ગઝલ – ગુંજન ગાંધી

તો અને ત્યારે નકામી થાય છે,
જિંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યાં નહીં,
વૃક્ષનું મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે ?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રૂંધાય છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
ફૂલ, ફૂલ અને બસ ફૂલ – શરીફા વીજળીવાળા Next »   

13 પ્રતિભાવો : ગઝલ – ગુંજન ગાંધી

 1. Dinesh Gohil says:

  ખુબજ સરસ ……મઝા આવિ ગઈ..

 2. ખરેખર ખુબજ સરસ છે… હો…

  સમજો તો છ જિગરનિ જ્વલા..
  ના સમજો તો તાપણુ….

 3. છેક પહોંચીને પછી પાછા વળ્યા,
  ટોચ પર તો શ્વાસ બહુ રૂંધાય છે.

  શિખર સર કર્યા પછી પર્વતારોહકો ત્યાં વધુ સમય ટકી શકતા નથી – ત્યાં હવા પાતળી હોય અને શ્વાસ પણ રુંધાય તેમ તેમનો અનુભવ કહે છે.

 4. Harsh says:

  ખુબ સરસ

 5. Nayan joshi says:

  Very nice. .

 6. Preeti says:

  સુંદર ગઝલ

 7. Piyush S Shah says:

  તું ભલે હથિયાર માફક વાપરે,
  આમ એને લાગણી કહેવાય છે.

  લાગણી ની આટલી સુન્દર અભિવ્યક્તિ , મઝા આવી ગઈ.

 8. ખરેખર મજા આવિ ગઈ……………. સરસ ગઝ્લ ….. અભિનન્દન,,

 9. samrat says:

  mind blowing.
  khub maja aavi

 10. varsha says:

  ગુજરાત લખાન ની જગ્યા કેમ ખાલી બિન્દુ આવે ?

 11. kapil modi palanpur says:

  Please aapni gazal vachi khub ja aand thayo

 12. Pankaj . B . Joshi says:

  ખુબજ સરસ ગઝલ એક એક શબ્દો જાણે જીંદગી ની પઝલ ખુબજ સરસ ફરી એકવાર મિત્ર…..

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.