. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  વિનોદભાઈ,
  ખરેખર તો ઘણું અઘરું છે … જીવવાનું ! — મસ્ત ગઝલ આપી. આભાર.
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.