રાહ જોયા કરીશ – યોગેશ જોષી

હું તો બસ
રાહ જોયા કરીશ-
વૃક્ષને પાન ફૂટવાની.
દોસ્તો,
નદીને પૂછવું નથી પડતું
દરિયાનું સરનામું
કે વાદળોને જળ પહોંચાડવા
જરૂર નથી પડતી
નળની.
ભલે હું
આકાશ વગરનો રહું
મારે નથી ચોંટાડવી
પીઠ પર પાંખો,
ભલે હું
શબ્દ વગરનો રહું મારે નથી જન્માવવા
ટેસ્ટ-ટ્યૂબ શબ્દો
હું તો બસ,
રાહ જોયા કરીશ….


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગીત – ધ્રુવ ભટ્ટ
લટકવાનું – વિનોદ ગાંધી Next »   

5 પ્રતિભાવો : રાહ જોયા કરીશ – યોગેશ જોષી

 1. Piyush S Shah says:

  Excellent …

  ભલે હું
  શબ્દ વગરનો રહું મારે નથી જન્માવવા
  ટેસ્ટ-ટ્યૂબ શબ્દો
  હું તો બસ,
  રાહ જોયા કરીશ….

  Very well said

 2. Jay Ashara says:

  બહુ સરસ રિતે… નકલિ કન્ચલિ ઉતરિ…

 3. Dinesh Gohil says:

  ખુબજ સરસ

 4. Hitesh Mehta says:

  મારે નથી ચોંટાડવી
  પીઠ પર પાંખો,
  હું તો બસ,
  રાહ જોયા કરીશ….

  વાહ ખુબ સરસ્…..
  હિતેશ મહેતા
  મોરબી…

 5. nayan panchal says:

  ખૂબ સરસ યોગેશભાઈ,

  આભાર,
  નયન

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.