મારે પૂરવની છે પ્રીત્યું રે
બાળપણની પ્રીત્યું રે
……………… ઓધા ! મંદિર આવજો રે.
દાસી માથે શું છે દાવો
મારે મો’લ નાવે માવો
……………… આવડલો અભાવો રે… ઓધા…
વાલે મળ્યે કરીએં વાતું,
ભાંગે મારા દિલની ભ્રાંત્યું
……………… આવી છે એકાંત્યુ રે….. ઓધા…..
જોઈ જોઈ વોરીએં જાત્યું,
બીબા વિનાના પડે ભાત્યું,
……………… ભાર ઝીલે ભીંત્યું રે….. ઓધા….
દાસી જીવણ ભીમને ભાળી
વારણાં લીધાં વારી વારી
……………… દાસીને દીવાળી રે….. ઓધા…..