[ થોડા સમય અગાઉ પ્રકાશિત થયેલ પુસ્તક ‘અંતિમ પ્રકરણ’માંથી સાભાર. રીડગુજરાતીને આ પુસ્તક ભેટ મોકલવા માટે ગૂર્જર પ્રકાશનનો ખૂબ ખૂબ આભાર. આપ લેખિકાનો આ સરનામે nilamhdoshi@yahoo.com સંપર્ક કરી શકો છો. પુસ્તક પ્રાપ્તિની વિગત વાર્તાને અંતે આપવામાં આવી છે.]
‘જીવનની અંતિમ સાંજ….! બસ, હવે બહુ થયું. આ જીવનનો કોઈ અર્થ નથી. કોઈને મારી પડી જ નથી. આખી જિંદગી શું બધાંનું સાંભળ્યા કરવાનું અને સહન કર્યા કરવાનું ? કોઈને મારી જરૂર નથી. હું તો સાવ વધારાની થઈ ગઈ છું… નકામી… સાવ નકામી બની ગઈ છું. જાણે ખાલી શીશીમાં તડકો ભરવાની રમત રમ્યા કરું છું. અર્થહીન જિંદગીની માફક અર્થહીન રમત….
આવા જીવન કરતાં તો… અને હવે આ નિર્ણયમાં કોઈ ફેરફાર નહીં. આમ પણ આ ચાર દિવસ એકલી છું. આવો મોકો બીજી વાર મળે ન મળે. બસ, જેને જે માનવું હોય, જે વિચારવું હોય તે વિચારે. મર્યા પછી મને શો ફરક પડે છે ? દુનિયા આખી સ્વાર્થી છે. બે દિવસમાં બધું ભૂલી જશે. દિશા હોય કે ન હોય કોને ફરક પડે છે ? મારા એક વિના દુનિયા અટકી તો નથી પડવાની. હું નહીં હોઉં ત્યારે જ બધાને મારી કિંમત સમજાશે.’ બધાને ખબર પાડી દેવા માટે હાથમાં ગોળીઓની આખી બૉટલ સાથે બેઠેલી દિશાની વિચારમાળા આગળ ચાલે તે પહેલાં જ બાજુમાં ટિપોય પર રહેલ ફોન રણક્યો. દિશાએ કંટાળાથી ફોન તરફ જોયું. આને પણ છેલ્લી ઘડીએ રણકવું છે ? નથી ઉપાડવો… હવે ઉપાડીને કામ પણ શું છે ? ભલે વાગતો… મારે હવે આ બધી બાબતો સાથે કોઈ નિસબત ખરી ?
પણ ફોન કરનાર જાણે જીદે ભરાયું હોય તેમ રણકવાનું બંધ જ નહોતું થતું…. કંટાળીને કે ગુસ્સાથી દિશાએ ફોન ઊપાડ્યો. લાવ, જોઉં તો ખરી… મારા નસીબમાં અંતિમ વાત કોની સાથે કરવાની લખાઈ છે…
‘હલ્લો…’
‘વિરલ છે ?’
‘કોણ વિરલ ?’
‘વિરલ… વિરલ શાહ….’
‘સોરી… રોંગ નંબર… અહીં કોઈ વિરલ રહેતો નથી.’
‘તો કોણ રહે છે ત્યાં ?’
‘તમારો મતલબ ?’ દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.
‘પૂછવાનો અર્થ એ હતો કે આપ કોણ બોલો છો ?’
‘હું વિરલ તો નથી જ બોલતી… એટલું પૂરતું નથી ?’
‘એ તો સમજાઈ ગયું… આ અવાજ વિરલનો નથી… પણ… પ્લીઝ કોઈ ગેરસમજ ન કરશો. આ તો જસ્ટ તમારો અવાજ ખૂબ સરસ… બહુ મીઠો લાગ્યો તેથી પુછાઈ ગયું. સોરી… કંઈ ખરાબ લાગ્યું હોય તો….’ દિશાનો ગુસ્સો થોડો શાંત થયો. એકાદ પળ મૌન રહી તેણે જવાબ આપ્યો :
‘હું દિશા બોલું છું. આઈ મીન… મારું નામ દિશા છે.’
‘ઓહ….! ગ્રેટ…. જીવનમાં બધાંને ગાઈડ કરનાર… દિશા બતાવનાર…. વાહ !’
‘સોરી… હું કોઈને ગાઈડ કરતી નથી.’
‘અગેઈન સોરી… આઈ વોઝ જસ્ટ જોકિંગ….’
