દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ

[‘જનકલ્યાણ’ સામાયિક જૂન-2011માંથી સાભાર.]

ચર્ચા દરમિયાન મિત્રે કહ્યું : ‘હું પત્ની કરતાંય મારી દીકરીને વધારે પ્રેમ કરું છું. જાણો છો કેમ ? એ ચાર વર્ષની હતી ત્યારે મારી માતાનું અવસાન થયેલું. હું એ દિવસે ખૂબ રડ્યો હતો. મને યાદ છે મારી દીકરીએ મારા આંસુ લૂછતાં કહ્યું હતું : ‘પપ્પા, તમે રડો નહીં….. તમે રડો છો તેથી મને પણ રડુ આવે છે !’ આજે પણ હું બીમાર હોઉં અને એ સાસરેથી મળવા આવે છે ત્યારે એને જોઈને હું મારા બધાં દુઃખો ભૂલી જાઉં છું. મને લાગે છે કે પત્ની ઘણીવાર આંસુનું કારણ બની રહે છે પણ દીકરી તો હંમેશા આંસુનું મારણ બની રહેતી હોય છે.

કદાચ એ જ કારણે તેની વિદાયવેળાએ મા કરતાં બાપને વધુ વેદના થાય છે. કેમ કે મા રડી શકે છે, પુરુષો આસાનીથી રડી શકતા નથી. દીકરી વીસ-બાવીસની થાય ત્યાં સુધીમાં બાપને તેના વાત્સલ્ય પ્રેમની આદત પડી જાય છે. દીકરી ક્યારેક મા બની રહે છે, ક્યારેક દાદી બની જાય છે તો ક્યારેક મિત્ર બની રહે છે. સુખ હોય ત્યારે દીકરી બાપના હોઠનું સ્મિત બની રહે છે. અને દુઃખમાં બાપના આંસુ લૂછતી હથેળી બની જાય છે. જોતજોતામાં દીકરી મોટી થઈ જાય છે. અને એક દિવસ પાનેતર ઓઢી વિદાય થાય છે. જતી વેળા પિતાની છાતીએ વળગીને સજળનેત્રે એ કહે છે : ‘પપ્પા, હું જાઉં છું….. મારી ચિંતા કરશો નહીં…. તમારી દવા બરાબર લેજો….’ અને ત્યારે પોતાની આંખમાં ઉમટી આવતાં આંસુઓને તે રોકી શકતો નથી. કવિ કાલિદાસના ‘અભિજ્ઞાન શકુંતલ’માં શકુન્તલાને વિદાય કરતાં કણ્વ ઋષિ કહે છે : ‘સંસાર છોડીને સંન્યાસી બનેલા અમારા જેવા વનવાસીને પુત્રી વિદાયનું આટલું દુઃખ થતું હોય તો સંસારીઓને કેટલું થતું હશે ?’

એકવાર મારે એક લગ્નમાં જવાનું બન્યું હતું. મિત્રની દીકરીના લગ્ન હતાં. દીકરીને સાસરે વળાવ્યા બાદ ઘરમાં ઢીલા થઈને બેઠેલા અમારા મિત્રે કહ્યું હતું : ‘આજપર્યંત મેં કદી ભગવાનને પ્રાર્થના કરી નથી, પણ આજે સમજાય છે કે દરેક દીકરીના બાપે ભગવાનને એક જ પ્રાર્થના કરવી જોઈએ-પ્રભુ, તું સંસારના સઘળા પુરુષોને ખૂબ સમજુ અને શાણા બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીનો પતિ બનવાનો છે. સંસારની બધી સ્ત્રીઓને તું ખૂબ પ્રેમાળ બનાવજે કેમ કે એમાંથી કોક મારી દીકરીની સાસુ કે નણંદ બનવાની છે. ભગવાન, તારે આખી દુનિયાનું પુનઃનિર્માણ કરવું પડે તો કરજે પણ મારી દીકરીને કોઈ વાતે દુઃખ પડવા દઈશ નહીં !’ એક પરિણિત સ્ત્રી પતિ અને પિતા નામના બે કિનારા વચ્ચે વહેતી નદી જેવી હોય છે. એ પતિને કહી શકતી નથી કે તમે મારી સાથે મારા પિયરમાં આવીને વસો, અને પિતાને કહી શકતી નથી કે તમે મારા સાસરામાં આવીને રહો. એથી દીકરી જ્યારે પોતાના પતિ સાથે પિયરમાં થોડા દિવસ રહેવા આવે છે ત્યારે એક છત તળે પિતા અને પતિના સાનિધ્યમાં તેને એવી તૃપ્તિ મળે છે માનો કોઈ શ્રદ્ધાળુને એકીસાથે રામ અને કૃષ્ણના દર્શન થયા હોય !

