ઓધા, મંદિર આવજો – દાસી જીવણ

મારે પૂરવની છે પ્રીત્યું રે
બાળપણની પ્રીત્યું રે
……………… ઓધા ! મંદિર આવજો રે.

દાસી માથે શું છે દાવો
મારે મો’લ નાવે માવો
……………… આવડલો અભાવો રે… ઓધા…

વાલે મળ્યે કરીએં વાતું,
ભાંગે મારા દિલની ભ્રાંત્યું
……………… આવી છે એકાંત્યુ રે….. ઓધા…..

જોઈ જોઈ વોરીએં જાત્યું,
બીબા વિનાના પડે ભાત્યું,
……………… ભાર ઝીલે ભીંત્યું રે….. ઓધા….

દાસી જીવણ ભીમને ભાળી
વારણાં લીધાં વારી વારી
……………… દાસીને દીવાળી રે….. ઓધા…..


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous અક્ષર – મૂકેશ વૈદ્ય
ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ Next »   

1 પ્રતિભાવ : ઓધા, મંદિર આવજો – દાસી જીવણ

  1. Kalidas V. Patel { Vagosana } says:

    સુંદર ભક્તિગીત. આનંદ થયો.
    કાલિદાસ વ. પટેલ { વાગોસણા }

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.