‘અજાણ્યાઓ સાથે જોક કરવાની તમને આદત છે ?’
‘ના, પણ તમે અજાણ્યાં લાગ્યાં જ નથી… એનું શું ?’
‘વાત કરવામાં સ્માર્ટ લાગો છો.’
‘ખાલી વાત કરવામાં ? હું આખ્ખો સ્માર્ટ છું.’
‘તમારી જાત વિશે બહુ ઊંચી માન્યતા ધરાવતા લાગો છો.’
‘પોતાની જાત વિશે માન હોવું એ મારા ખ્યાલ મુજબ કંઈ ખરાબ વાત તો નથી જ. જાતની અવગણના શા માટે ?’
‘લેખક છો ?’
‘લેખક થવાનાં સ્વપ્નો જોઉં છું ખરો….’
‘સપનાં ? હમ્મ ! ખાલી દિવાસ્વપ્નોમાં રાચો છો કે પછી મહેનત પણ કરો છો ?’ દિશા અજાણપણે વાતમાં ગૂંથાતી જતી હતી.
‘આ અત્યારે શું કરી રહ્યો છું ? મહેનત જ ને ? દિશા નામની કોઈ સુંદર છોકરીને પટાવવાની….’
‘વોટ ?’ હવે દિશાના અવાજમાં ગુસ્સો ભળ્યો.
‘સોરી…સોરી…. મીઠાશની સાથે તીખાશ પણ છે કે નહીં તે જરા ચકાસતો હતો. એકલી મીઠાશ બહુ સારી નહીં. ડાયાબિટીસ થઈ જાય. આમ પણ મને રોગીઓ પ્રત્યે બહુ માન નથી જ. પણ તમારે વાંધો નથી. મીઠાશ… તીખાશ બંને છે તમારામાં….’
‘બોલતાં… મસ્કાં મારતાં સારું આવડે છે….’
‘થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ્સ… તમારા જેવી સુંદર યુવતીઓની શુભેચ્છાઓની મહેરબાની હંમેશાં મારી ઉપર રહી છે.’
‘હું સુંદર છું એમ કોણે કહ્યું ?’
‘યુવતીઓને હું સુંદર જ ગણું છું. આમ પણ સુંદરતા તો દષ્ટિમાં છે… અને મારી દષ્ટિ સુંદર છે જ. તેથી મને વિશ્વમાં કશું અસુંદર દેખાતું જ નથી. હું તો સીધો કવિ કલાપીનો વંશજ….’ અને સામે છેડેથી ખડખડાટ હાસ્યનો અવાજ સાંભળી દિશા થોડી ખીજાઈ.
‘જાતે સુંદર બની જવાનો તમારો આ આઈડિયા સારો છે. પેલા દલા તરવાડીની વાર્તા વાંચી લાગે છે.’
‘તમે બધા નાહક દલા તરવાડીને વગોવો છો…. તેણે બિચારાએ તો આપણને કેટલી બધી સગવડ કરી આપી છે.’
‘ઓહ…! તમને દલા તરવાડી માટે પક્ષપાત લાગે છે…. કે પછી એના જ વંશજ છો ? એની વે…. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે.’ નહોતું હસવું તો પણ દિશાના ચહેરા પર એક મંદ સ્મિતની લહેરખી તો ફરી જ વળી. બાકી આત્મહત્યાની અંતિમ પળે વળી હાસ્ય કેવું ? જીવનમાં હાસ્યની પળો નિર્માણી હોત તો તો આવો વિચાર જ….
‘મારી સેન્સ ઑફ હ્યુમર માટે મિત્રોને માન છે.’
‘તમારા મિત્રોને હ્યુમર એટલે શું ? એ ખબર નહીં હોય.’
‘કેમ તમને હ્યુમરમાં ખબર નથી પડતી ?’
‘હું તમારી મિત્ર થોડી છું ?’
‘નથી ? હું તો ભ્રમમાં હતો કે તમે મારા મિત્ર બની જ ગયાં છો. રોંગ નંબર સાથે કોઈ આટલી વાત થોડી જ કરે ?’ દિશાએ ધડ દઈને ફોન કાપી નાખ્યો… સમજે છે શું એના મનમાં ?
બે-પાંચ મિનિટ એમ જ પસાર થઈ.
ત્યાં વળી ફોન રણક્યો.
ન જાણે કેમ પણ દિશાથી આ વખતે ફોન તુરત ઊપડાઈ ગયો. નક્કી એ જ…. ! એમ સહેલાઈથી પીછો છોડે તેમ નથી લાગતું. જરા ખખડાવવો પડશે. સમજે છે શું પોતાની જાતને ?