અમારા એક અન્ય મિત્રને એકની એક દીકરી છે. મિત્રે એને ખૂબ લાડકોડથી ઉછેરી હતી. દુર્ભાગ્યે એને પતિ સારો મળ્યો નથી. નાની નાની વાતમાં હાથ ઉપાડે છે. કોકવાર તો પિતાની હાજરીમાંય હાથ ઉપાડી બેસે છે. એકવાર એ દશ્ય નજરે જોયા પછી મિત્રને એવો આઘાત લાગ્યો કે એટેક આવી ગયો. એ દિવસે ડાયરીમાં એમણે લખ્યું જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે ! એમણે એ ઘટના બાદ દીકરીને ત્યાં જવાનું છોડી દીધું. એક દિવસ એમને ત્યાં એમનો ભાણેજ એની પત્ની જોડે આવ્યો. ભાણેજને પણ એક જ દીકરી હતી, જે તેને ખૂબ વ્હાલી હતી. બન્યું એવું કે ભાણેજને કંઈક વાંકુ પડતાં તેણે તેની પત્નીને એક તમાચો મારી દીધો. મિત્ર અસ્વસ્થ થઈ ગયા. તેમણે ભાણેજને પાસે બોલાવી કહ્યું : ‘ભાઈ, તું તારી દીકરીને પ્રેમ કરતો હોય તો તને તારી દીકરીના સોગંદ છે, તારી પત્ની પર કદી હાથ ઉપાડીશ નહીં. આખરે એ પણ કોકની દીકરી છે. એના મા બાપ, ભાઈ-બહેનનો ભર્યો ભાદર્યો પરિવાર છોડી એ તારા ભરોસે આ ઘરમાં આવી છે. એના ચહેરામાં તું તારી દીકરીનો ચહેરો જોજે તારો બધો ગુસ્સો ઓગળી જશે !’

હમણાં જ નિવૃત્ત થયેલા એક આચાર્યમિત્રે એક વાત કહી : ‘અગર તમારા ઘરમાં દીકરી ના હોય તો પિતા-પુત્રીના પ્રેમની ઘનિષ્ટતા તમે કદી જાણી શકવાના નથી. તમે બસ એટલું કરજો, ગમે તેવાં મનદુઃખો જન્મે તોય પુત્રવધૂને તેના પિતા વિશે કટૂ વચનો કદી સંભળાવશો નહીં. દીકરી ભગવાન વિરુદ્ધ સાંભળી લે છે પણ પોતાના પિતા વિરુદ્ધ તે સાંભળી શકતી નથી. એક લગ્ન સમારંભમાં અમે મિત્રો વચ્ચે બેઠા હતા, ત્યાં એક પરિણીત યુવતીએ એક સ્વાનુભવ કહ્યો. એ યુવતીના પિતા મૃત્યુ પામ્યા હતા. પિયરમાં ભાઈ-ભાભી તરફથી ખાસ પ્રેમ મળતો નહોતો. એ યુવતીએ કહ્યું : ‘મેં ઘણે ઠેકાણે વાંચ્યું છે – માતા વિનાની દીકરી અને દીકરી વિનાનો બાપ કદી સુખી ના હોઈ શકે. આ સાચું હોય તો પણ મારા અનુભવ પરથી મને એવું લાગે છે કે બાપ વિનાની દીકરી પણ એટલી જ કમનસીબ ગણાય ! દીકરી વિનાનો બાપ લાખોપતિ હોય તોય વાત્સલ્યવંચિત હોય છે. પણ બાપ વિનાની દીકરી તો કરોડપતિ હોય તો પણ નિરાધાર જ ગણાય. કેમ કે સંસારમાં સૌનો પ્રેમ મળી શકે છે પણ બાપના પ્રેમની તોલે તો ભગવાનનો પ્રેમ પણ ના આવી શકે !’

