વિફલ – રવીન્દ્રનાથ ટાગોર (અનુ. દક્ષા વ્યાસ)
[‘ઉદ્દેશ’ સામાયિક મે-2011માંથી સાભાર.]
હું તેના હાથ ઝાલું છું
અને
મારી છાતી સરસા ચાંપું છું.
મથું છું
તેના વહાલથી મારી ભૂજાઓને ભરી લેવા,
ચુંબનોથી તેના મધુર સ્મિતને લૂંટી લેવા,
તેનાં કાજળકાળાં નેત્રોના દષ્ટિક્ષેપને
નજરથી પી લેવા.
કિન્તુ હાય !
ક્યાં છે એ સઘળું ?
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?
મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
મારા હાથમાં માત્ર એનો સ્થૂળ દેહ મૂકીને.
પાછો ફરું છું હું
વિફલ અને હતાશ થઈ.
જેને માત્ર આત્મા જ સ્પર્શી શકે
તે પુષ્પને
દેહ શી રીતે સ્પર્શી શકે ?
(‘The Gardener’ કૃતિ-49)



સુંદર …સૃષ્ટિનું સૌંદર્ય આપણે આપણી બાથમાં લઇ શકીએ તેમ જ નથી…બસ એને તો મન ભરી ને નીરખવાનું જ.
વાહ સુ સુન્દરતા !
મથું છું
સૌંદર્યને ઝીલવા
અને એ કુશળતાથી છટકી જાય છે
ખરેખર સૃષ્ટિનું સૌંદર્ય નિહાળવા વનરાય ની મુલાકાત લેવી જોઈએ……………
અતિ સુંદર રચના.
કોણ ખેંચી કાઢી શક્યું છે
આકાશમાંથી આસમાની રંગછાયાને ?
ખૂબ જ સુંદર રચના અને રજુઆત!
દિનેશ
કેમ કેમ આપને તેને બથ મ ભરિ શક્તા નથિ?
કેમ તે રંગછાયા ને બથ મ ભરિ શક્તા નથિ ?
કેમ્
સૃષ્ટિનું સૌંદર્ય આપણે આપણી બાથમાં લઇ શકીએ તેમ જ નથી…કવિ કલાપિ કહે છે તેમ સૌંદર્ય માણતા પહેલા સૌંદર્ય બનવુ પડે. ઊત્તમ…. કવિતા
it’s not easy to digest Ravindranath’s poems.to understand only a bit of his feelings you should read his poems a hundred times.