‘હલ્લો….’ દિશા સાચી હતી. સામેથી ફરી એ જ અવાજ…
‘સોરી દિશાજી, મારો ઈરાદો તમને હર્ટ કરવાનો નહોતો. આ તો મને એમ કે જીવનની અંતિમ પળે કઈ નસીબદાર વ્યક્તિ સાથે વાત કરીને હું સંસારને અલવિદા કરીશ ? એ જાણવાના લોભમાં….’ દિશા ચમકી. આ પણ કોઈ પોતાના જેવું સમદુખિયું છે કે શું ? નહોતું બોલવું તોયે મોમાંથી નીકળી જ ગયું.
‘એટલે ? તમેય મારી જેમ…. ?’ સામે છેડે એકાદ ક્ષણ મૌન…
‘મારી જેમ એટલે ? તમે પણ….?’
‘હા, મારી પણ આ અંતિમ સાંજની અંતિમ વાત છે. આપણી મુલાકાત કંઈક અનોખી નથી લાગતી ?’
‘અનોખી છે જ. અંતિમ પળના સાથીદાર નહીં ?’
‘પણ તમે તો પુરુષ છો…. તમારે વળી આત્મહત્યાનું શા માટે વિચારવું પડે ?’
એકાદ બે ક્ષણ મૌન પછી….
‘કેમ પુરુષને કોઈ તકલીફ ન હોય એવો કોઈ નિયમ છે ?’
દિશા ગૂંચવાઈ….. ‘ના, ના, નિયમ તો નથી…. પણ સામાન્ય રીતે આપણો સમાજ પુરુષપ્રધાન છે તેથી જે સહન કરવાનું આવે તે મોટે ભાગે સ્ત્રીઓને જ ફાળે આવે છે ને ?’
‘એ તમારો ભ્રમ છે. આપણી અંતિમ સાંજે હવે એ ભ્રમ તોડીને શું ફાયદો ? નહીંતર જરૂર કહેત. જતાં પહેલાં કદાચ દિલ હળવું કરવાની એક તક… પણ ના જવા દો… અંતિમ સાંજે દિલ હળવું થાય કે નહીં… શો ફરક પડે છે ખરું ને ?’
‘હા…ના… સાવ એવું તો નહીં…. કોઈ સહૃદયી વાત સાંભળનાર મળે તો જરૂર ગમે. હસતાં હસતાં દુનિયાને અલવિદા કહેવાનું સદનસીબ બધા પાસે નથી હોતું.’
‘તમે તો ફિલસૂફની માફક વાત કરવા લાગ્યા….’
‘અંતિમ પળે કદાચ દરેક માનવી ફિલસૂફની અવસ્થાએ આપોઆપ પહોંચી જતો હશે નહીં ?’ દિશા અનાયાસે વાતોના પ્રવાહમાં ખેંચાઈ. આમ તો પોતાની વાતો સાંભળવાનો સમય કોઈની પાસે હતો જ ક્યાં ?
‘બની શકે તમે સાચા હો… પણ મને તો આ પળે મોત જેવું બીજું કોઈ સુખ દેખાતું નથી.’ સામે છેડેથી નિરાશ અવાજ સંભળાયો.
‘ના, ના, સાવ એવું નથી… તમે તો પુરુષ થઈને પણ સાવ હિંમત હારી ગયા. આમ સાવ નિરાશાવાદી થવું તમને બરાબર લાગે છે ?’
‘મને તો કશું જ બરાબર નથી લાગતું…. બરાબર લાગતું હોત તો મરવાનો વિચાર જ શા માટે આવત ?’
‘બધું બરાબર હોય ત્યારે સૌ કોઈએ જીવે… મરવું તો બહુ આસાન છે. બની શકે તમે જીવવાનો પૂરતો પ્રયત્ન જ ન કર્યો હોય ?’ દિશા જાણ્યે-અજાણ્યે કાઉન્સેલરની ભૂમિકામાં આવી ગઈ.
‘બની શકે…. બધું બની શકે…. પણ હવે એક વાર નિર્ણય લેવાઈ ગયો એમાં ફેરફાર કરવાની મને કોઈ ઈચ્છા નથી.’
‘જીવનમાં કેટલીયે વાર આપણે આપણા નિર્ણય ફેરવતા નથી હોતા ? દષ્ટિ થોડી બદલીએ… થોડા પોઝિટિવ થઈએ તો બની શકે, દુનિયા કંઈક અલગ પણ દેખાય.’
