હું તો બસ
રાહ જોયા કરીશ-
વૃક્ષને પાન ફૂટવાની.
દોસ્તો,
નદીને પૂછવું નથી પડતું
દરિયાનું સરનામું
કે વાદળોને જળ પહોંચાડવા
જરૂર નથી પડતી
નળની.
ભલે હું
આકાશ વગરનો રહું
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
ભલે હું
શબ્દ વગરનો રહું મારે નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો
હું તો બસ,
રાહ જોયા કરીશ….
5 thoughts on “રાહ જોયા કરીશ – યોગેશ જોષી”
Excellent …
ભલે હું
શબ્દ વગરનો રહું મારે નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો
હું તો બસ,
રાહ જોયા કરીશ….
Very well said
બહુ સરસ રિતે… નકલિ કન્ચલિ ઉતરિ…
ખુબજ સરસ
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
હું તો બસ,
રાહ જોયા કરીશ….
વાહ ખુબ સરસ્…..
હિતેશ મહેતા
મોરબી…
ખૂબ સરસ યોગેશભાઈ,
આભાર,
નયન