ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

જો દોસ્ત ! તળેટીનું જીવન કેવું ફળે છે,
એ સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે.

ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.

મન ક્યાંય જવાનું જ નથી થાતું કદાપિ,
ન જાણે કયા ભવનો હજુ થાક કળે છે.

ઉપર ઉપરથી સ્વસ્થ સતત હોઈએ છતાં,
એ તો તું શોધ કોણ ભીતર છે જે ચળે છે.

ઊગ્યો નથી ભલેને સૂરજ મ્હારો કદી પણ,
હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે

પર્યાય એના નામનો પ્રત્યેક નામ છે,
પ્રત્યેક રસ્તા જાણે કે એ બાજુ વળે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous ઓધા, મંદિર આવજો – દાસી જીવણ
ગઝલ – ગુંજન ગાંધી Next »   

9 પ્રતિભાવો : ગઝલ – રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 1. ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
  એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.

  જોરદાર શેર

 2. Preeti says:

  સુંદર ગઝલ.

 3. P Shah says:

  હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે…

  સુંદર માર્મિક રચના !

 4. Bhumish says:

  ઊગ્યો નથી ભલેને સૂરજ મ્હારો કદી પણ,
  હર સાંજના લાગ્યું છે સૂરજ મ્હારો ઢળે છે………..excellent lines………

 5. Hemangini says:

  જો દોસ્ત ! તળેટીનું જીવન કેવું ફળે છે,
  એ સઘળાં શિખર જાણે અહીં પગની તળે છે.

 6. તલેતિનિ વત અમોનેગિરિનાર્નિ યાદ અપાવે

 7. ડર શું છે ? નથી ચાલતી હિંમત તને માગું,
  એ પણ છે ખરું જે કંઈ માગું છું મળે છે.

  આહ… રાજેશભાઈ… મને ગીરનાર બોલાવે…

 8. JOGEN MANIAR says:

  સારિ રચના

 9. Jaimini says:

  Suraj ugya vina dhale 6e! Wow varamvar vachavanu man thay evi kruti 6e,very nice.

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       


Warning: Use of undefined constant blog - assumed 'blog' (this will throw an Error in a future version of PHP) in /homepages/11/d387862059/htdocs/wp-content/themes/cleaner/single.php on line 54
Copy Protected by Chetan's WP-Copyprotect.