‘કદાચ તમારી વાત સાચી હશે….’
‘કદાચ નહીં… સો ટકા સાચી જ છે.’ દિશા જાણે એક ઝનૂનમાં આવી ગઈ.
‘હશે….. પણ મારે હવે એવું કશું વિચારવું નથી. જીવવા માટે આટલાં બધાં સમાધાન કરવાનાં હોય… ડગલે ને પગલે આપણે જ….’ સામે છેડેથી શબ્દો અધૂરા જ રહ્યા.
‘મુશ્કેલીઓથી હારીને રણમેદાન છોડી દેવું, એ તો કાયરતા કહેવાય…’ દિશાની કાઉન્સેલરની ભૂમિકા આગળ ચાલી, ‘ઘણી વાર સાવ નાની વાતમાં આપણે આવેશમાં આવી જતા હોઈએ એવું પણ બને.’
‘હા, બની તો બધું શકે…. આમ તો કોઈએ કહ્યું જ કે એક દરવાજો બંધ થાય ત્યારે બીજો આપોઆપ ખૂલે છે. ફક્ત આપણી દષ્ટિ જ એ ખુલ્લા દરવાજા તરફ બદલવાની જરૂર હોય છે. હમ્બગ બધું…. અને કોઈ દોઢડાહ્યા કવિએ તો વળી ગાયું જ છે ને કે, “આગલા વળાંકે વાટ જુએ છે વસંતો…..” કવિઓને બીજું કામ પણ શું હોય છે ?’
‘અરે, વાહ ! તમે તો કવિતાના શોખીન લાગો છો !’
‘કવિતા ? સારું છે તમારું નામ કવિતા નથી.’
‘સમજાયું નહીં…..’
‘મને પણ પૂરું ક્યાં સમજાયું છે ? આમ પણ આપણે બધી વાત સમજીને જ બોલીએ છીએ એવું થોડું છે ? સમજ્યા વિના પણ જીવનમાં કેટકેટલું થતું હોય છે… કરતા હોઈએ છીએ…’
‘તમે તો સારું એવું વાંચ્યું લાગે છે…. અભ્યાસી છો…..’
‘થેન્ક્સ ફોર કોમ્પ્લીમેન્ટ્સ… પણ વાંચેલું બધું અમલમાં થોડું મૂકી શકાય છે ? એ બધું તો પોથીમાંના રીંગણાં જેવું. બીજાને કહેવું આસાન છે. બાકી પોતાની ઉપર થોડા પ્રોબ્લેમ આવે ત્યારે પોતે બધું ભૂલી જાય છે. જુઓ કોઈ હૈયાકૂટો લેખક શું કહે છે ? : “ફૂલે નિસાસો નાખ્યો હાય…. મારું ઝાકળબિન્દું સુકાઈ ગયું, પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઈ ગયો હતો..” લેખકોને તો ઠીક છે લખી નાખવું છે….’
‘ના, ના, સાવ એવું નથી, ઘણાં પુસ્તકોએ અનેકની દુનિયા બદલી નાખી હોય એવાં ઉદાહરણોની ખોટ નથી જ.’
‘તમારી વાત વિચારવા લાયક તો ખરી જ. અને સાચું કહું તો ક્યારેક મને એવો વિચાર પણ આવે છે કે હું તો આત્મહત્યા કરીને છૂટી જઈશ. મારે તો પછી કંઈ જોવાનું રહેતું નથી…. પણ એટલો સ્વાર્થી હું થઈ શકું ? કદાચ આપણા જવાથી દુનિયાને ખાસ કોઈ ફરક ન પડે પણ એકાદ-બે વ્યક્તિ તો ક્યાંક હોવાની જ જેમને આપણા જવાથી ખરેખર દુઃખ થાય. અને તેથી જ આટલા સમય સુધી વિચારતો હતો.’
‘તે વિચારી વિચારીને અંતે તો આવું નેગેટિવ જ વિચાર્યું ને ?’
‘શું કરું ? આદત સે મજબૂર….’
