જો દોસ્ત ! તળેટીનું જીવન કેવું ફળે છે,
એ સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે.
ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.
મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ,
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે.
ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં,
એ તો તું શોધ કોણ ભીતર છે જે ચળે છે.
ઊગ્યો નથી ભલેને સૂરજ મ્હારો કદી પણ,
હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે
પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે,
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે.
9 thoughts on “ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’”
ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.
જોરદાર શેર
સુંદર ગઝલ.
હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે…
સુંદર માર્મિક રચના !
ઊગ્યો નથી ભલેને સૂરજ મ્હારો કદી પણ,
હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે………..excellent lines………
જો દોસ્ત ! તળેટીનું જીવન કેવું ફળે છે,
એ સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે.
તલેતિનિ વત અમોનેગિરિનાર્નિ યાદ અપાવે
ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.
આહ… રાજેશભાઈ… મને ગીરનાર બોલાવે…
સારિ રચના
Suraj ugya vina dhale 6e! Wow varamvar vachavanu man thay evi kruti 6e,very nice.