સ્ત્રી જીવનનો પ્રાણવાયુ છે. સંસારનું ચાલક બળ છે. જીવનરથની એ એવી ધરી છે જેના પર દાંપત્ય જીવનની સફળતાનો મુખ્ય આધાર છે. સ્ત્રી-પુત્રી રૂપે, પત્ની રૂપે, મા કે બહેન રૂપે સંસારમાં છવાયેલી છે. સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..! દીકરી વિશે એકવાર એક કાલ્પનિક સંવાદ વાંચવા મળ્યો હતો. લગ્નના ફંકશનમાં રસોડાના પાછળના ભાગે એક કંકોત્રી પડી હતી, અને બાજુમાં એંઠી બાજ પડી હતી. તે બંને વાતો કરતાં હતાં. પતરાળ (અર્થાત બાજે) કંકોત્રીને કહ્યું : ‘તું ગમે તેટલી સુંદર હશે તોય લગ્ન બાદ તારી કોઈ જ કિંમત રહેતી નથી !’ કંકોત્રીએ વળતો જવાબ આપ્યો : ‘તો તારી હાલત પણ મારાથી જુદી ક્યાં છે ? તેં લોકોને છત્રીસ પકવાન જમાડ્યા હશે પણ જમણ પત્યા બાદ તુંય એંઠવાડ ભેગી ઉકરડે જઈ પડે છે.’ મિત્રે બંનેને કહ્યું : ‘તમે શીદ લડો છો ? મારી હાલત પણ તમારા જેવી થઈ છે. હું આ દેશનો મતદાર છું. લગ્ન પત્યા બાદ કંકોત્રીની, જમણવાર પત્યા બાદ પતરાળની અને ચૂંટણી પત્યા બાદ મતદારની કોઈ કિંમત રહેતી નથી. ભાગ્યશાળી તો પેલી પરણી રહેલી દીકરી છે જે પિયરમાં પણ પૂજાય છે અને પતિગૃહે પણ ગૃહલક્ષ્મી બની જીવે છે !’

દીકરી વહાલનો દરિયો નહીં માબાપ અને સાસરિયાઓ બંને માટે જીવવાનો જરિયો બની રહે છે. ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે.


· Print This Article Print This Article ·  Save article As PDF ·   Subscribe ReadGujarati

  « Previous માતા-મહાતીર્થ – રમણલાલ સોની
જાંબાઝ પત્રકાર-કમનસીબ ગુરુ – અશ્વિન ઝિંઝુવાડિયા Next »   

48 પ્રતિભાવો : દીકરી દાંપત્યનો દીવડો – દિનેશ પાંચાલ

 1. hema says:

  હમ્ાન ઘના દિવસ થિ દિક્રિ વિશે ચપય ચે,મને એ ગમે ચે પરન્તુ મરો સવલ ચે કે તે જ દિક્રિ સાસ્રે જાય ત્યરે પિયર મા જે રિતે વર્તે તે રિતે સાસુ સસ્ર કે દિયર નનન્દ સઅથે સારો વયવહર કેમ નથિ કર્તિ…………સસ્રુ સરુ હોય તો પન્……………..