‘ના, ના, એમ કહીને છૂટી જવાનો આપણને કોઈ હક્ક નથી. આપણી અત્યાર સુધીની જિંદગીમાં કેટલાયે લોકોનો ફાળો હશે જ. માતા-પિતા, સગાં-વહાલાંઓ. મિત્રો…. કોઈક તો હશે જ જેમણે આપણા માટે….’ બોલતાં બોલતાં દિશા અચાનક અટકી ગઈ. પોતે આમ વાતોના પ્રવાહમાં આવીને કોઈ અપરિચિત વ્યક્તિ સાથે આ બધું શું બોલી રહી છે ? અને એ પણ ક્યારે ? જ્યારે પોતે પણ મરવાનું નક્કી કરી લીધું છે. આ ક્ષણે આવી કોઈ દલીલો પોતાને શોભે ખરી ? પણ ના, પોતાની દલીલોથી કોઈનું જીવન બચી શકતું હોય તો… જતાં જતાં એક સત્કાર્ય…
‘કેમ, તમે પણ બોલતાં બંધ થઈ ગયાં ને ? પોતાની વાત આવે એટલે બધા આમ જ. બીજાને ઉપદેશ આપવો કે મોટી મોટી વાતો કરવી જ આસાન છે. અમલ આસાન થોડો જ છે ? અને હું જાણું છું કે હવે તમે આવું જ કશું લેક્ચર કરશો કે જીવન અણમોલ છે. અરે, સમાજમાં આપણાથી વધારે દુઃખી અગણિત લોકો છે… હશે… તેમના તરફ દષ્ટિ રાખીએ ત્યારે જ સમજાય કે ઈશ્વરે આપણને કેટલું આપ્યું છે…. ! આવું જ કંઈક કહેવું છે ને તમારે ? અરે, મેડમ…. આવું ઘણુંબધું હું સાંભળી ચૂક્યો છું… અને મને હવે એની કોઈ અસર નથી થતી.’ દિશાને થોડો ગુસ્સો ચડ્યો. બધું જાણવા છતાં જેને સમજવું જ નથી, એને કોણ સમજાવી શકે ? છતાં… જાણ્યા પછી કોઈને આમ મરવા થોડા દેવાય ? જિંદગી કંઈ આમ ફેંકી દેવા માટે થોડી જ છે ?
‘જુઓ મિસ્ટર, તમે જે હો તે… પણ… લેટ મી ટેલ યુ વન થિંગ… તમે નિર્ણય ભલે કરી લીધો પણ એક કામ કરો… તમે વધારે નહીં તો એક દિવસ માટે તમારો આ વિચાર મુલતવી રાખી ન શકો ? આત્મહત્યા કરવી જ હોય તો આવતીકાલે કરો તો પણ ચાલે ને ?’
‘એક દિવસમાં શું ફરક પડી જવાનો ?’
‘એ તો મને પણ નથી ખબર…. પણ કદાચ તમે આ પગલું કોઈ ક્ષણિક આવેશમાં લીધું હોય…. બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઈ શુભ સંદેશ લઈને પણ ઊગે…. તમારાં કારણોની તો મને જાણ નથી… પણ બની શકે કાલે તમને જિંદગી જીવવાલાયક પણ લાગે…. તમે જ કહ્યું તેમ આગલા વળાંકે કોઈ વસંત તમારી પ્રતીક્ષામાં….’
‘દલીલ પૂરતી તમારી વાત સાચી છે. લોકોને સમજાવતાં તમને સારું આવડે છે. તમે એક કામ કરો ને… એક કાઉન્સેલીંગ સર્વિસ ખોલી નાખો…. સારી ચાલશે.’
‘તમારી ઉપર મારા કાઉન્સેલીંગની કોઈ અસર થતી નથી તો મારી સર્વિસ સારી ચાલશે એમ કેમ કહી શકાય ?’
‘કોણે કહ્યું ? અસર નથી થઈ ?’
‘એટલે ? તમે…તમે મારી વાત સ્વીકારી ?’ પોતે ઉત્સાહમાં કેમ આવી ગઈ તે દિશાને સમજાયું નહીં.
‘આ પળે તો લાગે છે એક વધુ દિવસ રાહ જોવાનું તમારું સૂચન કંઈ ખોટું તો નથી જ. વિચારવાલાયક તો ખરું જ.’
‘ફક્ત વિચારવાલાયક જ નહીં. અમલમાં મૂકવાલાયક પણ ખરું જ.’ દિશાએ ભારપૂર્વક પોતાની વાત દોહરાવી.
‘ઓકે… મેડમ… તમે જીત્યાં… અને હું હાર્યો…. તમારી વાત સ્વીકારી હું આજનો દિવસ… ફક્ત આજનો દિવસ મારો મરવાનો કાર્યક્રમ મુલતવી રાખું છું. બની શકે આપ મારા માટે ખરા અર્થમાં દિશાસૂચક બનો…. ખૂબ ખૂબ આભાર…. સો નાઈસ ઓફ યુ….’ અને રોંગ નંબર કપાઈ ગયો.
