સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !
છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !
કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !
મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !
સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!
ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !
7 thoughts on “હું ? – કરસનદાસ લુહાર”
મને મારા મહીંથી…….સુંદર!
“ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !”
વાહ.
મન ને મનની ઉંચાઈ સુધી લઇ જઈ ને વિચારમુક્ત કરવું, અને પછી આપણા માં રહેલા “હું” ને આપણી બહાર લાવવો એ ઘણું કઠીન કામ છે.
DAREK MANVI NI VICHAR VA RIT ALAG ALAG HO 6E, KOI MANAVI GULAB NA FUL NE JU A 6E TO KOI MANVI GULAB NI MAHEK NE JU A 6E, PAN JAYRE PREM KARNARA TO GULAB NI ANDAR POTANE GAMTA PATR NE JU A 6E , “NILESH”
કરસનદાસ લુહારની ખૂબ જ સુંદર ગઝલ બદલ આભાર!
સુધીર પટેલ.
સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?
atrupt jivan jankhna ne bahu sari rite varnavi chhe. aabhar..
સુંદર ગઝલ માણવાની મજા આવી.
દિલ-દિમાગને હલાવી નાખે તેવી ગઝલ આપવા માટે કરસનભાઈનો આભાર.
કાલિદાસ વ. પટેલ { વાગોસણા }