 2. trupti says:

  સુંદર ભાવનાત્મક લેખ. આંખમા ના આંસુ ને ખાળી ન શકી.
  જો દરેક જણ એમ સમજશે કે જેમ તમારી દિકરી છે તેવિ રિતે તમારી વહુ પણ કોઈ ની દિકરી છે ત્યારે આજે ઘરે ઘરે સાસુ-વહુ ના ઝગડા છે તે બંધ થશે અને અસહનશિલ દિકરી ઓ જે આપઘાત નો માર્ગ અપનાવે એ તે પણ બંધ થશે.
  દિકરી નો ટોપિક હોય એટલે આંખમા આંસુ આવ્યા વગર ના રહે, કારણ હું પણ દિકરી છુ અને મને પણ એકજ દિકરી છે જે મારે મન લેખકે કહ્યા મુજબ વહાલ નો દરિયો નહીં પણ જીવવાનો જરિયો છે.

  • જય પટેલ says:

   તૃપ્તિ

   દિકરી પર એક ગીત છે….આ વડને કૂંપળ ફૂટી જાણે જન્મી મારી દિકરી સાંભળશો.
   ગીત નિરાશ નહિ કરે….આંસુનો દરિયો વહેડાવશે.

   ખૂબ ભાવસભર ગીત છે.

   • Shyamal says:

    Jay, Do you have a link to the poem you have mentioned? Request you to share the same.

    Regards,
    Shyamal

    • જય પટેલ says:

     શ્યામલજી

     પ્રસ્તુત ગીત… જન્મી મારી દિકરી….દિકરી વ્હાલનો દરિયો આલ્બમમાંનું એક છે.

     સ્વર….અરૂણ રાજગુરુ…મીના પટેલ.

 3. આપણા સમાજ માં હજી પણ એક વર્ગ એવો છે જે સમજે છે કે દીકરીના મા-બાપે નમતા રહેવું જોઇએ. ગમેતેટલો અન્યાય થાય સહન કરી લેવો જોઇએ. સ્ત્રીમાં તો ભરપૂર સહન શક્તિ હોવી જોઇએ. પછી ભલે એનો પતિ કડવા વેણ કહે કે મારઝૂડ કરે સહન કરી લેવું જોઇએ.

  આવા લોકો ના ઘરમાં ભરપૂર લક્ષમી હોય તો’ય ગૃહ લક્ષ્મી તો સચવાતી નથી હોતી.

  એક દીકરી અને બાપ ના સંબંધને જેને દીકરી હોય તેજ સમજી શકે…..!

  • trupti says:

   હિરલ બહેન,

   જોગાનુ જોગ મને આજે એક ઈ-મેલ મળ્યો.

   DIARY OF A BABY

   15Jun:- I get attached with mom.

   17Jun:- I m a tissue now.

   30Jun:- Mom said 2 dad, ‘u r going 2 be a father’

   MOM-DAD R VERY HAPPY
   15Jul:- My food is wht my mum eats.

   15Sep:- I cn feel my hrtbeat.

   14Oct:- I hv little hands, legs, head n a stomach.

   30-Oct- my mom and dad went for the songraphy

   7-Nov-.Report showed Wow! I m a girl.

   14Nov:- I was DEAD!

   My mom n dad killed me..

   WHY? 🙁

   Is it just becoz i was a girl?

   આ મેઈલ વાંચી ને આંખ માથી પાણી વહેવા લાગ્યા.

   તમારા નીચે ના વાક્ય ના સંધાન માઃ
   સ્ત્રીમાં તો ભરપૂર સહન શક્તિ હોવી જોઇએ. પછી ભલે એનો પતિ કડવા વેણ કહે કે મારઝૂડ કરે સહન કરી લેવું જોઇએ.