દિશાના કાનમાં પોતાના શબ્દો જ પડઘાઈ રહ્યા…. બે-પાંચ મિનિટ મૌન પસાર થઈ ગઈ. તેના મનમાં આખી વાતચીત પડઘાતી રહી. થોડી વારે તેણે હાથમાં રહેલી ગોળીઓની બૉટલનો ઘા કર્યો. બરાબર ત્યારે ‘રોંગ નંબર’ ખુશખુશાલ થતો પિક્ચર જોવા જતો હતો. બાજુમાં બેઠેલ તેનો મિત્ર પૂછતો હતો :
‘શું હતું આ બધું ? આ આત્મહત્યાની વાતો કોની સાથે કરતો હતો ?…’
‘હું જરા જોક કરવાના મૂડમાં હતો. અને સામે સાચેસાચ કોઈ દિશા નામની સ્ત્રી હતી… આત્મહત્યા કરવાના વિચારોમાં અટવાયેલી હતી. મેં મારી સાઈકોલૉજી કામે લગાડી. બની શકે તેણે મરવાનો તેનો વિચાર પડતો મૂક્યો હોય…’ અને રોંગ નંબરે ખુશ થઈ મોઢેથી વ્હીસલ વગાડી…
[કુલ પાન : 136 (પાકું પૂઠું). કિંમત રૂ. 80. પ્રાપ્તિસ્થાન : ગૂર્જર પ્રકાશન. રતનપોળનાકા સામે, ગાંધીમાર્ગ, અમદાવાદ-380001. ફોન : +91 79 22144663. ઈ-મેઈલ : goorjar@yahoo.com ]
67 thoughts on “રોંગ નંબર – નીલમ દોશી”
બહુ સરસ
તમે આ પગલું કોઈ ક્ષણિક આવેશમાં લીધું હોય…. બની શકે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઈ શુભ સંદેશ લઈને પણ ઊગે…
ખુબસરસ વાત…….
Absoulately SUPERB !!!!!!
I, don’t have any proper words to praise.
ફૂલે નિસાસો નાખ્યો હાય…. મારું ઝાકળબિન્દું સુકાઈ ગયું, પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઈ ગયો હતો.. વાહ્..
અતી સુન્દર
“ફૂલે નિસાસો નાખ્યો હાય…. મારું ઝાકળબિન્દું સુકાઈ ગયું, પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઈ ગયો હતો.. ”
— ખુબ જ સુંદર.
— વખાણ માટે શબ્દો જ જડતા નથી.
બહુ જ સુંદર.
ખુબ સુંદર….
જીંદગીમાં અમુક ક્ષણ એવી આવે છે કે અંતિમ પગલું ભરવાની ઇચ્છા થઇ આવે પણ જો એ ક્ષણને સાચવી લઇએ તો ફરી બેઠા થઇ શકીએ.
ખુબ સુંદર….
જીંદગીમાં અમુક ક્ષણ એવી આવે છે કે અંતિમ પગલું ભરવાની ઇચ્છા થઇ આવે પણ જો એ ક્ષણને સાચવી લઇએ તો ફરી બની શકે કે આવતી કાલનો સૂરજ તમારે માટે કોઈ શુભ સંદેશ લઈને પણ ઊગે…
what is there is no meaning of leaving? if no one need u or every day is same scary?
Best story read ever… 🙂
આગલા વળાંકે વાટ જુએ છે વસંતો….
ખુબ જ સુંદર !
thanks to all for liking my story.. your responses r valuable for me.. and thanks to mrugeshbhai too..
hope u all will like other stories too from the book..
“આગલા વળાંકે વાટ જુએ છે વસંતો…..”
આટલુ જ પુરતુ છે……દરેક વળાંક ને પાર કરવા માટે……..
ખૂબ સુંદર વાર્તા.
ખુબ જ સુંદર !
સરસ વાર્તા છે અને નીલમ બેનની કસાયેલી કલમથી દરેક વાર્તામાં અવનવું માણવા મળે છે .
ખુબજ સુન્દર!! આન્ત પન સરસ.
Cool! Jara hatke!!
વાર્તા ભલે વાસ્તવિક ન લાગતી હોય પરંતુ તેનુ તત્વ અનુસરણીય છે જ.
આભાર નીલમબેન,
નયન
sikka padi didha shu yaar
sachu kav ghana divaso pachi kaink
dhamakedar entry padi hoi evyu lagyu
good night mrugeshbhai ane nilamben
વાહ નિલમબેન્,
વાર્તા અને તેના અદ્ભુત અન્ત સાથે તમે chhavaai ગયાં.સરસ .બે વાત યાદ આવે chhe.
