થાક્યો – ભગવતીકુમાર શર્મા
[‘શબ્દસૃષ્ટિ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.]
આ કારણ-અકારણ અજંપાથી થાક્યો;
હું કાંઠો છું, મોજાંથી મોજાંથી થાક્યો.
ન દેખાય છે ડુગડુગી કે ન ચાબુક;
અગોચર, અનાહત તમાશાથી થાક્યો.
બુલેટોની ફૂટતી નથી ધણધણાટી;
નિરંતર તકાતા તમંચાથી થાક્યો.
ન છૂટી શકાતું, ન બંધાયલો છું;
હું શ્વાસોના કાયમ સકંજાથી થાક્યો.
સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.
ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.
મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.



મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.
ખુબ જ સરસ્…..
excellent…
ખુબ જ સરસ રચના………….
વાહ ખુબ જ સરસ ………….
ખુબ સરસ
Very nice !
ખુબ સરસ….
“મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.”
ખુબ સુંદર…..
“સજાની હવે કેટલી રાહ જોવી ?
દલીલો-તહોમત-પુરાવાથી થાક્યો.”
ખુબ જ સરસ છે.
“ક્ષમા તો કરી દીધી છે ક્યારની મેં;
છતાં મોકલાતા ખુલાસાથી થાક્યો.
મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.”
ગહન અને વિચારપ્રેરક
સુઁદર કવિતા….
હવે ગઝલ માણવા ની મજા આવી
ખુબ સરસ ગઝલ
too good………………….
વાહ ખુ જ સુન્દર્
મુબારક મને મારાં આંસુ અટૂલાં;
તમારા બધાંના દિલાસાથી થાક્યો.
that’s very nice…
ભગવતીભાઈ,
આમ થાકવાથી કેમ ચાલશે ? હજુ તો ઘણો લાંબો પંથ કાપવાનો બાકી છે, ખરુ ને ?
કાલિદાસ વ. પટેલ {વાગોસણા}