   મારી ઓફિસમા એક મહિલા કામ કરે છે જેના તાજેતર મા છુટાછેડા થયા કારણ – પતિ અને સાસરિયા દ્વરા મારઝુડ. તેના કફેવા મુજબ તેના પિતા પોલિસ મા હતા અને છતા પોતાની દિકરી પર થતો અન્યાય જોઈ રહ્યા અને કાંઈ ન કર્યુ, પણ એકવાર તેના કાકાની હાજરી મા પતિ એ મારઝુડ કરી ને કાકા થી ન જોવાયુ અને તેને પાછી લઈ આવ્યા અને ભાડા ના ઘર મા સ્થાયી કરી. મા-બાપ ના ચુપ રહેવા નુ કારણ એ પણ હતુ કે દિકરો-વહુ તેમનુ નહોતા જોતા તો કયા ભરોશે દિકરી અને તેની દિકરી ને પોતાને ત્યાં લાવી ને રાખે. આજે આવા તો અસખ્ય દાખલાઓ આપણી આજુ-બાજુ આપણે જોઈએ છે અને તેને અણદેખ્યુ કરીએ છીએ. કારણ આજે પણ આપણો સમાજ દિકરી ને પતિ થી છુટા રહેવા બદલ સ્ત્રી નો વાંક કાડે છે અને તેને સારી નજર થી જોતા. જ્યાં સુધી સમાજ અને તેના વિચારો મા બદલાવ નહીં આવે ત્યાં સુધી પરિસ્થીતિ મા બદલાવ નહિ આવે અને દિકરી ઓની બલી ચઢતિ રહેશે. બિજુ એક કારણ હજૂ પણ અમુક સમાજ મા વાંકડા કે પહેરામણી ના નામે દહેજ ની પ્રથા છે માટે દિકરી ઓ ને દુધ પાતી કરી દેવા મા આવે છે.

 4. Ujval says:

  વાહ દિનેશ પાંચાલ વાહ, ખુબ સરસ…

 5. Ujval says:

  Sorry for second comment… I loved this post very much.. I continuously refer ReadGujarati and adore it… Always feel good after reading Post.. But this one is amazing.. That reminds me my sister’s marriage and emotion/feeling of my father on that day.

  Too good.. Kudos to Author… and ReadGujarti through which we can get such good Gujarati literature.

 6. Ankita says:

  ખાંડ વિના કંસાર એટલો મોળો નથી લાગતો જેટલો દીકરી વિના સંસાર મોળો લાગે છે. – Kubaj saras

 7. Bindiya says:

  અત્યંત હૃદય્સર્શી લેખ. લેખ નાં દરેક શબ્દે લેખક નો પુત્રીપ્રેમ ટપકે છે!!!
  સંસારમાંથી સ્ત્રીની બાદબાકી એટલે બાસુંદીમાંથી ખાંડની બાદબાકી…..!
  એકદમ સચોટ!!!

 8. kartik chudasma says:

  મારિ આન્ખો માથિ આસુ આવિ ગ્યા કેમકે મારે પન એકનિએક દિકરિ ચે ૯ વર્સનિ

 9. Labhshankar Bharad says:

  થોડા સમય પહેલા જ દીકરી વિશેના લેખ અન્વયે મેં પ્રતિભાવ આપી મારી લાગણીઓ વ્યક્ત કરેલ છે જેથી વિષેશ ન લખતાં, આ લેખ તથા તે અંગેના પ્રતિભાવોમાં રજુ થયેલ નિચેની વાસ્તવિકતાઓ પ્રત્યે વધુ જાગૃત થવું ખૂબ જ જરૂરી છે :
  ૧. પુત્રવધૂને પોતાની દીકરીના રૂપમાં જોવી
  ૨. દીકરીની ભ્રૂણહત્યા થતી રોકવી ૩. દીકરી પર સાસરાપક્ષે દહેજ કે અન્ય બાબતે થતી શારીરિક કે માનસિક હિંસાના કિસ્સાઓમાં મા-બાપ પક્ષે ‘આંખ આડા કાન’ કરી મુક સાક્ષી ના બની રહેવું જોઈએ
  અસ્તુ.