અહીં મારો એક લેખ આવ્યો હતો…’વેવાણને પત્ર’…..વાંચીને એક ફોને મને મુંઝવણમાં મૂકી દીધી’તી!
કોઈ જમાઈનો હતો.’આ લેખ તમે મારા માટે જ લખ્યો chhe.’ (!)……’મને મરવાનું મન થાય chhe.’!!!! વગેરે……
મારા લેખને કારણે કોઈ કંટાળે કે ઊંઘી જાય તે મને ખબર ને (chaale હવે….) સમજીને બેસી જાઊં.
પણ ……કોઈ મરવા તૈયાર થાય? મેં તો સલાહ chaalu કરી દીધી ! બીજે દિવસથી એ ભાઈ ફોન પર chaalu થઈ ગ્યા!!!!!!!
બે દિવસ pachhi મારા પતિએ એમને સારી bhaashaamaan સમજાવી દીધા.
ને એક રિક્શાવાળાએ મરવાની બીક બતાવી મારી સલાહની સાથે સાથે મારી પાસેથી પૈસા પણ કઢાવી લીધેલા!
એટલે હવે કોઈની મરવાની વાત પર મને બીક લાગવા માંડે chhe!!
કલ્પના દેસાઈ
કલ્પનાબેન , હું તો માનતી હતી કે તમારા લેખો વાંચીને લોકોને ખાલી હસવું જ આવતું હશે..પણ… ઐસા ભી હોતા હૈ… વાહ..
આભાર સૌ વાચકો..ભાવકોનો.. અસુંદર પ્રતિભાવ બદલ… અને મ્રગેશભાઇનો તો ખરો જ..ખરો..
આ વાર્તા નવનીત સમર્પણમાં પ્રકાશિત થઇ ગયેલી છે..અને હવે મારા વાર્તા સંગ્રહમાં… જે જાણ ખાતર…
નિલમ બેન
સરસ વાર્તા…. આવતી કાલનો સૂરજ તમારે માટે કોઈ શુભ સંદેશ લઈને પણ ઊગે…
થોડો ગુસ્સો થોડો સ્નેહ વાતોમા વડગિયે આપને બેઊ.. આત્મહત્યાનો વિચાર દુર રહેશે મનમા થોડી મહેક રહેશે.
આ સમય પણ વિતી જશે……..
બહુજ સરસ ..જો નબળો વિચાર આવે ત્યારે સારા મિત્રોની સાથે વાતો એ વળગશો………
હિતેશ મહેતા
ગમી..
Very good
An excellent and inspiring story couched in beautiful language
રોન્ગ નમ્બર્…..
બહુ સરસ
હીરૅન
very good story,if you take care of weak moment
sun is going to rise for you
good
raj
too good.
.“ફૂલે નિસાસો નાખ્યો હાય…. મારું ઝાકળબિન્દું સુકાઈ ગયું, પણ સવાર પડી ત્યારે આસમાનનો તો આખો તારાલોક ખોવાઈ ગયો હતો.. ”
– ખુબ જ સુંદર.
આ વાર્તા ‘પરમ સમીપે’ પર પહેલા વાંચેલી.
ખુબ સુંદર વાર્તાલાપ.
ખુબ સરસ
બહુજ સરસ…અંત સુધી જકડી રાખતી વાર્તા…
ખુબજ સુદર વાર્તા અંત સુધી જકડી રાખે છે. . આ વાર્તા માંથી બોધપાઠ લઇને નાસીપાસ થયેલાને જીવનનો સાચો રસ્તો બતાવવાનો માર્ગ મળી રહે છે. હકારાત્મક વલણ પણ જુદુ તરી આવે છે.
નીલમબેનને અભિનંદન
ખુબ જ સરસ વાર્તા. અન્ત સુધેી જકડેી રાખતેી
પ્રેરણાદાયેી વાર્તા.
પ્રવિણ
Neelamben Realy Great Story…..
Keep it up….
અતિ શુંદર.પરિક્ષાના પરિણામો પહેલા વંચાવવા જેવી.
મને ખુબ ગમિ..,, સરસ વર્તા ૬. અમ થોડૂ વધારે લખ્યુ હોય તો માઝા અવત . એન્ડિન્ગ થોદો લમ્બો કર્વાનો હતો. જેમ કે એ બન્ને વ્યક્તિ નુ મડ્વુ , બન્ને મા મિત્રતા થવિ , અત્મ હત્ય નુ કારન પુચચ્હવુ , દિશા ના અત્મહત્યા નુ કરન દિલ ને અડિને નિકડે તેવુ હોવુ , રોન્ગ નોમ્બેર સાય્કાસ્ત્રિત હોવો , દિશા નિ જિન્દગિ બદ્લય જવિ , વગેરે વગેરે . ઓવર ઓલ હેપ્પિ એન્ડિન્ગ .
