ગીત – મધુમતી મહેતા

મનડું વાળે વેર ઓધાજી મનડું વાળે વેર
ટપકાં જેવું લાગે પણ પડછાયો છે ગજ તેર
ઓધાજી મનડું વાળે વેર

ભૂખ્યું હો તો ધાન પીરસીએ તરસ્યું હો તો પાણી
કાન ધરી સાંભળીએ બોલે જો સમજાતી વાણી
અડફેટે લઈ આડેધડ વરતાવે કાળો કેર
ઓધાજી મનડું વાળે વેર

આમ ગણો તો સાવ જ અંગત આમ ગણો તો વેરી
દોડે ડાંફું ભરતું એ તો પલકારાને પ્હેરી
પાશેરાની પૂણી એ, ને સમજે સવ્વા શેર
ઓધાજી મનડું વાળે વેર

કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી
ઝળઝળિયાનાં જળને જુદાં કરશું કેમ નયનથી
મંથનથી મોતી ના નીકળે, મળે હળાહળ ઝેર
ઓધાજી મનડું વાળે વેર


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – આદિલ મન્સૂરી
હસવું મરજિયાત છે – ડૉ. નલિની ગણાત્રા Next »   

9 પ્રતિભાવો : ગીત – મધુમતી મહેતા

 1. મન માંહ્યલાને વારીએ, દઈએ હરિમાં દિલ
  વિશ્વાસ એવો રાખીએ, ન કોઈ દાવો દલીલ

  મન માયલું પોતા મતું, ભમે પોતાની રીત
  ચંચલ મન છલીલઘણું, ભમે જ્યાં ત્યાં વિપરીત

  સમજાવીએ પણ સમજે નહી, કરે ખોટા દાવા દલીલ
  અજ્ઞાનીને અથડાવે ઘણું, થઈને ઘણું છલીલ

  મને બહુ બહુ મારીયા, મોટા મોટા મહિપતિ
  સાધુ સન્યાસી ફકીર, તેની કીધી દુર્ગતિ

  મન હઠીલું માને નહીં, કરોડ કરીએ વાત
  પોતે પોતાનું રાખે, અવળું ચાલે આપ

  સંસારની વાતો સાંભળે, હરદમ રહે હોશિયાર
  સાચા સુખની ખબર વિના, વિષય ને કરે પ્યાર

  ગામઠી જ્ઞાનમાળાઃ http://bhajanamrutwani.wordpress.com/2010/02/19/gamathi-gyan-mala/

 2. P Shah says:

  ઝળઝળિયાનાં જળને જુદાં કરશું કેમ નયનથી
  વાહ !
  સુંદર રચના !

 3. અતિ સુદર્ પ્રાશ્ સહિત્ એક સુદર રચના,

 4. મુકેશ પંડ્યા says:

  વાહ, મજા પડી ગઈ. “મંથનથી મોતી ના નીકળે, મળે હળાહળ ઝેર”. સાવ સાચી વાત.

 5. bhavesh bhatt says:

  કેવડિયાનો કાંટો હો તો કાઢું એને કળથી
  ઝળઝળિયાનાં જળને જુદાં કરશું કેમ નયનથી
  મંથનથી મોતી ના નીકળે, મળે હળાહળ ઝેર- વાહ બહુ સુન્દર……

 6. manoj barot says:

  શ્રિ મધુમતિ મહેતા , ખુબ જ સુન્દર કવિતા પ્રત્યેક સમ્વેદનશિલ માનવિનિ આજ અન્તરવેદના અને પ્રાર્થનાચે.એક ભજન સ્વરુપ નિ કવિતા. એક સાખેી- મન કે મતે નવ ચાલિએ મન કા મત અનેક; જો મન પર અસ્વાર હે સો સાધુ કોઈ એક. અભિનન્દન

 7. શુચિતા જોશિ says:

  ઝળઝળિયાનાં જળને જુદાં કરશું કેમ નયનથી………
  સુંદર રચના

 8. dhruv says:

  મધુમતિ બહેન is new name to me. I read her poetry in Navneet Samarpan July 11 issue and impressed. she write nicely. In fact I enjoyed her navneet poetry more than I enjoyed above geet.

  I would like to know about her
  dhruv

 9. p j pandya says:

  બહુ સરસ્

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.