 10. viraj says:

  hu pan mara papani ekni ek dikari chu.papa mara best friend n hu papani best friend.mari sathe pan aa badhu j kharab thai chukyu che.j manashni sathe mara papa a mane asha sathe k aajthi mari dikari pita no prem lain patino prem pami n jivanma sukhi thashe papan kya khabar hati k shu thavanu hatu te divash pachi amna radayna tukada sathe.
  aj vat kaheva magu chu k hu to potani sathe j thayu ten kharab kismatmani mani bhuli gai chu.pan aaj sudhi j pitan mara karan kadi dukhinathi thaya mara aj pitana dukhma bhag padavi shkti nathi.k m k bhagavanne pitanu sarjan karyu hashe tyare purush tarik duniyan jitavani takat to aapi pan koi dikari sathe avu bani jay tyare te pita n koi aswasan pan kam nathi lagatu. najare joyu che mai.mrugeshbhai tame lakho cho n am sau potane a patroma utarin joi shakia chia n vanchva vala dikario n pita to ansu roki nathi shakata. very nice thank you mrugeshbhai.

 11. Nilesh Shah says:

  Excellent

 12. Manoj Thaker says:

  Excellent.
  When i read i r ember my daughter & tears came from my eyes as i loved my daughter more then all from my family.she is good righter .
  Manoj Thaker

 13. Harsh says:

  Excellent.

  very nice & I rember my nicy sister ……
  now UK very very miss my nicy sis

 14. Harsh says:

  very nice
  & I Rember my nicy sis now UK.

  I will very very miss my nicy sis..

  “(@)”
  / \
  ? ?

 15. Dr Dilip patel (Bharodiya) says:

  ખુબ સરસ ભાવવિભોર કરે તેવો લેખ.

 16. Keep posting such family value nice articales more often.
  Here is one related proverb..

  A SON IS YOUR SON TILL HE GETS MARRIED,
  A DAUGHTER IS YOUR DAUGHTER FOR EVER ! ! ! ! !

 17. mala says:

  ખરેખર ખૂબ સરસ છે……….. બધી દીકરીઓ એ વાંચવા જેવો કેમકે, જયારે તે પિતા નું ઘર છોડીને પતિના ઘેર જાય છે ત્‍યારે કેટલાય સપના લઇને જાય છે અને એ સપના એના પિતા એ જ બતાવ્‍યા હોય છે……… પિતા વગર બધુ નકામુ છે …….
  દરેક પતિને આ બાબત ત્‍યારે જ સમજાશે જયારે તે એક દીકરીનો પિતા બનશે………… હદય સ્‍પર્શી લેખ છે ………..

 18. Meeta Prajapati says:

  ખુબ જ હ્રદય સ્પર્શી શબ્દો લાગ્યા દરેક શબ્દોમા જાણે પોતાની જાતને મહેસુસ કરી પણ દુખ એ વાત નુ થાય છે કે ખરેખર
  આ સમાજમા દિકરી (પત્ની) ની આ વ્યથા કોઇ સમજે છે ખરુ !!! લગ્ન થાય એટ્લે દિકરી એ પોતાના ઘર ને છોડી એક
  એવી જગ્યાએ આવી જવાનુ કે જ્યા એ પોતાના મન ની વ્યથા કોઇ ને પણ ના કહી શકે. જેમ પતિને એમના મા-બાપે ભણાવી-ગણાવી મોટા કર્યા છે તેમ પત્નીને પણ એના મા-બાપે ભણાવી-ગણાવી મોટી કરી છે. તો પછી જેમ દિકરો પોતાના મા-બાપ ને
  સાચવે છે તેમ પરિણિત દિકરી પોતાના મા-બાપ ને જરૂર હોવા છતા કેમ સાચવી શકતી નથી. !!! એટ્લે મને દિકરી વહાલ નો
  દરિયો અને દિકરી-દિવડો આ બધા શબ્દો ખોખલા અને વજુદ વગર ના લાગે છે.