મઝા અવોત્
સંબંધોની પરિભાષા કેટલી વિશાળ હોય છે.
દરેક રસ્તા પર એક સુંદર વળાંક હોય છે.
Wonderful story. Very inspirational “wrong number”. The way that guy used his psychology and continued the conversation was very good. Enjoyed reading it.
Thank you Ms. Nilam Doshi.
જિન્દગી જીવવાની જડીબુટ્ટી!……
It’s a really good story. I like it very much.. It’s insipre my life….must read it….It’s useful in your life anyway anytime…
આ વાર્તાનુઁ નામ તો રોઁગનઁબર છે..પણ ઈશ્વરે જ રાઈટનઁબર લગાવેી આપ્યો હશે..આ વાર્તા બેીજેીવાર વાઁચવા મળેી..વારઁવાર વાઁચવેી ગમે તેવેી…
ખુબ જ સરસ વર્તા ……ઃ)
બહુજ સરસ …
very well written…Nilam me’m you done a fabulous job…i’m become your fan..
n yes,mstly i ever read gujrati stories but after reading this i’m changed…….thanks.
W..waa.hh…
Greatest psychology of ‘wrong no.’
પણ હવે આને રોંગ નંબર કહી જ ના શકું.. આના જેટલો અર્થપૂર્ણ કોલ બીજો ક્યો હોઇ શકે?
its too good …really owasme story….
Very nice…..give really Disha to many people who really think they don’t want to live anymore 🙂
આ વાર્તા માંથી બોધપાઠ લઇને નાસીપાસ થયેલાનેજીવનનો સાચો રસ્તો બતાવવાનો માર્ગ મળી રહે છે. Very nice….. અતિ શુંદર.
Wrong number Right timing………
nice.
kyarek rong right bani jatu hoy 6.
Very Nice!
બહુ સરસ્
realy nice storyy….sametime like this realy make in our real life….
thank u
Now i need to buy this book……!!!!
વારતા તો ગમેી ,પન કૈ વેીશેસ ના લાગયુ.
Regards
Kaivalaya.Nilkanth
વારતા મોડેથી વાંચી તેનૉ એક ફાયદો એ થયો કે ઘણા બધા પ્રતિભાવો વાંચવાનો લાભ મળ્યો. સધળુ શ્રેષ્થ આવી ગયુ. કાંઈ ઉમેરો કરવાનુ મન થાતુ નથી.
This story is wonderful. Writing style is also perfect. Unfortunately very few lucky people get a miss call when they plan to die or very few people has close friend who give them a right advice at that time. I am glad to know miss call can change someone life decision.
Thank you Nilamh dosi for sharing this story.
ભુ સરસ વત કહિ
Dil khus ho Gaya..
“ફુલ તો બહુત દેખે લેકિન ગુલાબ જૈસે નહિ,
રોન્ગ નમ્બર ભિ બહુત દેખે લેકિન ઐસે નહિ”.
માણસને નિરાશા કેમ આવે !! આપઘાત કરવા સુધી માનસ કેમ પહોંચે !! આ વાત આમ તો નબળી માનસિકતા ની છે. બને ત્યાં સુધી નકારાત્મક વિચારો થી દૂર રહેવું. આપણે સામાન્ય રીતે કામ કરતા કરતા પરિણામ પણ ધારી લિયે જ છીએ. પરિણામ સારું જ આવવું જોઈએ. ખરાબ પરિણામ માણસને દુખી કરે છે. જયારે આવું વારંવાર થઇ ત્યારે વ્યક્તિ હતાશ થઇ જાય. હકારત્મક રહેવું. પરિણામ ની ખુબ જ ચિંતા કાર્ય વગર કામ માં જ પરોવાઈ જવું. જે પણ પરિણામ આવે તે સહર્ષ સ્વીકારી લેવું. જેથી નિરાશા થશે નહિ. આ વાત અઘરી છે સહેલી બિલકુલ નથી. પણ આમ કરવાથી નિરાશા માં થી બચી જવાય.
Best
આ પુસ્ત્ક ખરિદવુ જ પડશે, ખુબ જ સુદર વાત
amazinggg
Every wrong number is not wrong.sometimes it is right number.Good for ours.