થાક્યો – ભગવતીકુમાર શર્મા

[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.]

આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.

ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર, અનાહત તમાશાથી થાક્યો.

બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.

ન છૂટી શકાતું, ન બંધાયલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.

સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.

ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.

મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
ગઝલ – આદિલ મન્સૂરી Next »   

17 પ્રતિભાવો : થાક્યો – ભગવતીકુમાર શર્મા

 1. Hitesh Mehta says:

  મુબારક મને મારાં આંસુ અટૂલાં;
  તમારા બધાંના દિલાસાથી થાક્યો.

  ખુબ જ સરસ્…..

 2. Dhruti says:

  excellent…

 3. Harsh says:

  ખુબ જ સરસ રચના………….

 4. Hari says:

  વાહ ખુબ જ સરસ ………….

 5. bhumika modi says:

  ખુબ સરસ

 6. Vipul says:

  Very nice !

 7. Jenny says:

  ખુબ સરસ….

 8. “મુબારક મને મારાં આંસુ અટૂલાં;
  તમારા બધાંના દિલાસાથી થાક્યો.”

  ખુબ સુંદર…..

 9. “સજાની હવે કેટલી રાહ જોવી ?
  દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.”

  ખુબ જ સરસ છે.

 10. કિંજલગીરી ગોસ્વામી says:

  “ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
  છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.

  મુબારક મને મારાં આંસુ અટૂલાં;
  તમારા બધાંના દિલાસાથી થાક્યો.”

  ગહન અને વિચારપ્રેરક

 11. Deval Nakshiwala says:

  સુઁદર કવિતા….

 12. kirit says:

  હવે ગઝલ માણવા ની મજા આવી

 13. Dr Dilip patel (Bharodiya) says:

  ખુબ સરસ ગઝલ

 14. KARAN says:

  too good………………….

 15. sanjaysinh says:

  વાહ ખુ જ સુન્દર્

 16. મુબારક મને મારાં આંસુ અટૂલાં;
  તમારા બધાંના દિલાસાથી થાક્યો.

  that’s very nice…

 17. કાલિદાસ વ. પટેલ {વાગોસણા} says:

  ભગવતીભાઈ,
  આમ થાકવાથી કેમ ચાલશે ? હજુ તો ઘણો લાંબો પંથ કાપવાનો બાકી છે, ખરુ ને ?
  કાલિદાસ વ. પટેલ {વાગોસણા}

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.