  • Ami says:

   Meenaben:

   Very true. Women are only great in words for the society. I have personally came across lots of highly educated boys and their parents who refused to marry a girl who is the only and one child when she proposed that as and when her parents get old, she will bring them with her and take care of them. Also, she insisted that this is not her parents’ feelings or wish but that is what she personally feels to be resposnible. In another case, a buy refused to marry a very good looking and a nice family because she proposed that she wants to pay her father’s loan that he took for her medical education. She told that her husband has all the rights on her medical income only she wants to pay loan in couple of years in installments.

   So, when people say very good words like Devi, Laxmi, Vahal no dariyo, I go ahead and see them closely for their behaviour and I hate myself being a woman that why I am a part of this world and society. And if I find God one day, I will ask him who is resonsible for this. This world resides on women’s hardship and compassion but she is so much in pain in all her relationship.

   • Hiral says:

    Although I don’t have any complain in my close relations being a girl child, but can’t deny the fact you have explained here.

 19. Bhavesh Shah says:

  આ વાતનો બીજો પણ પાસો છે. ઘણી દીકરીઓ પણ એવી હોય છે જે સાસુ સાથે દુર્વ્યવહાર કરતી હોય છે. શું એમને સાસુમા માતા નુ સ્વરૂપ ન દેખાવું જોઇયે? એ પોતે પણ કોઇક દીવસ સાસુ બનશે…

 20. vijay says:

  જમાઈના હાથે બાપ પોતાની દીકરીને માર ખાતી જુએ છે ત્યારે ગાય પોતાના વાછરડાને કતલખાને વધેરાઈ જતાં જોતી હોય એવું દુઃખ થાય છે !

  >> તેમ છતા ગાયના વાછરડાને આપણે કતલખાને વધેરાઈ જવા દઈએ છીએ. એવું નથિ વિચારતા કે મારુ મ્રુત્યુ ભલે આવે પણ હુ ગાયના વાછરડાને કતલખાનેથી બચાવીશ.

  વિજય

 21. Hiren says:

  મારે પણ એક દિકરી છૅ ૯ વષ ની. જયારે એની વરસગાથ આવે છે ત્યારે એમ થાય છે, મારી સાથે તેનુ એક વષ ઓછુ થઈ ગયુ.

 22. Ramesh Rupani says:

  દિકરીને પરવશ ન બનાવો, પણ પગભર બનાવો તો ઘણા અન્યાયો, દુખો તથા અત્યાચારોથી બચી શકશે

  • jignisha patel says:

   આમા કોઇ પરવશ ની વાત જ નથી પણ પિતા ની તેની દિકરી માટે ની લાગણી ની વાત છે. હુ પોતે પણ આજે પગભર છુ,સુખી કુટુંબ મા છુ. ત પણ પિતા માટે મારી કે મારા માટે પિતા ની લાગણી ઓછી નથી થવાની.
   તમે લેખ એક વાર ફરીથી વાંચજો.

 23. Rana Babu says:

  લેખ ખુબ જ સરસ છે. …પરંત ક્યારેક પિતા ની વધારે પડતી લાગણી દિકરી પ્રત્યે ….દિકરી ના સાસરે તકલીફ ઉભિ કરતી હોઇ છે.પરણાવીયા પછી પણ પિતા ની દખલગિરિ એટલી હોઇ છે કે પછી પિતા નથી વિચારતા કે સામે પણ એક દિકરી એક કુટુંબ છે.
  પોતાની દિકરી ના સ્વાથ ખાતર બીજિ કેટલી LIfe બગાડતા હોઇ છે.

