વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

[‘ઉદ્દેશ’ સામાયિક મે-2011માંથી સાભાર.]

હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.

મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.

કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?

મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.

પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.

જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?

(‘The Gardener’ કૃતિ-49)


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous એક નવો અધ્યાય – ડૉ. ચંદ્રકાન્ત મહેતા
થાક્યો – ભગવતીકુમાર શર્મા Next »   

8 પ્રતિભાવો : વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)

 1. સુંદર …સૃષ્ટિનું સૌંદર્ય આપણે આપણી બાથમાં લઇ શકીએ તેમ જ નથી…બસ એને તો મન ભરી ને નીરખવાનું જ.

 2. Hari says:

  મથું છું
  સૌંદર્યને ઝીલવા
  અને એ કુશળતાથી છટકી જાય છે

  ખરેખર સૃષ્ટિનું સૌંદર્ય નિહાળવા વનરાય ની મુલાકાત લેવી જોઈએ……………

 3. Preeti says:

  અતિ સુંદર રચના.

 4. Dinesh Pandya says:

  કોણ ખેંચી કાઢી શક્યું છે
  આકાશમાંથી આસમાની રંગછાયાને ?
  ખૂબ જ સુંદર રચના અને રજુઆત!

  દિનેશ

 5. DISHA says:

  કેમ કેમ આપને તેને બથ મ ભરિ શક્તા નથિ?
  કેમ તે રંગછાયા ને બથ મ ભરિ શક્તા નથિ ?

  કેમ્

 6. parth says:

  સૃષ્ટિનું સૌંદર્ય આપણે આપણી બાથમાં લઇ શકીએ તેમ જ નથી…કવિ કલાપિ કહે છે તેમ સૌંદર્ય માણતા પહેલા સૌંદર્ય બનવુ પડે. ઊત્તમ…. કવિતા

 7. vijay says:

  it’s not easy to digest Ravindranath’s poems.to understand only a bit of his feelings you should read his poems a hundred times.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.