અક્ષર – મૂકેશ વૈદ્ય

અક્ષર મને સાંધે
મારા શૈશવ સાથે.

પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.

દેખાય વહી જતો સમય ને હું
હું ક્યાં હતો ?

કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

       

4 thoughts on “અક્ષર – મૂકેશ વૈદ્ય”

Copy Protected by Chetan's WP-Copyprotect.