 24. Arvind Patel says:

  No words to comment. Excellent

 25. krishna says:

  jivan ma darek manas samje to kyare pan koi dikri ni aakh ma aasu na aave.

 26. ખૂબ જ સુંદર લેખ છે.
  દિકરી એ તો તુલસીનો કયારો અને વહાલનો દરિયો છે.

 27. i.k.patel says:

  સુંદર ભાવનાત્મક લેખ, વાંચી ને આંખ માં આંસુ આવી ગયા.

 28. ATUL SHAH says:

  It was really very much heart touching Article.

  I could not stop crying like a baby !!!

  I too have 2 daughters and recently I had adopted one more daughter from my neighbor. They make my whole day !!! Whole lots of stress goes away or rather gets dissolved while playing with them and talking to them.
  Now lately only worries have started thinking “WHAT WILL HAPPEN WHEN ALL MY DAUGHTERS GETS MARRIED AND GOES TO THEIR RESPECTIVE HOMES ? “”

  I think this article has given me courage to Live longer.

  Thanks Dineshbhai and thanks http://www.readgujarati.com for sharing such a wonderful article.

 29. It was really very much heart touching Article.

  I could not stop crying…

  Its o’sam….

 30. Ankita Gala says:

  સરસ

 31. hiren rudani says:

  ખુબજ સરસ હર્દય ને સ્પર્સિ ગયુ

 32. Chovatiya Mitul says:

  ખુબ સરસ.

 33. sunil pujara says:

  ખુબ સરસ્

 34. darshana vyas says:

  very nice and hart toching ………..

 35. gita kansara says:

  લાગનેીસભર લેખ્.દિકરેી સાસુજેીને માતા સમજે સસરાને પિતા સમજે.પુત્રવધુને દિકરેી સમાન રાખે તો… સાસભેી કભેી બહુ થેી.

 36. avani says:

  very nice saying.as I am the only child of my parent I always worried about them.My self is depended on my father,i am married although I can’t imagine my life without him.

 37. foram sheth says:

  Hu pn mara papa ni ek ni ek dikari chu mara papa ae mara bhadha sapna pura karya che ane ha papa ne potana jiv karta vadhre vahali dikri hoy che dikri sasre jay thyre ek baap pota na ansu bhahar nai lavi sakto ae aem vichare che kayak mari dikri dili padi jase ne pota na ansu ne man ma j rakhe che ae j pita I love u my dad

 38. jignisha patel says:

  હુ મારા આશુંઓ રોકી નથી શકતી આ લેખ વાંચ્યા પછી. ખરેખર બાપ-દિકરી નો સ્ંબંધ અલગ જ હો છે. મને પણ મારા પપ્પા પ્રત્યે ખુબ લગાવ છે. તે કોઇ વાત મા ખોટા હોય તો પણ હુ તેમને સપોર્ટ કરતી હોઉ છુ. મને મારા પિતા ખુબ વ્હાલા છે. મારે પણ એક દિકરી છે. અને તેને પણ તેના પપ્પા બહુ વ્હાલા છે.

 39. sejal shah says:

  Very nice article,i have only daughter,she is like my princess,i love her v.much.she is reason for our happy life.

 40. આ સુદર લેખને આનુસાગિક એક્ ખુબ ટુકી રચના સાદર પ્ર્સ્તુત છે.
  ” તીજોરિમે પડિ હુઇ ‘લક્ષ્મિ’ ઇન્સાનકો બહુત અચ્છિ લગતી હૈ !
  ફીર ઔરતકે પેટમે પલ રહી “લક્ષ્મી”સે ઇતની નફ્રરત ક્યો ???”

આપનો પ્રતિભાવ :

Name : (required)
Email : (required)
Website : (optional)
Comment :

       

Copy Protected by Chetan's WP-Copyprotect.