અક્ષર – મૂકેશ વૈદ્ય
June 18th, 2011 | પ્રકાર : કાવ્ય અને પદ્યસાહિત્ય | સાહિત્યકાર : મૂકેશ વૈદ્ય |
4 પ્રતિભાવો »
અક્ષર મને સાંધે
મારા શૈશવ સાથે.
પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.
દેખાય વહી જતો સમય ને હું
હું ક્યાં હતો ?
કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ.
Related

·
Print This Article
·
Save article As PDF ·
Subscribe ReadGujarati
આ પ્રકારનું અન્ય સાહિત્ય:
-
જીવનની સવાર
જન્મ્યા-
ખુબ હસ્યાં
ખુબ રડ્યાં
ખુબ રમ્યાં
પોતાના કોચલામાંથી બહાર નીકળ્યા
દુનિયાના દર્શન થયા.
જીવનની બપોર
યુવાન થયા-
ખુબ પૈસા કમાવ્યાં
ખુબ પૈસા ઉડાવ્યાં
ખુબ સપનાં જોયાં
નવા સંબંધો બંધાતા ગયા
જૂના સંબંધો વિસ્તરતા ગયા
જીવનની સાંજ
વૃધ્ધ થયા-
શરીરના સાંધા ઢીલા થયા
મિત્રો બધાય છૂટી ગયા
એકલા હસ્યા અને રડ્યાં
સંબંધો અણિયાળા થતાં ગયા
સંબંધોથી ઘવાઈને ફરી કોચલામાં પુરાયાં
અને આમજ
કોચલામાંથી નીકળીને
શરૂ કરેલી જીવનયાત્રામાં
કોચલામાં પૂરાઈને
ફરી અટકી ગયા.....
-
(૧) અનુભૂતિ
મારા ઘરથી ખેતર સુધી
ટૂંકો રસ્તો છે
હું ચાલતો જાઉં છું
શેઢા પર
અને ખાડા-ટેકરા આવતા જાય છે
ખેતરના છેડે ઉભેલા થોરીયા
મારી સામે જોઈ રહે છે
નિ:શબ્દ બની હું એમને
જોતો રહું છું...
માણસોની ભીડ ધીરે ધીરે
દૂર થતી જાય છે
મારા અંદર રહેલી ઉદાસીનું
સૂર્યના તડકામાં બાષ્પીભવન થાય છે
ચાલતાં-ચાલતાં...
લીલાંછમ ખેતરોની વચ્ચે
અચાનક એક કવિતા
ઉગી નીકળે છે
આપોઆપ
એક-એક શબ્દ ફેલાય છે
સંવેદનાઓ છલકાય છે
ને અક્ષરો દોડે છે મારા
ધસમસતા રક્તપ્રવાહ સાથે
અને
મને લાગે ...
[વાંચો...]
-
મેં તારી આંખોમાં વસાવ્યું ગામ
........................ એને દઈ-દઈને દઈએ શું નામ ?
લાવ તારી લીસ્સી હથેળીમાં લખી દઉં,
........................ દશે દશ દિશાનાં નામ.
કાળી ઘનઘોર તારી ઘેરાતી આંખો
........................ એ આંખોમાં મારો મુકામ,
મૃગાક્ષી આવડી રૂપાળી આંખોને
........................ અંજન આંજીને શું કામ ?
ને અંજનનાં ઓરતા આંખોમાં હોય તો
........................ એકવાર જોઈ લેતું આમ.
આંજવો જ હોય તો આંજી લે આંખમાં,
........................ હું જ એક સુરમાનું નામ.
એ આંજેલા સુરમાને જોઈ, જોઈ ...
[વાંચો...]
વાહ ખુબ સરસ………
સુંદર
“કાળી અંધારી ભોંય ઉપર
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો
તો ઊઘડે રસ્તો કદાચ.”
આંકી શકું જો એકાદ લસરકો ઉજાસનો….
એક સુંદર કાવ્ય રચના !
પ્રિુ મુકેશભાઇ
વાહ.! સુંદર રચના.
પલકારામાં
દિવસ વધીને વરસો થાય – એ વેગમાં
અવિરત ચાલ્યા કરવાનું
ઘડીભર હાંફ ઉતારવા ડોકિયું કરું
ને ઉઝરડાઓમાંથી વહી રહેલું
અસ્તિત્વ મને દેખાય.
પ્રફુલ ઠાર